આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….

સ્વર : જયદીપ સ્વાદિયા

.

—————————-
Posted on July 25, 2006

સ્વર : આશા ભોંસલે

.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

———————-

( આભાર ફોર એસ વી )

સાંભળો : દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

228 replies on “આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી”

  1. રહિલ
    dariya na moja….. reti ne puche……. ke tane, bhinjavu gamshe ke kem?
    મારિ આ ફર્મિયશ પુરિ કર્શો જિ આભર્

  2. રહિલ
    dariya na moja….. reti ne puche……. ke tane, bhinjavu gamshe ke kem?
    મારિ આ ફર્મિયશ પુરિ કર્શો જિ આભર્

  3. આ ગીત સાંભળીને ખરેખરે ખરેખરે, ધન્યતા અનુભવી અને શાળાના દિવસો યાદ કરાવી દીધા. મારો બાળગઠીયો કે, જે બાલસભા માં આ ગીત ગા’તો અને આંખ ભીની થઈ જતી. આવા સુંદર અને વરવી વાસ્તવિકતા આજની પેઢી સમક્ષ મૂકવા બદલ ધન્યવાદ.

  4. મધ્યકાલીન ગુજરાતી કાવ્યપરંપરાના છેલ્લા તેજસ્વી પ્રતિનિધિ ભક્ત કવિ શ્રીદયારામ વિશે સાહિત્ય આપશો તો ખૂબ આભાર રહેશે.

  5. Absolutely fantastic!! Songs reminds me once again that gujrati langauge is so rich in emotions.
    Keep it up. Is it possible to downlaod these songs or buy it from any webiste?
    Bharat.

  6. Thanks for posting. This poem makes me even stronger in my decision to go back to India. Thanks guys !! Love my parents !!!!!

  7. i AM IMPRESSED TO SEE THE SIGHT , I TRIED TO FIND OUT A SONG OF MEHANDI RANG LAGYO NAMED ‘ GHUNGHTE DHANKYU EK KODIYU’ BUT COULD NOT FIND OUT. IF POPSSIBLE TO PUT IT ON THE SIGHT. I WILL BE HAPPY TO SEE IT.
    JYOTINDRA

  8. i like this song very much.aavu chhene ke mane gujrati sahitya mane bahu game chhe.ane aama pan aandhdi mano kagad aankha mathi aansu lavi de tevo chhe. i am proud of this poyet thnks

  9. TAHUKOTEAM
    THANHS
    GUJARATI GEETO SABHALI VAHALA GUJARATNI YAD AAVI GAI.SAHITYA SATHHE JODAYELO HU SAHITYATHHI DUR THHAI GAYO HATO.GUJARATI GEETO SABHALI AAKHAMATHHI ASHRU VAHI GAYA.AAPANI WEB SIDE JOI SABHALI MANASIC SHANTI MALI.FARI FARI AAPNO KHUB KHUB AABHAR
    DHIMANT

  10. This is an everfreen poetry of Guj.literature.The answar written by Minu Desai too is good.Now please let us have Master DhuLiya’s ” Dakor gamma bahjan dhun thayi” a hilarious comic record of yesteryear. Thanks

  11. How wonderfull site. i love this site. and thanks to all maker of tis site. gujrati ne gujrati ni odakh karavnar ne salam.

  12. નાનો હતો ત્યારે પ્રાથમિક શાળામાઁ આ કવિતા ભણેલો અને મને યાદ આવે કે, ત્યારે આ કવિતા વાચતા હમેશા રડતો. આજે મારા બાળકો વિદેશમાઁ ભણવા ગયા. રડવુઁ આજે ય આવ્યુઁ.

  13. “adhali mano kagal” ,i like this song because in this song or letter i feel some feelings that i have never experienced in my ’20’ year life. I read this song first time on ‘tahuko.com’. THANK YOU……….

  14. It is god that we have to BUY/PAY/PURCHASE for song, but i request to arrange for online sale, when we are not aware abot source/availability of cd/cassete. It will be service to genuine listners.

  15. ઘનુજ ઉત્તમ કવ્ય ઘન સમય પચ્હિ મ્લ્યુ થેન્ક્સ વેર્ય મચ્

  16. Hello, Everyone I just come to know about tahuko before few days its really a good gift for all gujratis over the world.As I am also far form home country Inida, I was too happy to listen all traditional songs in Gujarati. well anyways enjoy!!!! and keep posting good git and Bhajans…

  17. this is really mind blowing poem n really it says lots of to modern childes i appreciate poem for this such a meaningful poem,,,,

  18. it’s really very touchy and very true to the essence of life and salute to the poet who can write such a meaningful and creative.fabulous…
    jignesh shah from Leeds Uk

  19. ખોવઇ ગયેલિ આ રચના સાંભલિ ને બહુજ આનંદ થયો. બદ્ધાજ મિત્રો ને fwd. ક્ર્યુ. ‘દેખતા દિકરા નો કાગળ’ કેવિ રિતે સાભંળવા મળસે?
    તે જણાવશો.

    • Neeta ben it is indeed the truth..
      I loved the words man..
      seriously…i cried while listening to this song
      Can you please give me some info about this poem,like
      Who has sung this poem, who has given music to this poem, who has written this song…
      please reply…
      piyushlimbani@gmail.com

  20. this is a very touching song. I always wish and pray that all the people understand that parents are the biggest wealth in the world!!!!

  21. ઘના સમય થિ સોધતો હતો આ રચના પન આજે મલિ ગૈ ઇન્દુકકા નિ બહુ આનન્દ થયો.

  22. આ વાત ખૂબ દુ:ખદ છે .ગરીબી ને અંધાપો બે
    ભેગાં થતાં કઈ વિપત્તિ ના પડે ?માતૃહૃદય કેવું
    વલોવાય છે ?ઉમેરામાં વળી પુત્રવિહીન એકલતા ને
    નિરાધારપણું !મુશ્કેલીઓ ઢગલાબંધ જ આવે છે ને !
    જયશ્રીબહેનની પસંદ સમાજોપયોગી છે.આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *