કૈક ચોમાસા અને વરસાદ… એમ લાગે છે ને કે આજે ફરીથી એક વરસાદી ગઝલ? ના રે.. ચોમાસા અને વરસાદથી ભલે શરૂ થાય ગઝલ, પણ ખરેખર તો આ સંપૂર્ણત: કૃષ્ણગીત. અને કૃષ્ણગીત કરતા પણ વધારે તો રાધાગીત.
તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે? જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણ કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એનો આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે લેખિકાએ.
અને મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.. રાધા કે બીના શ્યામ આધા…!!
અને આખી ગઝલનો હાર્દ હોય એવો ગઝલનો મક્તા..!
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
અને હા, હવે તો મુકેશ જોષીની રચનાઓ માણવી easier than ever..! 🙂 વાંચો એમની રચનાઓ એમના પોતાના બ્લોગ પર : http://mdj029.wordpress.com/
(વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………… )
* * * * * * *
સ્વર – સંગીત : અનંત વ્યાસ
.
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
– મુકેશ જોશી
Really, very heart touching this poem
Jay Dwarkadhish
અતિ સુન્દર્
beautiful……..simply awesome..
I am close to be a big fan of mukesh joshi and Anant Vyas…and believe me this is awesome.
I am glad to hear the song..
thanks a lot.
Meera
Thanks Meeraben!Regards!
hey m going to sing this geet in youth festival this year @ surat
thank u so much jayshree ben……
Vidhi Patel! I am happy that you have planned to sing this song in this year’s youth festival!All the best for the same1
આખો દિવસ સાંભળવાનુ મન થાય એવુ ગીત…
પણ આ પક્તિ નો અર્થ બહુ ખાબર ના પડી..
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
To better understand this one should fall in true love, which is a divine relationship.
I understand ‘pain of Shri Krishna & Radha’
I was just confused about meaning of ‘ઝુરાપાનું સુદર્શન’
I think Mukesh Joshi want to say that…
‘સુદર્શન ને પણ છેદ નાખે એટલુ રાધા ના વિરહ નુ દુખ હસે’
પરેશભાઈ ન સમજાયુ હોય તો ના પાડો ને બહાના શું કામ બનાવો છો 🙂 (મને નથી સમજાયો)
Dear Hemal;
Ghayal ki gat ghayal jane, aur na jane koi. thoda ma ganu samajajo.
કૈક ચોમસા is d most fev.of mine. like it so much…:)
પહેલા કાજલ ઓઝા-વૈદ ની ક્રુશ્નાયન વાચી
અને બાદમા આ
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
રાધા એટલે જ ક્રુષ્ણ
આભાર…………….
ખુબ – ખુબ આભર
સુધીર ટાટમીયા
અમરેલી
મુકેશ જોશી ની અદભુત રચના
મુકેશ જોશિ નિ યાદગાર રચના
સરસ રચના
એક રાતે ………..રાધા
I like This Poem,very Heart touching.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
GREAT HEART TOUCHING LINE……………
રાધા વિના નો શ્યામ…………….. હવે નહિ…………….
આંખ માથી આંસુ નીકળી ગયા….. મન એક વાર ફરિ તેની પાસે જતુ રહ્યુ…… આ ગીત માર દિલ અન્કાય ગ્યુ… અને જ્યા સુધિ જીવીસ ત્યા સુધિ રહેસે………
Urvi! I am happy that you have started loving Gujarati songs,gazals…and you liked the composition of “Kaink Chomasa ane Varasaad Radhaa”
i was too much far away from the knowlegde of GUJARATI SONGS & GAZALS,but now i m fond of it,thanks to the introducer,,,
& excellent composition i loved it,,,
કિન્જલ્! દિલાવરી ને માણવા બદલ આભાર!
દિલાવરેી ના બધા ગેીતો સરસ..જૈ શ્રેી ક્રિશ્ના..
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા…
…કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.. Very true!!!
Jayshree Di…
I listen to this song everyday but today its givng me some error… it doesnt play beyond 1st antra.. BTW U love this song…. Je ratey krishna ma thi radha baad thai a ratey krishna potey radhamay bani gaya:)BTW Jo tamney Krishnayan Gami to tamney Radha-avtar pan gmashey..
REALLY A VERY NICE SONG DEDICATED TO RADHA AND KRISHNA.
રાધા ક્યારેય ક્રુષ્ણમાથી બાદ થઈ શકે ખરી એ ક્રુષ્ણને પુછો..
રુક્ષ્મણી ભલે પટરાણી હોય પણ રાધાતો મનની રાણી …………
Aaje 14th.’Valentine Day’ ,Krishna & Radha’ na sashwat prem ane
Anant Vyas na swar man aa “Geet’
Aabhar Jayshreeben.
Bansilal Dhruva
પ્રીત શું કહેવાય, રાધાને પૂછો.
દિલ કેમ દેવાય, રાધાને પૂછો.
ધીરા સમીરે યમુનાને તીરે
પ્રણય કેમ ઝીલાય, રાધાને પૂછો.
Jabardast che yarrrrrrrrrrrrr
અનન્તભાઈ ને સલામ
ગઝલ નુ સ્વરાંકન દિપચંદી તેમજ જપતાલ મા થઈ શકે છે…….!
કર્મવીર મહેતા
ભાવનગર
Wow.Simply Gr8..!! Evergreen & fresh to listen anytime, anywhere, anyhow, any moment..!!!! Thanks for this sort of compositions….
I am really overwhelmed with the response which all the listners had shown to my songs “Kainke Chomasa ane Varsad RADHA”-Mukesh Joshi.
This song has been taken from my album “DILAVARI”.
You can enjoy my other songs too from this album shortly.
I am based at Rajkot,Gujarat-India.
My contact no:+91-9428275371, +91-9825272363.
Jayshree !!
Saru geet chhe for a change !! Buck-up !!
Regards
Rajesh
Chennai
ખુબ જ સરસ…
આજના પ્રેમી પંખીડાઓ ને એ ખબર નથી હોતી કે પૂર્ણ પ્રેમ વિરહમાં જ છે. રૂકમણી કૃષ્ણને પામી પણ વિલીન થઈ ગઈ. રાધા આજ સુધી અમર છે. વિરહમાં જે મજા છે તે સંયોગમાં નથી. કામયુક્ત પ્રેમ શારીરિક ઉપસ્થિતિ માગે જ્યારે કામરહિત પ્રેમ બલીદાન. ગોપીગીત, ભ્રમરગીત જેવા કાવ્યોમાં વિશુદ્ધ પ્રેમની પરાકાષ્ટા માણી શકાય.
MANE AA VEB SIT KHUBJ GAMI. MARI EK RIQUEST CE KE PLS ANANT BHAI E GAYE LU GEET” MARAMA AARPAR SAT SAT DARIYA NE…..” E GEET TAME AAMA ADD KARSO. MANE MUSIC NO KHUB SOKH CHE. HU BARODA MUSIC COLLEGE MA SANGEET SIKHU CHU.ANE AA SIT NO NIYAMIT SROTA CHU. THANKU
રાધા છવાઈ ગઈ. વાહ
રાધા રાધા રાધા
સરસ ગીત અને સરસ મનભાવન સ્વર- સંગીત, રાધા એટલે જ ક્રુષ્ણ એ સ્વિકારની ભાવના માણવા મળી….
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
This SHER will be like many AMAR SHER of Gujarati Gazal.
As Vivek Tailor has said in earlier comment.
જાળવી જળવી ને કંડારેલા વિરહ્ ના પાત્રમાં સાચવેલા રાધા- કૃષ્ણ ના પ્રેમનું આ ગીત પ્રિયકાંત મણિયાર નું ગીત યાદ કરાવે છે…
“આ નભ ઝૂક્યુ તે કાનજિ ને ચાંદની તે રાધા રે…….”
સુંદર રચના છે આ…..કવિ મુકેશ જોશિ વિશે ખાસ કંઈ ખબર ન હતી પણ એમની એક એક રચના તેમની થતી પહેચાન એમની સાથે એક અત્મિયતા બાંધે છે…….
સરસ રચના..
છેલ્લી કડી ઘણીજ ગમે છે.
આજે આખી રચના વાંચવા મળી.
મુકેશ ભાઈ ની રચનાઓ ઘણી જ સરસ હોય છે.
આભાર..
સુંદર ગઝલ અને સરસ ગાયકી!
સુધીર પટેલ.
ક્યા બાત હૈ ! વાહ મુકેશભાઇ, વાહ જયશ્રીબેંન
૧૮જુલાઈ,૨૦૦૯.
ભાવવાહેી રાગમાન ગવાએલુ મજાનુ કાવ્ય.
from where do we get this song ? which CD ? beautiful poem and excellent composition by Anant Vyas
બહુ સુંદર રચના. ખરે જ વિવેકભાઈ ની વાત સાચી છે, આખરી શેર અમર થવાને સર્જાયો છે. આભાર જયશ્રીબેન મારૂ નામ ટહુકો.કોમ મા શામેલ કરવા બદલ.
શૈલા.
I like to listen to the shrinathjee’s song and Krishna’s song. shreekrishna sharnamam, i don’t know how to call them, it would be nice if you send me some. thanks a lot. i’m enjoying so much. it reminds me about my home in india.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………..
બહુ સરસ…..
વાંચ્યા અને સાંભળ્યા પછી આખો દિવસ મનમાં ગણગણ્યા કરીએ તેવું કાવ્ય……….
સુંદર ગીત !
કૃષ્ણભક્તિનું નવિન ભાતનું ગીત !
REYALI I LIKE THIS POEM BECAUSE VERY TRUE LOVE FOR RADHA N KRISHNA.
સુંદર મજાનું કાવ્ય… અને એવી જ હળવીફૂલ ગાયકી…
આખરી શેર અદભુત છે અને એ અમર થવા સર્જાયો છે…
શંખ ચક્ર ગદા પદ્મ એ ચતુર્ભુજ વિષ્ણુ.
કૃષ્ણનું ચિત્ર એ વાંસળી વગર અધુરું.
અને અહીં આપણે પામ્યા નવા કૃષ્ણ.
શંખ ફૂંકતા ચતુર્ભુજને કૃષ્ણના સ્વરુપે.
મૂક કરી દે એવું સરસ કાવ્ય!
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
સરસ…
.આખે આખી ઑગળી ગઇ રાધા….. ત્યારે કૃષ્ણમય થઈ જવાય
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
સરસ.