શાંત ઝરૂખે વાટ નિરખતી – સૈફ પાલનપૂરી

waiting

.

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી……

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….

( કવિ પરિચય )

76 replies on “શાંત ઝરૂખે વાટ નિરખતી – સૈફ પાલનપૂરી”

  1. sabdo sathe manharbhai no awaj jane dil ma utrijatu lagni nu jarnu maherbani kari amuk wadhare gazal pl.

  2. મ્હારા યૌવન કાળ થી જે ગઝ્લે મ્હારા દિલો દિમાગ પર કબ્જો કરી લિધો હતો એ… આ ગઝલ્….
    શરુ થી અન્ત સુધિ…..આજે પણ્…હ્રિદય ના તાર ઝ્ણઝણી જયે છે…

    ખરુ પુછો તો આ ગઝ્લે મને પ્રેમનો રસાસ્વાદ કરાવ્યો….અને મ્હારા અન્દર પ્રેમના અન્કુર ફુટ્યા…..
    આવો મ્હારી સાથે ને ….મસ્ત થૈ જાઓ દોસ્તો….આજે ૪૫ મા વષ્રે પણ્…..

    શાંત ઝરૂખે વાટ નિરખતી
    રૂપની રાણી જોઇ હતી……………મેં એક શહજાદી જોઇ હતી……

    એના હાથની મહેંદી હસતી’તી,……….એની આંખનું કાજળ હસતું’તુ,……એક નાનું સરખું ઉપવન જાણે
    મોસમ જોઇ મલકતું’તુ.

    એના સ્મિતમાં સો સો ગીત હતાં,….એની ચુપકીદી સંગીત હતી,…..એને પડછાયાની હતી લગન,
    ……..એને પગરવ સાથે પ્રીત હતી.

    એણે આંખના આસોપાલવથી,………એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
    જરા નજરને નીચી રાખીને,……..એણે સમયને રોકી રાખ્યો’તો.

    એ મોજાં જેમ ઉછળતી’તી,…….ને પવનની જેમ લહરાતી’તી,
    કોઇ હસીન સામે આવે તો ,…………..બહુ પ્યારભર્યું શરમાતી’તી.

    તેને યૌવનની આશિષ હતી,………..એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
    એના પ્રેમમાં ભાગીદાર થવા,……ખુદ કુદરત પણ આતૂર હતી……

    આજે પણ બસ્…એની રાહ જોયા કરુ છુ…..

    વર્ષો બાદ ફરીથી આજે…….એ જ ઝરૂખો જોયો છે.

    ત્યાં ગીત નથી, સંગીત નથી;……ત્યાં પગરવ સાથે પ્રીત નથી……ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,…ને ઉર્મિઓના ખેલ નથી.

    બહુ સૂનું સૂનું લાગે છે,….બહુ વસમું વસમું લાગે છે…….એ ન્હોતી મારી પ્રેમિકા,…..કે ન્હોતી મારી દુલ્હન,

    મેં તો એને માત્ર ઝરૂખે……વાટ નીરખતી જોઇ હતી.

    કોણ હતી એ નામ હતું શું ?…..એ પણ હું ક્યાં જાણું છું ?…..એમ છતાંયે દિલને આજે…..આજે ૪૫ મા વષ્રે પણ્…..

    વસમું વસમું લાગે છે,…..બહુ સૂનું સૂનું લાગે છે…….

  3. વાહ્ શ ગઝલ્! અન્ત્ નો અન્તરો આવો હોય તો કેવુ લાગે!રુપનિ રાણિ સોળ વરસ્નિ જોઇ હતિ. હવે અઠાવિસ્ નિ થૈ, તેને પરિવાર ચ્હે.વર્શો બાદ એ ઝરુખે આજે મિથો કલરવ્ મન્ડાયોચ્હે.સાથે એનો ભ્રર્થાર્ચ્હે.બે નાના ફુલ સમા બાળ ચ્હે. મમ્મિ પપ્પા, મમ્મિ પપ્પા બોલેચ્હે. દોડૅચ્હે,રમેચ્હે, પરિવાર્નો આનન્દ દિસેચ્હે.ીક્લિ જોયેલિ રુપ્નિ રાણિ આજે પરિવાર સાથે હર્ખાય્ ચ્હે.અને હુઆજે આ ઉમ્મરે કુવારો એકલો રુપનિ રાણિ નો પરિવાર જોઇ ધન્ય્તા આપુચ્હુ. આશિર્વાદ ઉભ્રરેચ્હે હૈયેથિ,સદા સુખિ રહો પ્રેમ્ થિ. આપનો પ્રેમ અનુભવિ બન્સિ પારેખ્. ધન્ય્વાદ્.૦૨-૨૦-૨૦૧૦.૨-૩૫ બપ્પોરે.

  4. જય્શ્રેીબેન ગુજ્રરાતિ લગ્ન ગેીતો મુકિ સક્સો.

  5. તમારુ આ ગેીત બહુ જ સરસ ચ્હે આ ગેીત મેો કોલેજ મ પન ગાયુ

  6. hi, I love your site a lot. this is my most favourite song I can’t hear it completely. All other songs are also incomplite , please solve this problem for me so I can enjoy all songs.

  7. મારા મિત્રો
    આ વેબસઈટ મને વધુ પરસન્દ પદિ આજે મને અહિ અમેરિકા મા ભારત નિ યાદ આવિ ગઈ

  8. ખૂબ જ સરસ ખૂબ જ મજા આવી ગઇ…

    ગઝલોના શોખેનો માટે આ ગઝલના દરિયામાં ડૂબ્યા પછી બહાર નીકળવાનું મન ન થાય. ગુજ્જુ ભાઇઓ જે દેશની બહાર રહે છે તેમને આ ભાણું સંગીતનો પુરતો આનંદ આપી શકે છે. આપની સાઇડ પર આવવાનું વારંવાર મન થાય એવી સાઇડ છે.
    આ ગઝલમાં એક નિર્દોષ પ્રેમ વ્યકત થયો છે. આજની યુવા પેઢી માતૃભાષાને છોડીને વિદેશી ગાન તરફ વળ્યાં છે ખરેખર સ્વચ્છ,નિર્દોષ સંગીત શું છે ? તે તેઓ ભૂલી ગયાં છે જે મનને શાંતિ આપે છે આ ગઝલ સાંભળતાં મનને શાંતિ મળે છે.સંગીત તો દૂરની વાત છે ગુજરાતી ભાષા છોડી અંગ્રેજી બોલવા લાગ્યાં છે. બસ સંસ્કાર અને સંસ્કૃતિ જાળવી રાખવા વિનંતી છે.

    આભાર
    કર્નલ.કુમારદુષ્યંત.એમ
    પાલનપુર

  9. આભાર જયશ્રીબેન ! આ ગઝલ સાંભળીને કોઇ પોતિકા ના હોય છતા ખૂબ જ નજીક લાગતા કોઇ જાણે હૈયામાં આવી વસે છે એવો ભાસ થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર.

    -ચંદ્રકાંત જાદવ.

  10. ખુબ સરસ , પ્રથમ વખત આ વેબસૈઇત જોઇ , આફ્રિન થ ઇ જવ ઇ , સોર્ય , ગુજરતિ લખવનુ ફવતુ નથિ.

  11. Hi, if any one can post ‘Chaman tujane suman’ from Manhar Udhas, I am searching this for a long.

  12. We want to listen songs from movie “Pooja na Ful”, song is “Khusi no divas che, khusi na che asu..”

  13. જયશ્રી ક્રિષ્ન. તમારો ખુબ ખુબ આભાર. તમે ગુજરાતીને જે રીતે દિશા આપી છે , ખરેખર  એટલું સહેલું નથી, અને તમારી પાસે સારો એવો ભંડાર છે. આભાર.

  14. આફ્રિન થઇ ગયા બોસ આ ગિતો નિ સીદિ ક્યા મલ્સે

  15. પહેલી વાર આ સાઈટની મુલાકાત લઈ રહ્યો છું. હું કોઈ વેબસાઈટને પહેલી વાર જોઈને આનંદમાં આવી ગયો હોય તો આ વેબ સાઈટ છે. ખરેખર ગુજરાતીમાં મળેલી આ સાઈટ પર ખુબ આનંદ થયો. કોણ સંચાલન કરે છે. તે વિશેષ જોવા ગયો નથી. પરંતું જે પણ સાઈટ સંચાલન કરતા હોય તથા તેને મેઈન્ટેઈ કરતા હોય તથા સાથે જોડાયેલા તમામને અભિનંદન.

  16. ખરેખર આ ગઝલ તો મને ખુબ જ ગમે છે
    અભિનન્દન

  17. પૂનમ ની અન્જવાળી રાત હસે ને,
    ચાન્દો ખીલસે આભ મા.
    તે ‘દિ દુનિયા ની નજર સામે,
    ઉડી જઇશૂ એ નભ મા.

    હજારો ચાન્દ સિતરાઓ નો સાથ હસે,
    ને તારો હાથ હસે મારા હાથ મા.
    પ્રેમ ની મહેકતિ દુનિયા બનાવિશ હુ,
    જ્યા પિયુ હસે મારા સન્ગાથ મા.

    કવિ

  18. અતિ સુંદર્, અદભૂત્ !!
    ખૂબ ખૂબ આભાર જયશ્રી બેન્..

    સવાર સવાર માં ઍમની યાદ અવી ગઈ.
    દરેક ગુજરાતી ગઝલ પ્રેમી ને આ ગઝલ તો કંઠસ્થ જ હોય્….

    આ ગઝલમાં મજાની વાત ઍ છે કે એમાં એક નિર્દોષ પ્રેમની અભિવ્યક્તિ થઈ છે.. અને જે નિર્દોષ ના હોય્ એને પ્રેમ થોડો કહેવાય્?

    મને આ ગઝલ બચપણ થી યાદ છે..

    ફરીથી ખૂબ ખૂબ અભાર !!

  19. વસમું વસમું લાગે છે,
    બહુ સૂનું સૂનું લાગે છે…

    શું જયશ્રી – સવાર માં બધુ યાદ કરાવી દે છે.

    પણ …એક ખુબ ગમતી ગઝલ મુકી આજે તેં. Thanks.

  20. ઝરુખો તો જાણે સૂનો થઇ ગયો
    અતિ સુંદર ગીત અને મનહર ઉદાસ એટલે તો સોનેપે સુહાગા
    અભિનંદન જયશ્રી

  21. I have always enjoyed reading Saif Palanpuri’s gazals. આજે પહેલીવાર એમની ક્રુતી સાંભળી… મઝા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *