કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

આજે ૧લી મે ર૦૧ર, ૫૨મો ગુજરાતદિન….., વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની વર્ષગાંઠ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!! જુન ૨૦, ૨૦૦૬ માં પહેલા મુકેલું આ પ્રખ્યાત ગીત ફરી એક વાર બે જાણીતા સ્વરોમાં…..

સ્વર – પ્રફુલ દવે

સ્વર – હેમુ ગઢવી

* * * * * * * * * * * * * * * * * * * *

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )

kesudo

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં દિલીપ આચાર્યના સ્વરમાં સાંભળો.

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

– ઝવેરચંદ મેઘાણી (કવિ પરિચય)

(પ્રફુલ દવે અને હેમુ ગઢવીના સ્વરમાં ઓડિઓ ફાઇલ માટે આભાર  www.jhaverchandmeghani.com)

296 replies on “કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી”

  1. ઓહ્…. તમરો ખુબ ખુબ આભાર પર્દેશ મ પન ગુજ્રરાત નિ યાદ આવિ ગૈ

  2. ઝવેરચંદ મેઘાણી નુ આ ગીત મને પણ ખુબ જ ગમે છે અને ઝવેરચંદ મેઘાણી નુ આ ગીત મે મારી જીંદગી માં પેલી વખત આપણા ગુજરાત ના જાણીતા લોક ગાયક ભીખુદાનભાઇ ગઢવીના મુખે થી સાંભળીયુ હતુ અને તે દીવસ થી માંડી ને આ લખતા સુધી ની ઘડી સુધી મને યાદ છે

    જામનગર થી મેહુલ રાવલ

  3. એચએમવીની જુની રેકોર્ડસમાંથી સ્વ.હેમુ ગઢવી, અભરામ ભગત, દુલા ભગતના કંઠે ગવાયેલા લોક ગીતો/ભજનો સંભળાવોને

  4. Its a really wonderful song and reminded me India and i have proud on my nations one of the most regarded poet and patriot Zaverchand Meghani

  5. Heartley congratulation for good & attractive LOKGIT from CHETAN GADHVI.
    I very glad to hard this because I go back 3decads when I read first time RASTRIY SAYAR MEGHANI. My father Dr. HARIBHAI B. GOHIL was a very fan of MEGHANI & HEMU GADHVI. Kindly launch some song or LOKGIT of HEMUBHAI

  6. THANK YOU TAHUKO.COM
    After 7 years i m listening this Song.
    Without you i dont get this song or may be i dont get this chance to listen our songs which makes me full.
    Once again thank you Tahoko.com

  7. કેમ આ કવિતા સાંભળી શકાતિ નથિ તથા તેને ડઊનલોડ કરવા શુ કરવુ જોઇએ, મહેરબાનિ કરિને જનાવશો.
    આપનો આભાર આવુ સરસ તથા દેશભક્તિ સભર લોકગિત સંભળાવવા બદલ

  8. Thanks for providing access to our culture specially to us who have not much knowledge about it, living abroad and not having good resources are main reasons for it . It’s really great to hear from Zaverchan Meghani’s collection. I will really appreciate if you can upload “Koino Ladakvayo”.

    Thanks a lot !!!
    -Jay(Canada)

  9. પ્રતિ સર્વ ગુજરાતી,

    એક નમ્ર વિનતી

    ગુજરાતી લખૉ તો મહેરબાર્ની કરી વ્યાકરણ પ્રતિ સમ્પૂર્ણ ધ્યાન આપવાની તકેદારી રાખશોજી. જૉ તમો કી બોર્ડ જોઈને ટાઈપ કરશો તો બરાબર ટાઈપ થશે.

    આભાર,
    નીલેશકુમાર બોસમીયા.

  10. મારો બ્ેીજેશ નાનો હતો તે સમ્યે ખુબ મોટેથેી આ ગેીત ગાતો હતો.નાન્પણ થેી જ કરુણ અને શૌર્યતા ના ગેીતો બહુ ગમે.ખાસ ઝ્વેર્ચન્દ મેઘાણેી ના બધા જ ગેીતો—.ત્મે “સુના સમ્દર નેી પાળે” રજુ કરેી શક્શો?

  11. This is really a great song for which I have waited 3 years to listen. Thanks a million for posting here. It is a great inspirational and energising song. Can someone please give its meaning.

  12. ગુજ્રરાતિ સાહિત્ય નિ રજુવાત્ આનાથિ સારિ રિતે ના થઈ સકે , આ ગુજ્રરાતિ નિ બહુ જ સારિ સાઈટ છે.

  13. આવી વેબ્સાઇટ જોયા પછી/સામ્ભળ્યા પછી બીજી વેબ્સાઇટ ફીક્કી લાગૅ છૅ. ગૂજ્જૂ અને ઍમાય ક્ચ્છી/કાઠીયાવાઙી હૉવાનુ ગૌરવ થાય છે.

  14. for gujarati its proud movement & specfialy for NRI its easy to feel gujarati neary by them..
    good job by site presentor
    keep it up

  15. વાહ!
    મારી શાળા અભ્યાસ ની યાદો તાજી થઇ ગઇ.
    પરદેશ મા આવી અદભુત કવિતા સાંભળવા મળવી એ એક સૌભાગ્ય અને ટહુકો.કોમ ને ખૂબ ધન્યવાદ.
    “Keep it up!”

  16. after listening song of ZAVERCHAN MEGHANI feel proud to indian and particularly GUJARATI……….JAY GARVI GUJARAT …….

  17. zaverchand nam e sorth na savaj samodu nam che ane je aa kavya thi aapna sorth ni janani ni takat batavi che e sachej ruvane ruvanu ubhu kari de che to zaver bhai ane tahuko ne pranam ane avi sorth na matao k j sant ane saput ne janm aapya evi matao ne pranam

  18. zaverchand e evu naam che k jeno joto lok sahitya ma nathi ane e khas aa kavya dwara je jom aajni yuva pedhi ma bhare che jene kharekhar ehsas thai k aapnu sorth su che aapni janm bhumi ni su takat che aapni janani mata ketli vandniya che to khas pela to tahuko , com no aabhar ke aa time ma aapni sanskruti jalvano abhutpurv prayatna ane sanskar nu sichna karva badal tahuko ane zaverchnd ke je kohinoor che tene saxat pranam

  19. zaverchand e sorath na sinh sama che ena aa kavya pankti ma ruvane ruvanu ubhu karva ni takat che ane e aa kavya dwara je mane direct vandana thai che te darek saput nu pranam aapna zaver chand ne chetan bhai na aawaz ne pan salam ane aa takat thi saurath janani ne matao ne pranam jene aava sant saput aa dhartim ne aapya

  20. vaah, very nice song,, America man raheta students mate to aa site potana desh ni mithi sugandh che..

  21. મારે આ સાઈટ પરથી થોડા  ગીતો ડાઉન્લોડ કરવા હોય તો કેવી  રીતે  કરી શકુ? 

     Jayshree : 

    Sorry Kapil, No Downloads are allowed from this site.

  22. વાત તો તમારી સાચી છે..
    પણ જયશ્રીબેન, અત્યારની પેઢી આ ગુજરાતી સાહિત્ય વિશે માત્ર વેબસાઇટો ને લીધે જ જાણે છે..

  23. ના પાર્થ,
    ગુજરાતી સાહિત્યમાં આવી વેબસાઇટોનું યોગદાન લેશમાત્ર પણ નથી. સાહિત્ય ટકે તો એના સર્જકો, અને કદરદાનોને કારણે.

  24. મજા પડી ગઈ…
    તમારો ખુબ ખુબ આભાર…
    સાચુ કહુ આવી વેબસાઈટો ને લીધે જ ગુજરાતી સાહિત્ય ટકી રહ્યુ છે..

  25. ચેતન ગઢવીના અવાજ મા મેઘાણી નુ કસુમ્બીનો રંગ સાંભળીને આ વાણિયા ના રુવાડા ઉભા થઇ ગયા, લોહી ઝડપથી દોડવા મન્ડ્યુ.
    આમા ક્યાય અતિશયોક્તિ નથી,હકિકતે બયાન છે.

  26. Zaverchand Meghani…as always the words he uses make you proud of being a Gujarati…you can feel “khumari” in his words. This is a sign of great poetry, where the words take front stage. the music is there to support the song, but one doesn’t even notice it. Gr8 one !

  27. રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીને મેં 1952માં
    વડોદરા કોલેજના સેંટ્રલ હૉલમાં આ અને કોઈનો
    લાડકવાયો ગીત સાથે સાંભળેલા.રોમ રોમ ઊભાં થયેલાં !જૂની યાદોને પાછી સ્મરણમાં લાવવા બદલ
    સૌનો આભાર !કવિને ભાવાંજલિ

  28. બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

    આખી કવિતા મને બહુ જ ગમે છે. તેના શબ્દો, તેની ગેયતા અને સૌથી વધારે તેમાંથી ટપકતા શક્તિશાળી ભાવની અભિવ્યક્તિ માટે- મેઘાણી જ આવું લખી શકે.
    ઉપરની પંક્તિઓમાં બિસ્મિલ અને કસુંબી એ બે શબ્દનો ખરેખર અર્થ શુ થાય છે તે મારે જાણવું છું.

  29. ગાયક : ચેતન ગઢવી

    મ્યુઝિક એરેંજર : સંજય ધકાણ

    લોકસાગરના મોતી – 1

    1 – ગુરૂજીના નામની માળા છે ડોકમાં
    2 – જપલે હરી કા નામ
    3 – મેરુ તો ડગે પણ જેના મન ના ડગે
    4 – કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી
    5 – હે જગ જનની, હે જગદંબા
    6 – શું પુછો છો મુજને કે હું શું કરું છું
    7 – મેલી મત જા મને એકલી વણઝારા
    8 – રામ સુમર સુખ ધામ જગત મેં

    લોકસાગરના મોતી – 2

    1 – મોરબીની વાણીયણ
    2 – કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપડી
    3 – ઝટ જાઓ ચંદન હાર લાઓ, ઘુંઘટ નહીં ખોલું
    4 – પાપ તારુ પ્રકાશ જાડેજા
    5 – લેશો નિશાસા પરણેતરના
    6 – પેલા પેલા જુગમાં રાણી
    7 – હાલી હાલી હું યે થાકી
    8 – કસુંબીનો રંગ

    લોકસાગરના મોતી – 3

    1 – કાનુડો માંગ્યો દેને યશોદા મૈયા
    2 – મારું વનરાવન છે રૂડું
    3 – એક ઝાડ માથે ઝુમખડું
    4 – ખમ્મા મારા નંદજીના લાલ
    5 – શિવાજીનું હાલરડું
    6 – ચાંદો ઉગ્યો ચોકમાં
    7 – અમે મૈયારા રે, ગોકુળ ગામના
    8 – મોર બની થનગાટ કરે મન

    (if interested in purchase of this collection, send email to tahuko.com@gmail.com with your contact details )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *