ગુજરાતના વ્હાલા અને વિખ્યાત સ્વરકાર એવા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયને થોડા વધુ નજીકથી ઓળખવાનો પ્રયાસ – અમર ભટ્ટ અને એમની દીકરીઓના શબ્દોમાં….
‘ગુજરાતના proud possession…. શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય’ – સ્વરકાર અમર ભટ્ટ
ગુજરાતના proud possession એવા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય વિષે થોડીક વાત કરતાં અત્યંત આનંદ થાય છે. હું ખૂબ નાનો હતો ત્યારથી પુરૂષોત્તમભાઇને સાંભળતો આવ્યો છું ને માણતો આવ્યો છું. ઘણીવાર એવો વિચાર આવે છે કે એવું તે શું છે આ માણસનાં સંગીતમાં કે તે આટલી બધી અસર કરે છે? મને લાગે છે કે સૌથી વધુ સ્પર્શતી બાબત એ એમના અવાજની, એમની રજઆતની અને એમના સંગીતની તાજગી છે. એક જ ગીત એમની પાસે અનેકવાર સાંભળો છતાં એ even fresh લાગે. ગુજરાતી સુગમસંગીત પુરૂષોત્તમભાઇને પામીને ધન્ય બની ગયું છે. કોઇપણ યુવાન કલાકાર માટે પુરૂષોત્તમભાઇ એક આદર્શ છે. હું ઘણીવાર કહેતો હોઉં છે કે પુરૂષોત્તમભાઇ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. મને એમની સાથે રહેવાનું ને એમની પાસે શીખવાનું મળ્યું તે મારા જીવનનો એક અગત્યનો વળાંક છે તેમ હું માનું છે. જેટલી ગઝલો સ્વરબધ્ધ કરી છે તે બધી જ પુરૂષોત્તમભાઇનાં માર્ગદર્શન પછી અને એમની અસર નીચે સ્વરબધ્ધ થઇ છે તે વાતનો નિખાલસ સ્વીકાર કરું છું.
.
એમના કાર્યક્રમો, બેઠકો એ બધું જ આજે આંખ સમક્ષ પસાર થઇ જાય છે. એ મહેફિલો સવાર સુધી ચાલતી એમ થાય છે કે આ મહેફિલ પૂરી જ ન થાય. મારો એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મેં પુરૂષોત્તમભાઇને દિવસમાં એકવાર યાદ ન કર્યા હોય. એક શિક્ષક તરીકે પુરૂષોત્તમભાઇ ખૂબ વિશાળ હ્રદયનાં છે અને પોતાની પાસે રહેલું બધું જ આપણને આપવા તત્પર છે. આવા નિખાલસ, વિશાળ હ્રદયનાં ગુરુ મેં જોયા નથી. ઘણીવાર સપનામાં મને એમના કાર્યક્રમો આવે છે. Mozartની biographyમાં સંગીત-music ની સરસ વ્યાખ્યા છે.
‘It is the space between the notes that makes music’.
આ વાત પુરૂષોત્તમભાઇનાં સંગીતમાં દેખાય છે. કવિવર ટાગોરની કવિતામાં એક ભાવકનો પ્રશ્નો છે તે મારાં પણ પ્રશ્નો પુરૂષોત્તમભાઇ માટે છે :-
‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો? હું તો અવાક થઇને સાંભળી રહું છું તમને, એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યોય જડતો નથી. કાંઇ કહેવા માંગું છું પણ શબ્દો અટકી જાય એ. હાર માનતા મારો પ્રાણ રડે છે. મારી ચોરેતરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે?’
.
મારો પુરૂષોત્તમભાઇ સાથે ઘનિષ્ઠ પરિચય થયો તેના કારણમાં આપણા ખબ સુંદર સ્વરકાર દક્ષેશ ધ્રુ છે અને એટલે હું દક્ષેશભાઇનો પણ ખૂબ આભારી છું કે મને પુરૂષોત્તમભાઇનો પરિચય કરાવ્યો.
આવા સંપૂર્ણ કલાકાર ગુજરાત પાસે છે એ ગુજરાતનું સદનસીબ છે. ગુજરાત બહારના કલાકારોને હું જ્યારે પુરૂષોત્તમભાઇને અનોખો આદર અને અનેરું સન્માન આપતા જોઉં છું ત્યારે મારી છાતી ગજગજ ફૂલે છે અને એક જુદું જ રોમહર્ષણ થાય છે જે હું શબ્દોમાં વર્ષવી શકતો નથી. પુરૂષોત્તમભાઇ વિશે આ થોડીક વાત કરવાની તક આપવા બદલ આપનો આભાર માનું છું.
– અમર ભટ્ટ
——————————–
(‘થેંક યૂ પપ્પા’ માં પ્રકાશિત)
‘પપ્પા એટલે હાર્મોનિયમની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ – વિરાજ અને બીજલ ઉપાધ્યાય
અમે પુરુષોત્તમ ઉપાધ્યાયની દીકરીઓ છીએ. હું બીજલ, ઘરમાં સૌથી નાની અને વિરાજ મારાથી મોટી બહેન. હું નાની છું છતાં લગ્નની બાબતમાં પહેલ મેં કરી! પછી વિરાજ મારા રસ્તે ચાલી. અમને ઉછેર્યા ચેલણા ઉપાધ્યાયે અને છાવર્યા પુરુષોત્તમ ઉપાધ્યાયે. ગયા ભવની અમારી સાધના એવી છલોછલ હશે કે આ ભવે અમને પુરુષોત્તમ જેવા પિતા અને ચેલણા જેવી મમ્મી મળી.
.
પપ્પાથી સંગીત જેટલું નજીક એટલાં જ નજીક અમે. પપ્પાનું ઘર એટલે સંગીતનું નગર. વોશ-બેસિનના ખળખળ વહેતા નળમાંથી પણ તમે ‘સા’ ઘૂંટી શકો એવો સૂરીલો માહોલ..! પપ્પા આઠ વર્ષના હતા ત્યારથી મુંબઇમાં છે. કલાકાર તરીકેનો એમનો સંઘર્ષ અમારી આંખો સામેથી પસાર થયો છે. એ દિવસોના પપ્પા અને અત્યારના પપ્પામાં દુનિયાદારીની દ્રષ્ટિએ ઘણો ફેર છે. પણ, અમારા માટે તેઓ ક્યારેક નથી બદલાયા.
એમની કારકિર્દીનો સૂરજ ઊગવાને સંઘર્ષ કરતો હતો ત્યારથી લઇને આજ સુધી એમણે અમને કે મમ્મીને અછતના અંધકારમાં જીવતાં નથી શિખવાડ્યું. જીવન સાથે સમાધાન કરે પણ માંડવાલ કરે, એ પપ્પા ન હોય!
.
દુનિયાની નિષ્ફળતાને ભૂલીને તેઓ જ્યારે અમને ઉછેરતા ત્યારે અમે પણ અંદરથી મક્કમ બની જતાં! પપ્પા એટલે જુસ્સાનો પર્યાય. (અને હા, ક્યારેક ક્યારેક ગુસ્સાનો પણ!)
ગુસ્સાની વાત નીકળી છે ત્યારે યાદ આવે છે બીજલનો જન્મદિવસ… એ દિવસે પપ્પા બીજલ ઉપર ખૂબ ગુસ્સે થયેલાં પણ, પછી ગુસ્સો ઓસર્યા એટલે પોતે જ રડવા બેસી ગયા… ત્યારે ખબર પડે કે રડવા માટે જ ગુસ્સો કર્યો હશે..!
જો કે ગુસ્સે થવાની પરંપરા હવે વિરાજે સંભાળી છે, પપ્પાને ખખડાવવાની બાબતે વિરાજ ખાસ્સી ઉદાર છે. એમને કોઇ વાતે રોકવા, ટોકવા, વધુ બોલતા અટકાવવા – આ બધા પ્રશ્નો વિરાજ ઉકેલી શકે. જો કે આ પ્રકારના કાર્યક્રમમાં મમ્મીનો ફાળો પણ હૂંફાળો..! છતાં પણ, આ બધાની વચ્ચે પપ્પા એટલે સંગીત… મહેફિલ… વહાલ અને ખુલ્લેખુલ્લું ખડખડાટ હાસ્ય…!
ગુજરાતી સંગીત સાંભળનારો દરેક શ્રોતા જાણે છે કે પપ્પા એટલે સુગમ સંગીત… સંગીતના સંસ્કારો અમારી ઉપર થોપવામાં નથી આવ્યા, અમે કેળવ્યા છે. આત્મસાત કર્યા છે. ઘણા એવા કલાકારોને અમે જોયા છે કે એમનાં દીકરા-દીકરી ઉપર પોતાની કલાનો વારસો ઊતરે એ બાબતે સભાન રીતે પ્રયત્ન કરતાં હોય…! વળી, ઘણાને એમ હોય છે કે પુરુષોત્તમભાઇની દીકરીઓને તો સંગીત આવડવું જ જોઇએ ને! પપ્પાએ ‘મસ્તી પડે તો જ ગાવું’ – ના આગ્રહની પરંપરા અમને સોંપી છે.
એમની પાસેથી અમે સંગીતની ઘણી બારીકાઇ શીખ્યાં છીએ. હારમોનિયની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ શીખ્યાં છીએ. પપ્પા બેસ્ટ પરફોર્મર છે. ઉત્તમ ગાયક, ઉત્તમ સ્વરાંકન, ઉત્તમ કવિતા – આમ, બધું જ ઉત્તમ ભેગું થાય ત્યારે ‘શ્રેષ્ઠ’ – પરફોર્મરનો જન્મ થયો હોય છે. એમનાં ગીતો અમે હજ્જારો વાર હજ્જારોની સંખ્યામાં એમના જ કંઠે સાંભળ્યા છે છતાંયે અમને ‘કાન છુટ્ટો’ કરવાનું મન ક્યારેક નથી થયું. પપ્પાનું સંગીત અમને વધુ ગુજરાતી બનાવે છે.
.
પપ્પા બીજાના કાર્યક્રમોને પણ સાંભળે… સારુ લાગે તો દાદનો વરસાદ વરસાવી દે. વળી, પપ્પા નવી ટેલેન્ટને ઉછેરવામાં વધુ પડતાં ઉત્સાહી… આ બાબતે બહુ ઓછા કલાકાર એવા હશે જે ‘નવા’ ને સ્વીકારવામાં એમનાં જેટલો ઉસ્તાહ બતાવી શક્યા હોય.
ક્યારેક પપ્પાની ખૂબ ચિંતા થાય છે, એમના ‘પોઝિટિવ એટિટ્યૂડ’ – ને કારણે. તેઓ તબિયતની ચિંતા કર્યા વગર પ્રવાસો અને કાર્યક્રમો કર્યા જ કરે છે. ઉપરના સૂર ભરે છે ત્યારે ભૂલી જાય છે કે એમણે બાયપાસ કરાવી છે. (જો કે ગાતી વખતે બધું જ ભૂલી જાય એનું જ નામ કલાકાર ને!) આ બધું એટલે કહ્યું છે કારણ કે ‘પિતાની ચિંતા’ એ દીકરીઓનો વિશેષાધિકાર છે.
.
એમની બધી જ મર્યાદા વચ્ચે એમની વિશેષતાને દુનિયા સલામ કરે છે અને અમે એમની વિશેષતાઓને પ્રણામ કરીએ છીએ. એમણે ક્યારેય સ્ટેજ પરથી અમારી પાસે એમનાં જ સ્વરાંકનો ગવડાવવાનો આગ્રહ નથી રાખ્યો. એમણે અમારી પાસે બીજા સ્વરકારોનાં સ્વરાંકનો જ ગવડાવ્યાં છે. પણ, એ વાત ખરી કે અમે ગાતાં હોઇએ છીએ ત્યારે એમના ચહેરાનો હાવભાવ જોઇને અમને જે ખુશી થાય છે એવી ખુશી બીજે ક્યાંય નથી મળતી..!
.
આજે તો પપ્પા ઉંમરના એવા પડાવ પર છે જ્યાં સંઘર્ષનો ભૂતકાળ હવે હર્ષનો વર્તમાનકાળ બની ગયો છે. એ વિદેશ ગયા હોય છે ત્યારે પણ હમણાં ચાલીને અમારા ઘરે આવશે અને અમારા દીકરાઓ જોડે ક્રિકેટ રમશે – એવો આભાસ થાય છે.
યાદ છે ત્યાં સુધી બીજલના લગ્ન વખતે પપ્પા ખૂબ રડેલા. જેનાથી એમની તબિયતને અસર થઇ હતી. એટલે વિરાજના લગ્ન વખતે અમે નક્કી કરેલા પ્લાન મુજબ એમને સૌથી છેલ્લે મળીને વિરાજે સીધા નીકળી જ જવાનું રાખ્યું. વળી, અમે બધાએ એમને બીજા કામમાં રોકી રાખ્યા. આવું એટલા માટે કર્યું હતું કે એમની તબિયતને અસર ન થાય. ‘સોરી પપ્પા, પણ રડતા પપ્પાને જોવાનું કઇ દીકરીઓને ગમે?’
.
આમ તો ધારેલું કે પપ્પાને પત્ર સ્વરૂપે વાત કરતાં હોઇએ એ રીતે લખવું, પણ પછી વિચાર આવ્યો કે પપ્પાને પત્ર લખવો પડે એટલે દૂર રાખવાનું કોઇ કારણ? પપ્પા વિશે લખવું એટલે અરીસા સામે ઊભા રહીને આપણે જ આપણો ફોટો પાડવો; જેમાં ફ્લૅશના અજવાળા સિવાય કંઇ જ દેખાતું નથી હોતું !
દુનિયા મા બહુજ ગમતિ વ્યક્તિ માનિ એક વ્યક્તિ શ્રિ પુરુશોત્તમ્ ભાઇ
તારો જનમ દિવસ હર સાલ રહે તારિ હસ્તિ હજરો સાલ ૨હે
આનન્દ આનન્દ થયો. પુરુશોત્તમ ભાઇને મલ્યે વરસો વિતિ ગયા. આજે Tahuko દ્વારા મુલાકાત થઇ ! જુનિ યાદો તાજિ થૈ..માન્દ્વવાનિ જુઇ યાદ આવિ ગયુ. It was all time classic ! Tried Gujarati Lipi but it seems, I am not used to the software and there are so many spelling mistakes when I type Gujarati version through English keyboard ! Finally given up ! Hope readers will excuse !
મુ.વ પુરશોતમ ભાઈ માટે જેટલુ કહઍ તેટલૂ કમ ઈશ્વર તેમ ને ૧૦૦ વર્શ નુ અને તન્દુરસ્તૅ જિવન આપે
પુરુશોત્તમભાઈ ને સાભળવા ઍ આહ્લલાદક અનુભવ છે
જો કોઇ વ્યક્તિ ને ગુજરાતી સુગમ નો ચાહક બનવવો હોય તો તેને પુરુષોત્તમભાઇ ઉપાધ્યાય ની કોઇ રચના સંભળાવો.આટલુ જ ઘણુ છે.
પુરૂષોત્તમ ભાઈના સ્વરોમાં ગઝલ કે ભજન કે રાસ..દરેક કૃતિઓ સાંભળવાનો લાહવો અનેરો છે.
જુગ જુગ જિવો વિરલા ગુજરાતિ એવા પુરુશોત્તમ્ ભાઈ …
ત્રિસ પાન્ત્રિસ નહિ પન કદાચ પિસ્તાલિસ વર્શ ઉપર સામ્ભલેલા………
ત્રિસ્-પાન્ત્રિસ વર્શ ઉપર તેમને અવિનશભઐ સાથે નદિયાદ સાથોદરા નાગરના હાત્કેશ્વર મા સામ્ભલ્યા હતા….એવોજ સુર હજિ સામ્ભલવ મલે ચ્હે….આભાર તહુકા ને અને પુરુશોત્તમ ભૈ ને……અભિનન્દન્.
resp.shri purushottambhai upadhyaya is on of ANMOL RATAN for GUJARATI SUGAM SANGIT. emani darek swarbadhha kareli rachana temana j avaj ma sambhalva ni alag maja 6…..
પુરુશોત્તમ ઉપાધ્યાય ગુજ્રરાત નુ મોઘેરુ રતન છે.
અનિલ જોશિ નિ રચના ‘મારિ કોઇ ડાળખિ મા પાદ્ડા નથિ’પુરસોત્ત ઉપાધ્યાય ના કમ્પોઝ અને અવાજ મા સાભળો તો ખબર પડ્શે કે મ્યુજિક કમ્પોઝ આનુ નામ્…..
ન ભુતો ન ભવિશ્યતી .પુજ્ય પુર્શોતમભાઈ વિશે આવુ કહિ શકાય્. આવા મહાન ગાયક ને શત શત પ્રણામ
જ્યારે જ્યારે અને જ્યા જ્યા ગુજરાતિ સન્ગિત સાઘના અને સેવા નિ વાત આવશે ત્યારે ત્યારે પુરસોતમભાઈ નુ નામ સુવર્ન અકક્શરે લખાશે
ખુબ ખુબ અભિનનદન અને પ્રણામ
પ્રફુલ રાણા
આનંદ થયો મારી રીતે ગુજરાતી લખવાનું મળ્યું.
શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયને વર્ષગાંઠની મુબારક.
વર્ષો પહેલાં શ્રી રેશમીયા સાથ કીટ્વે આવ્યા હતા ત્યારે જોક સંભળાવેલા.
તે પછી શ્રી હંસાબેન સાથ આવ્યા હતા, બધું રેકર્ડીંગ હજી છે.
આવજો.
કાંતિલાલ પરમાર
હીચીન
હેપિ બર્થ ડે ટુ યુ.
શ્રિ પુરુશોત્તમ ભાઈ.
આપની મુલાકાત ઝામ્બિયા કિત્વે થઇ હતી
આપ શ્રી રેહ્સમીયા સાથ આવ્યા હતા
તે પછી હંસા દવે સાથ
મારી પાસે બધું રેકોર્ડીંગ છે
શ્રી ચંદુભાઈ મતાની સાથેના સંગીત પણ છે
કાંતિલાલપરમાર
હીચીન
Plz give me the song dard ne gaya vina roya karo,plzzzzzzzzzz
પુરુશોત્તમ ઉપાધ્યાયને ગુજરાતિ સુગમ સન્ગેીત યગ્ન ના અધ્વરયુ માનુ તેમન પર મા સરસ્વતિનિ અસિમ ક્રુપા ચે.
પુર્શોતમ ઉપાધ્યય ગુજરાતી સુગમ સગીત નો ટ્હુકો
P.Upadyayji ne chicago man sambhdiya& joya hata. vat pan karihati. Lajawab. viraj bijal na kanthe kevi hashe…geet samdyu hatu ,te agar muksho to abhar thashe.
આવો કલાકાર અને ઉમદા વ્યક્તિ ઈતિહાસ વારેવારે આપતો નથિ.
અદ્ ભુત કર્યક્રમ હતો સુરોત્તમ પુરુશોત્તમ્…
૧૪ સુન્દર ગિતો પ્રખ્યાત ગાયકો એ ગાયિ ને ક્રુત્ગ્નતા વ્યક્ત કરિ….અન્કિત ત્રિવેદિ નુ સન્ચલાન સરસ્….પ્રારમ્ભ અને અન્ત પુરુશોત્તમ્ભૈ એ યાદ ગાર કર્યો………….
ગઇકાલે શ્રી પુરુષોત્તમ ભાઇનો સ્વાગત સમારભ મુમ્બ ખાતે હતો.
સ્વરસામ્રાગ્ની લતા મગેશકરના હ્સ્તે સ્વરોત્તમ પુરુષોત્તમ ભાઈનુ સન્માન,શ્રી સુરેશ દલાલ અને અનેક કવિઓ ત થા જનતાની ઉપ્ સ્થિતિમા થયુ.
આજના મુમ્બઈના સમાચારોમા તેનો ઉલ્લેખ છે.
Plese give me address of Purshottam Ji’s address or contact number or email…plzzzzzzzzzzzzzzzzzzzzzzz
માત્ર એક જ શબ્દ મા લખિયે તો ” અદભુત અવાજ” સાથે સાથે ભાશા તરફ નો ખુબ જ પ્રેમ.
હરિશ શુક્લ
કેરોલ સ્ત્રેીમ્
BELATED HAPPY BIRTHDAY…2 PURSHOTTAMBHAI. I VISITED PARTICULLRLY THIS PAGE TODAY… GHANU BADHU JANVA MALYU. PURSHTTAM BHAI MATE… ANE AME PERSONALLY PROGROMMEN ATTENDED KARLO CHE. THE PROGRAMME WAS DEIDCATED TO LATE.SHRI AVINASH VYAS.. AT BIRLA ..BOMBAY.. IT WAS REALLY NICE… IF I WILL GET A CHANCE IN FUTURE..I WILL NOT MISS IT..THANKS JAYSHREE BEN.. JUST BECAUSE OF U WE ARE IN R TOUCH WITH QUITE BIGE PERSONALITY OF GUJRATI PEOPLE….THANKS AGAIN.
REGARDS,
FALGUNI
jya sudhi mara knowledge ma che tya sudhi purushotam upadhyay saheb nu j ek geet che “kagal vinana ne shabdo vinana ame lakhye to kem kari lakhiye” jo poosible hoy to please aa song update karashoji.
i listen often purushottam uppadhayay saheb in gujarati garba like atra ….tatra…sarvatra…shre gauri putra ganesh…very nice song/i remember my village,my river,banayan trees,farm and sunrise and sunset…i rember my childhood.sir thanks you remember my nation my garvi gujarat…jay jay garvi gujarat…
and narmde sarvde….
kharekhar aapna sangeet ma jordar jadu 6. hu niyamit aapna song sambhalu 6u. thanku
Purushottam saheb is the firs singer in gujarat who is the best
જન્મ દિન મુબારક! ગુજરાતિ ગાઈકિ ને ખુબ ઉચિ કક્ષા પર સ્થાપિત કરવા માટે આભાર.
હુ પુરુષોત્તમભાઇ નો ખુબ ચાહક છુ, પણ આજે દિકરીઓનો પ્રેમ જોયને હૈયુ ભરાય આવ્યું, પિતા પુરુષોતમભાઇ ને પણ સલામ…….મને પણ બે દિકરીઓ છે…એટ્લે ખાસ..
મુકેશ જાની
સુરત
શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયને મારા પ્રનામ
બહુ થોડા લોકો ને ખબર હસે તેઓ ઉત્તરસન્ડા ગામ ના ચે.મારા ગામ ના ગૌરવ ને લાખ લાખ વન્દન્……
મુકેશ મેક્વાન
નડિઆદ્.
મે હમના એક મારા અવાજ નો પ્રયોગ કર્યઓ ચ્હે.સ્શ્રિમેઘ્બિન્દુનુ ગિત કસમ દિધા ચ્હે મને શ્રિ પુર્શોત્તમ્ભઐ એ બહુજ સુન્દેર સ્વરન્કાન કરુ ચ્હે.આ ગિત મને બહુ જ ગમ્યુ હતુ અને જય્શ્રિબેનને વિનન્તિ કરતા તેમને ત્વરિત તહુકો પર મુક્યુ હતુ
પુરૂષોત્તમ ઉપાધ્યાયને સાંભળ્યા પછી જ હું ગુજરાતી ગીતો સાંભળતો થયો.
પુરૂષોત્તમ ઉપાધ્યાયની તોલે આવે એવો કોઇ સ્વરકાર કે ગાયક અત્યારે દૂર દૂર સુધી દેખાતો નથી.
તારો ચ્હેદલો તુ માથે રાખ ને જરા હોય તો સામ્ભલવુ ચ્હે – શ્રિ પુરુશોત્તમ જિ ના સ્વર મા
[…] લેખ ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ પાના પર ટાઇપ કરીને થોડા દિવસમાં […]
આપણા શ્રી પુરૂષોત્તમભાઈ ની પ્રથમ ઓળખ મારી માતા ઍ કરાવી.( તેમના ગીતૉ દવારા અને તેમા ખાસ કરી ને રામ શબરી ની કે કેવી નાની ઉમરે તેઓ સુદર ગાતા.
સમજણ વઘતા તેમના વધારે ગીતૉ સાભળતા..થયા….( માડવા નિ જુઇ…વિ.. )
નવા વીશ્વ ના દશન થયા.
સુદર અને અમર સ્વરરચનાઑ અને તેના થી પણ સુદર ઋજુ હ્દય પણ.અંધશાળા ના પ્રોગામ વખતે ખબર પડી. નામ પ્રમાણે ગુણ…..વધુ તો શુ લખુ …આપણા ગુજરાત ની મૉઘેરી જણસ છે.આપણા સદભાગ્ય અને પ્રભુને પ્રાથના ” અમારી પણ ઉમર તમને મળે ” …….નીતિજ્ઞ …વડૉદરા.
You can listen માંડવાની જૂઈ here :
https://tahuko.com/?p=613
અમરભાઈના કંઠમા ગવાયેલુ મારું ખૉવાણું રે સપનુ ખૂબ જ સુંદર!પુરુશોતમભાઈનું મારું ઑલ ટાઈમ ફૅવરીટ માંડવાની જૂઈ સંભળાવવા વિનંતી!!!
Hi Preeti,
Sorry, but no downloads from tahuko.
im new to this site. can someone help: how to download a song?
પુરુષોતમભાઈને ૭૫ મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!!!સાચેજ પુરુષોતમભાઈ ગુજરાતી સુગમ સંગીતનો શ્વાસ છે. વીરાજ બીજલના એમના પપ્પા વિશેના વિચારો ખૂબ આંનંદથી માણ્યા. અભિનંદન!!!
અમે પણ થોડુ ઓળખ્યા શ્રી પુરુષોત્તમભાઈ ને.
આભાર..
અને પુત્રીઓને તેમના પપ્પા વીશે સામ્ભળવી એ તો ઘણુ જ સરસ..
આભાર જયશ્રીબેન..
Happy Birthday to Purushttambhai ,
kadach evu bane ke aa to haju tamaru Balpan hoy…tamari javani ne vrudhtva ne haju hajaro varso ni vaar hoy…
Bhagwan ne prathana karu tamne vadhu ne vadhu Uchttam Shikhar prapt karo ne amo ne vashu ne vadhu Gujarati sangeet no labh aapta raho…
[…] ઉપાધ્યાયનો ૭૫મો જ્ન્મદિવસ આપણે એમને થોડા વધુ નજીકથી ઓળખવાના પ્રયાસ રૂપે અમરભાઇ અને એમની દીકરીઓ વિરાજ-બીજલના […]
શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયને જન્મ-દિવસની અનેક શુભેચ્છાઓ! અમરભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત!
ટહુકાને અને સૌ ભાવકને આઝાદ-દિન મુબારક!
કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સ્વરમાં જ રાષ્ટ્રગીત ઉપલબ્ધ કરાવવા બદલ ધન્યવાદ.
સુધીર પટેલ.
….. પુરૂષોત્તમભાઇ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. બસ એ ચાલ્યા જ કરે એ પ્રાથના. લાખો સલામ.
આદરણીય પુરૂષોત્તમભાઈને જન્મદિનની ખૂબ….શુભેચ્છાઓ.
સુગમ સંગીતના તમે પર્યાય છો.અમરભાઈની સાથે સંમત કે
પુરૂષોત્તમભાઈ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે.
તમારાં સ્વરાંકનો અને ગાયકીના તો આશક છીએ જ..પણ તમારી
sence of humer પણ માણી છે…બાપૂ,ગાતે રહો….સુનાતે રહો..!
very nicely edited …. !!
happy b’day to Purushttambhai
and happy independence day to all Indians …
[…] સ્વરકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય […]