આવકારો મીઠો આપજે રે – દુલા ભાયા ‘કાગ’

થોડા વખત પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ સુંદર ગીત – આજે સ્વર -સંગીત સાથે ફરી એકવાર..
ચાલશે ને? 🙂

સ્વર : સંગીત – પ્રફુલ દવે

 

.

અને હા, તમે અહીં Bay Area માં હોવ તો પ્રફુલ દવેને રૂબરૂ સાંભળવાનો મોકો ચૂકી ના જશો.. 🙂
દાંડિયા & ડાયરો – પ્રફુલ દવે – May 22 & 23

———
Posted on Dec 26, 2008

ગુજરાતી પાઠ્યપુસ્તકમાંના ગીતો જો યાદ કરવાનું કહેવામા આવે, તો કેટલાય લોકોને આ ગીત તરત યાદ આવે… મને યાદ છે કે આ ગીત સ્કૂલમાં ઘણું ગાયું છે..

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું… કાપજે રે જી………

માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….

કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

– દુલા ભાયા ‘કાગ’

—-

કવિ ‘કાગ’નું બીજું એક ગીત – ‘ઊડી જાઓ પંખી પાંખ્યું વાળા‘ પણ ખૂબ જ સુંદર છે..

60 replies on “આવકારો મીઠો આપજે રે – દુલા ભાયા ‘કાગ’”

  1. જય શ્રેી બેન નો ખુબ ખુબ આભર્.

    કવિ કાગ નિ કાગ્ વાણિ,
    જાદવ ભાભા (ગઢડા વાળા) નિ મોજડિ- હાસ્યવાતો,
    કાનજિ ભુટા બારોટ નિ લોકવાર્તાઓ,
    નારાયણ સ્વામિ ના ભજનો,
    અખા ના ચ્હપ્પાઓ ,
    ભિખુદાન ગઢવિ નુ લોકસાહિત્ય અને
    પ્રફુલ દવે તથા દિવાળિબેન ભિલ ના લોકગેીતો
    – જો આ વસ્તુઓ આપનિ સાઈટ પર એકસાથે મળિ રહે તો ખુબ સરસ્.

  2. કવિ કાગ નેી અર્થ સભર્ રચનાઓ અને સાથે શ્રિ. પ્રફુલ દવે ના અવાજ મા વધુમા વધુ રચનાઓ ટહુકો.કોમ પર મુકવા વિનન્તિ.

  3. કાગ બાપુ દ્વારા રચાયેલ “શક્તિ ચલિશા” અપલોડ કરશો તો આભારી થશું.

  4. હુસિયારિ નિ ગાસડીયુ સૌને બધાવજે ચેતરાજે સમ્જ્યા ચતા તુ એક્લો આ કવિતા કવિ કાગ ની રચના ક્યા મલે?

  5. કવિ ‘કાગ’નું બીજું એક ગીત – ‘ઊડી જાઓ પંખી પાંખ્યું વાળા‘ પણ ખૂબ જ સુંદર છે.. લીન્ક પર ક્લીક કરતા જ

    https://tahuko.com/?p=2877 કે જે આ ગેીત બતાવે છે. “વડલો કહે મારી વનરાયું – દુલા ભાયા ‘કાગ’”

    યોગ્ય સુધારો કરજો.

  6. અદભુત ! અતિ સુંદર ગીત યાદ કરાવવા બદલ ખુબ અભાર.

  7. ખરેખર શાલા ના દિવસો યાદ આવિ ગયા…સુપર્…કેમ તમે અવ્યા ચો???…એમ નવ કહેહજે રે…

  8. એવુજ બીજું સરસ ગીત છે.
    ભાઈ મારો સાથીડો રીસાણો એને કોણ મનાવા જાય.
    પિંજર માંથી પોપટ ચાલ્યો પીંજરૂ ઝોલા ખાય્.
    ડૉ સેદાનેી.

  9. મને તો આ ગિત ખુબજ પસન્દ આવિયુ. આ કવિતા મર દાદા ગાતા હતા.

    ભુમિ પટૅલ .સિલ્વાસા

  10. Jai Shree Krishana,

    I like this poem since my childhood and I used to sing this poem a lot in my school time.

    Thank you.

  11. really I cannot finds words to express feeling of yoy when i hear all these songs
    Today I find this site and listen all gujarati songs and get very emmotional and feel very lucky and happy day of my life.
    still i am looking for Diwaliben Bhil songs and one of that is like ”MADH DARIYE (MADHRATE) (…I DONOT REMEBER THE WORDS) DARIYO DOLE….SOMETHING LIKE THAT i WILL OBLIGE IF U CAN GET ABOVE SONG AND INFORM ME BY EMAIL.THIS SONG I HEARED WHEN I WAS TEEN AND TODAY I AM SIXTY. LOVE BHIKHUBAHI, PRAFULBHAI,DIWALIBEN …. ALL SINGERS LIKE THEM
    THANKS
    DUSHYANT
    DUBAI

  12. રંગ ગુજરાત નિ ધરતિ ને જ્યાં કાગ ને મેઘાણિ જેવા સાહિત્ય કાર,
    હેમુ ગઢવિ, પ્રફુલ દવે, નારાયણ સ્વામિ જેવા ગાયક,
    ભિખુદાન ગઢવિ જેવા વક્તા, અને
    જોગિદાસ ખુમાણ જેવા જતિ બહારવટિયા,
    હોથલ જેવિ પદમણિ,
    અને કોક ના દિકરા ને બદલે પોતાના દિકરા ને વેધિ પર વધેરિ નાખિ આશ્રય ધર્મ સાચવ નાર દેવાયત બોદલ જેવા રત્નો જન્મ્યા. મને ગૌરવ એ વાત નુ છે કે ગુજરાત મારિ માં છે, મારિ જનેતા છે.

  13. શ્રી પ્રફુલ દવે ના સ્વર માં આવકારો મીઠો આપજે રે સાંભરી ને ધણો જ આનંદ થયો.ઘણું જ સારું કામ કરી રહ્યા છો . ધન્યવાદ.
    ઝાહેર અલિ
    પાકિસતાન્

  14. Kavi shree Dula bhaya kag Ni Vani sambhlvani khub i6a hati je aje puri thai. Parantu Potana avaj ma sambhlva na mali To su karuvu pade…Margdarshan aapva vinanti…Thank You Very much

  15. માનનીય વડીલ બંધુ
    શ્રી પ્રફુલ દવે ના સ્વર માં આવકારો મીઠો આપજે રે સાંભરી ને ધણો જ આનંદ થયો.ઘણું જ સારું કામ કરી રહ્યા છો . ધન્યવાદ.
    નવીન આમ્રીવાલા ના
    જયશ્રી કૃષ્ણ

  16. JAISHREE,

    HE JI TARA AANGADIYA BHAJAN SAMBHDI NE “DIL MA KOIK GARIB MATE KARVA NI BHAVNA UTPIT THAI, RADAY BHARAI GAYU, KADACH AAVA
    BHAJAN SUKHI MANSO SAMBHDE TO
    AAPNA GUJARAT -SAURASHTRA ANE KUTCH MATHI MANAS NU DUKH HATI JAY,ANE KUTUMB BHAVA UTPAN THAY,

    AAJ ROJ BIJO PAN ANUBHAV SAVARNA -06 O CLOCK THATYO,HU SUTO HATO ANE BAHEN -BHAJAN GATA HATA ,”KHAP ME KHAPI JANA JOGESWAR MATI ME MILJANA
    THODA KARO ABHIMAN EK DIN MITI ME MILJANA, SONA PAHERO, RUPA PAHERO PAHERO SACHA HIRA,

    EK GARIB BAI NA AASHIRVAD,DUKH BHARI AAVJAJ AAJ KAIK KOIK NAMATE KAM KARVA NI AASHA UPJAVI GAYU?

    AAP AA BHAJAN AAPSO?

    SHANTILAL THACKER

    EK GARIB VRUDH BEN,

  17. ઘના વરસો બાદ આ ગીત સામ્ભલવા મલ્યુ. મઝા આવી.

  18. THIS WAS OUR CULTURE AT ONE TIME, AND SEE,WHAT WE HAVE DONE TIDAY. HOW WE CALL OUR SELVES CIVILIZED? BECAUSE WE HAVW TV,CELL PHONE,AND MANY MODERN FACILITIES… I THINK WE HAVE LOST MANY OUR GOOD VALUES…

  19. This KAG bhajan is popularised many decades back is well known to many. But the beauty of this bhajan is its words which make any rock hard person cry.. Especially, “manavi ni pase koi….” and ” kem tame aavya chho….” !!

    I am vocal cum instumental. My father sung dis bhajan when he heard Sant Shri Punit Maharaj at our place.. Later this gift was donated to me and i sang many times… I just luv dis bhajan.. Incredible..
    Jai ho Dula ji..
    regards
    Rajesh Vyas (Chennai)

  20. Can you please, help me find “sapna na vavatar” title song ? Very nice site. Indeed I enjoyed all the collection you have.
    Thank you very much.

  21. બહુજ સરસ સઈટ ,,ગુજરાત યાદ આવિ ગયુ…
    ખરેકખર ખુબ મજા આવિ ગઈ.
    ચન્દ્.

  22. બીજી બધી ભાષામાં કોઈ જતુ હોય ત્યારે Good Bye – વિદાય આપવાની ભાવના હોય છે પણ એક્માત્ર ગુજરાતી ભાષામાં “આવજો” માં ફરી આવવાનુ નિમંત્રણ છે.

    ખરેખર સુંદર રચના. અતિથિ સત્કાર કેવી રીતે કરવો તેની સુંદર રજુઆત.
    કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
    એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
    કોઈ વ્યકિત મજબુરીમાં મદદ માંગવા આવશે તો એકદમ નહીં બોલે એને પ્રેમથી બોલાવી, ધીમે ધીમે એની વાત માથુ હલાવી રસથી સાંભળીએ છે ની ખાતરી થશે ત્યારે તે મદદની ટહેલ નાખશે.

    કોઈ વ્યકિતને તમે ઝાંપા સુધી મુકવા જાવ ત્યારે તેનુ તમારે ધેર આવવુ તમને ગમ્યુ છે ની પ્રતીતી તમે કરાવો છો. પ્રેમથી લહેકા સાથે એ…આવજો.. ફરી આવવાનુ નિમંત્રણ છે.

  23. વાહ્….. કેવી મીઠી બોલી !!
    અને પ્રફુલ્લભાઈના અવાજમાં મધમીઠી !!

  24. દુલાભાયા કાગનાઁ પુસ્તકોનેી માહિતેી આપવા બદલ
    ભાઇશ્રેી જય પટેલનો ઘણો જ આભાર !વડલાવાળુઁ
    ગેીત તો મારેી પાસે પણ છે જ .સૌનો ય આભાર !

  25. અરે વાહ, ચાલશે શું? ભાઈ ઉડસે. ખૂબ ખૂબ આભાર. મારી favorite Poem માની એક. ધોરણ-૬ યાદ આવી ગયું.
    કાવ્ય-૧૦.

  26. ઊડી જાઓ પંખી !

    આ ગીત કવિશ્રી દુલા કાગના પુસ્તક કાગવાણી ભાગ-૩માં છે.
    આ ગીત નાના વણૅન સાથે મુકવામાં આવેલ છે. ગીત નંબર -૨૪
    પાન – ૨૨૫
    કાગવાણી -૩ માં સુંદર કવિતા અને ગીતો છે.
    દુલા કાગની કવિતાઓમાંથી ધરતીનો ધબકાર અને મહેંક આવે છે.
    કવિશ્રી દુલા ભાયા કાગ ગુજરાતની ધરા પર થયેલાં અનેક રત્નોમાંના એક છે.

    ધન્ય ધન્ય ધરા ગુજૅર.

  27. Looks like you have already got the lyrics for the “Udi Jao Pankhi Paankho Vala Ji”. Just to confirm you can check Std VIII/IX/X ‘s gujarati text book. They have this as a poem.

  28. Harsukh Doshi
    I was searching this song since long but did not know the heading. To day while surfing, I clicked with doubt in my mind, to my i got it. Thank You
    Jug Jug Jivo Tahuko only these words I can utter.
    Harsukhj.

  29. Every Gujarati should buy ‘ KaagWani “. This is a set of 5 Books. The First 4 Books are in Padya and Last is in Gadya. The Last one has many Anubhav-Vakyo from which we can learn and implement in our life, Good books for young Gujaratis.

    KaaGWani
    Part 1-5
    Publisher : Gurjar GranthRatna Karyalay
    Ratan Pole Naka Same
    Gandhi Road
    Amdawad.
    Buy Gujarati Books to Keep Live Our Gujarati Warso.

  30. કવિ દુલા કાગનેી કવિતાના પુસ્તકોના પાઁચે ય ભાગ મારેી પાસે છે. જેટલો વધુ ઉપયોગ એટલો વધુ આનંદ. આપને ઉપયોગી થાય તેમ હોય તો જણાવશો.

  31. કવિ કાગનુ આ ઘણૂ સરસ ગિત ચ્હે. તમે જે ગિત કહો ચ્હો તે ગિત મારિ બહેને મને હમણા જ આપેલિ એક book from information dept. gandhinagar આવકરો મિઠો મા થિ શબ્દશઃ મુકુ ચ્હુ.
    ઉડી જાઓ પંખિ પાંખુ વાળા…જિ
    વડલો કહે ચ્હૅ વનરાયું સળગિ (૨)
    મુકિ દિયો જુના માળા ઊડી જાઓ ….
    આભે અડીયાં સેન અગન નાં, ધખિયાં આ દશ ઢાળા જિ;
    આ ઘડીઍ ચડી ચોટ અમોને (૨)
    જડપિ લેશે જવાળા …ઊડી જાઓ…
    બોલ તમારા હૈડા માં બેઠા, રુડા ને રસ વાળા જિ.
    કોક દિ આવિ ટઉકિ જાજો (૨) મારિ રાખ ઉપર રુપાળા . ઊડી જાઓ….
    પ્રેમિ
    પંખિડા પાચ્હાં નહિં મળીએ, આ વન માં વિગતાળાં જિ ;
    પડદા આડા મોત નાં પડીયા(૨), તે પર જડીયાં તાળાં ….ઊડી જાઓ …
    આશરે તારે ઇંડા ઊચ્હેર્યા, ફળ ખાધા રસ વાળા જિ;
    મરવા વખતે સાથ ચ્હોડી દે (૨) એ મોઢા મસ વાળાં……ઊડી જાઓ
    ભેળાં મરશું , ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જિ;
    કાગ’ કે આપણૅ ભેળા બળશું (૨) ભેળાં ભરશું ઉચાળા . …..ઊડી જાઓ

  32. કવિ કાગનુ આ ઘણૂ સરસ ગિત ચ્હે. તમે જે ગિત કહો ચ્હો તે ગિત મારિ બહેને મને હમણા જ આપેલિ એક બુક આવકરો મિઠો મા થિ શબ્દશઃ મુકુ ચ્હુ.
    ઉડી જાઓ પંખિ પાંખુ વાળા…જિ
    ઉડી જાઓ પંખિ પાંખુ વાળા…જિ
    વડલો કહે લો કહે ચ્હૅ વનરાયું સળગિ (૨)
    મુકિ દિયો જુના માળા ઊડી જાઓ ….
    આભે અડીયાં સેન અગન નાં, ધખિયાં આ દશ ઢાળા જિ;
    આ ઘડીઍ ચડી ચોટ અમોને (૨)
    જડપિ લેશે જવાળા …ઊડી જાઓ…
    બોલ તમારા હૈડા માં બેઠા, રુડા ને રસ વાળા જિ.
    કોક દિ આવિ ટઉકિ જાજો (૨) મારિ રાખ ઉપર રુપાળા . ઊડી જાઓ….
    પ્રેમિ પંખિડા પાચ્હાં નહિં મળીએ, આ વન માં વિગતાળાં જિ ;
    પડદા આડા મોત નાં પડીયા(૨), તે પર જડીયાં તાળાં ….ઊડી જાઓ …
    આશરે તારે ઇંડા ઊચ્હેર્યા, ફળ ખાધા રસ વાળા જિ;
    મરવા વખતે સાથ ચ્હોડી દે (૨) એ મોઢા મસ વાળાં……ઊડી જાઓ
    ભેળાં મરશું , ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જિ;
    કાગ’ કે આપણૅ ભેળા બળશું (૨) ભેળાં ભરશું ઉચાળા . …..ઊડી જાઓ

  33. તમને આ ગીત રાજકોટ રેડીયો પાસેથીજ મળે એ દુલા કાગ ના પોતાના જ અવાજ મા સાભળવુ એ જીવનનો લહાવો ચે.એવુ બીજુ ગીત “રામ નુ રૂપ ધરુ ત્યા મને એવા સન્કલપ નાવે”

  34. આજે આ ભાવના રહી છે ખરી?

    શાળાના દિવસોનું મારું મનગમતું ગીત… ફરીથી એ દિવસો યાદ આવી ગયા જ્યારે વાતે-વાતે આ ગીતની પંક્તિઓ ગનગણાવતા રહેતા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *