Category Archives: કૃષ્ણગીત

શ્રીકૃષ્ણ: શરણં મમ: …

baby_krishna_PZ28_l

.

શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:

કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જનુમા કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોર્યાશી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

Continue reading →

બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..

raas_leela_PY99_l

.

બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..
ગોકુળિયું સુનુ સુનુ લાગે મારા વ્હાલા રે,
હૈયામાં તીર શીદ લાગે મારા વ્હાલા રે..

પાંપણની ડેલીમાં, આંખની હવેલીમાં રાધાના સપનાં ઉગ્યાં
ઉરના ઉપવનમાં હેતના સુમન જેવા પ્રીતના સુગંધ છોડ ફુટ્યાં

પ્રેમ નાચે ….. (?) મન પંખી શોર કરે.
અંતરમાં મોરલા ટહુક્યાં મારા વ્હાલા રે..

શ્યામરંગી આંગડીઓ, ભીની ભીની લાગણીઓ, આવાની(?) ચેતના જગાડે,
હાથમાં બે દાંડિયા લઇ રાધા આજ બાંવરી થઇ, પાદરિયે એક મીટ માંડે.
પ્રેમની કસોટી કરી અમને રાહ જોતી કરી, માધવ તુ શાને રડાવે મારા વ્હાલા રે…

( ગીત સાંભળીને શબ્દો લખ્યાં છે, ભૂલ હોય ત્યાં ધ્યાન દોરશો તો ગમશે. )

વાંસળીથી વિખૂટો થઇને આ સૂર

સ્વર : નિશા ઉપાધ્યાય

(ગીત સાંભળીને મેં અહીં શબ્દો લખ્યા છે. જ્યાં ભૂલ થઇ હોય ત્યાં ઘ્યાન દોરવા વિનંતી કરું છું.)

radha_krishna_PZ14_l

.

વાંસળીથી વિખૂટો થઇને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય..
કે મારગની ધૂળને, ઢંઢોળી પૂછે, મારા માધવને દિઠો છે ક્યાંય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય..

યમુનાના વ્હેણ, તમે મૂંગા છો કેમ? કેમ રાધાની આંખ આ ઉદાસ…
વહી જતી લહેરખી ને વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ…
કે બાંવરી વિભાવરીની ના પગલાંથી લાગણીની રાતરાણી ઝાકળથી ન્હાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. – વાંસળીથી વિખૂટો

ઉડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે રાખશું સુંવાળા રંગ…
મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક…
કે જળમાં આ તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિ પરખાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. – વાંસળીથી વિખૂટો