Category Archives: કાવ્યપ્રકાર

વેર્યાં મેં બીજ – મકરંદ દવે

વેર્યાં મેં બીજ અહીં છુટ્ટે હાથે તે
હવે વાદળ જાણે ને વસુંધરા.

કાંકર બિછાવેલી ટાકર પથારી ને
ઠીંગરાતાં બે ચાર થોરડાં,
અપવાસી ઊંધમૂંધ પોઢી’તી ભોમ અહીં
ખેંચી ખેંચીને નકોરડા;
આંબાનાં વન એની આંખોમાં સીંચ્યાં ને
સીંચ્યા મેં મઘમઘતા મોગરા.

એક દિન આકાશે હેલી મંડાશે ને
વરસાદી ઘણણશે વાજાં,
નીચે જુવાનડાંનાં જુલ્ફાં ઊછળશે ને
વેણીમાં ફૂલ હશે તાજાં;
એ રે ટાણે આ મારે હૈયે હોંકારતી
ચાચરમાં ઘૂમશે ચિદંબરા.

– મકરંદ દવે (Oct 20, 1992)

માધવ મોરપિચ્છ અવલોકે – મકરંદ દવે

માધવ મોરપિચ્છ અવલોકે,
વારંવાર કંપિત કરથી ધરતા વિરહાકુલ શોકે.

આતુર અપલક રાધા કેરી ઝાંખી ઉરે જગાડી,
મોરપિચ્છ મહીં અનુખન નીરખે અંકિત આંખ ઉઘાડી.

ઝીણી ઝલમલ તંતુ તંતુ પર સોહે સ્વર્ણિમ છાયા,
નયન તરે સંકોચે સરતી કોમળ કાંચન-કાયા.

પ્રાણે પૂર્ણ વણાઈ નીલિમા નિખિલ નીલમણિ કેરી,
પાગલ નૃત્ય કરી કરી ખરવું શ્યામ વદનઘન હેરી.

મોરપિચ્છ નિજ શિરે લગાવત ધારી પ્રેમ અગાધા,
માધવ ડોલત વન વન કુંજે બોલત રાધા! રાધા!

– મકરંદ દવે (May 21, 1953)

न उसका ठिकाना न कोई पता है ~ गुरुदर्शन बाल ~ स्वरकार-स्वर: देवकी आनंद

कलाम: गुरुदर्शन बाल
स्वरकार-स्वर: देवकी आनंद
Album: Shokhi E Ghazal

न उसका ठिकाना न कोई पता है
ये दिल है के फिर भी उसे ढूंढता है

हथेली पे जिसके लिए सर टिका है
वो गैरों की माफिक हमे देखता है
ये दिल है के फिरभी उसे ढूंढता है

ये दिल है दीवाना नही बसमें मेरे
जहां प्यार देखा वही दौड़ता है
ये दिल है के फिरभी उसे ढूंढता है

मिलना बिछुड़ना रूठना मान जाना
मुहोबत मैं सदियों से ये सिलसिला है
ये दिल है के फिरभी उसे ढूंढता है

मिलेंगे वो एक दिन ये तुम देख लेना
जहां छोटा है दिल का हर रास्ता है
ये हसरत भरा दिल उसे ढूंढता है

(प्रेषक: प्रणय वसावडा)

उम्मीद होगी कोई ~ गुलज़ार ~ संगीतकार: आर. डी.  बर्मन ~ स्वर: आशा भोसले

कलाम: गुलज़ार
संगीतकार:  आर. डी.  बर्मन
स्वर: आशा भोसले

The Trio That Conquered Every Emotion: Asha Bhosle, R.D. Burman And Gulzar | Outlook India

उम्मीद होगी कोई
रात ढले वर्ना कोई आता नहीं
किसने ये पुकारा

जब भी कोई आहट सी होती है
जाने कैसी दिल में ये घबराहट सी होती है
कोई लम्हा लौटा है बेचारा

आँखें ढूंढें साये आवाज़ों के
सूने सूने चेहरे हैं बस खाली दरवाजों के
शायद कोई है, किसने फिर पुकारा

(प्रेषक: प्रणय वसावडा)

हैरतों के सिलसिले सोज़-ए-निहा तक आ गये ~ अहमद नदीम क़ासमी ~ संगीतकार: गुलाम अली ~ स्वर: आशा भोसले

कलाम: अहमद नदीम क़ासमी
संगीतकार: गुलाम अली
स्वर: आशा भोसले

हैरतों के सिलसिले सोज़-ए-निहा तक आ गये
हम तो दिल तक चाहते थे तुम तो जाँ तक आ गये

ज़ुल्फ़ में ख़ुश्बू न थी या रंग आरिज़ में न था
आप किसकी जुस्तजू में गुलसिताँ तक आ गये

ख़ुद तुम्हें चाक-ए-गरेबाँ का शऊर आ जायेगा
तुम वहाँ तक आ तो जाओ हम जहाँ तक आ गये

उनकी पलकों पे सितारे अपने होंठों पे हँसी
क़िस्सा-ए-ग़म कहते कहते हम यहाँ तक आ गये

(प्रेषक: प्रणय वसावडा)

મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ ~ મનોજ મુની ~ સ્વરાંકન-સ્વર: સોલી કાપડિયા

રચના: મનોજ મુની
સ્વરાંકન-સ્વર: સોલી કાપડિયા

મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ,
વર્ષો વીતે ફરી મળ્યા તો વહી રહ્યો છું આજ.

કાલે સવાર પડતાં ને ઝાકળ ઉડી જશે,
ખરતાં ફૂલો મહીં જરા સુગંધ રહી જશે.
ફૂલોનાં આંસુઓની કથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત,
મરજીવા થઈ મૃગજળ તણા માંડી ‘તી કેવી ખેપ.
મોતી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યો,
સાનિધ્ય લઈ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું.
શબ્દોની શેરી સાંકડી ભેદી રહ્યો છું આજ,
પૂછ્યું તમે કે કેમ છો, પીગળી રહ્યો છું આજ.

***

રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે ~ મુકેશ માલવણકર ~ સ્વર અને સ્વરાંકન: પરેશ ભટ્ટ

રચના: મુકેશ માલવણકર
સ્વર અને સ્વરાંકન: પરેશ ભટ્ટ

રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે
મારો જવાબ તને ભીંજવતો કેમ
મારો જવાબ તો વાદળ છે

રોજ રોજ કાગળ માં એવું વંચાય કે
પાનેતર ઓઢી તું આવશે
કંકુ ને ચોખા ને શ્રીફળ ની સાથે
રૂમઝુમતુ સપનું તું લાવશે
કેસરી સાફો બાંધી ને માથે
અને માની લે ભર્યું આંગણ છે
રોજ એક લીલું….

તારો સંદેશ મારા લોહી માં ઓગળી
લાવે છે તોફાની પૂર
ભાળું તને હું મારી નીકળત ભલે
ભલે તું હોય જોજનો દૂર
લીલા આ પાન ને વાંચી ને રોજ રોજ
ભીની આ પાંપણ છે
રોજ એક લીલું….

(પ્રેષક: પ્રણય વસાવડા)

જીતવા જેવું બધુંયે હારતા ~ હિમલ પંડ્યા “પાર્થ” ~ સ્વરાંકન: પ્રણવ મહેતા ~ સ્વર: ડો. ભાવના અંધારિયા મહેતા

રચના: હિમલ પંડ્યા “પાર્થ”
સ્વરાંકન: પ્રણવ મહેતા
સ્વર: ડો. ભાવના અંધારિયા મહેતા

જીતવા જેવું બધુંયે હારતા,
આપણી તો આટલી છે વારતા.

ઝાંઝવામાં સ્વપ્ન કેરી નાવને,
લઇ હલેસાં આશના હંકારતા.

રોજ તારી યાદ આવી જાય છે,
એક જૂના જખ્મને સંભારતા.

તુજ થકી આ મેળવેલાં દર્દને,
શબ્દકેરું રૂપ દઈ શણગારતા.

‘પાર્થ’ કોઈ રાહ તો ચીંધે હવે,
ખૂબ ચાલ્યા વ્યર્થ ફાંફા મારતા.

***

મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે ~ અનિલ જોશી ~ સ્વરાંકન: રાજેન્દ્ર ઝવેરી ~ સ્વર: તૃપ્તિ છાયા

કવિ: અનિલ જોશી
સ્વરાંકન: રાજેન્દ્ર ઝવેરી
સ્વર: તૃપ્તિ છાયા
આલબમ: અલબેલો અડકે મને

મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે

પાલવમાં આળખેલા ફૂલને સુગંધ ફૂટી
પગલીથી ચિતરાયાં ફળિયાં
રમકડાંના મોરલા ગહેક્યા કરે
ને ઊડ્યાં વાદળાં બનીને મારાં નળિયાં
મારા કમખામાં ચોમાસું એવું બેઠું
કે હવે સહરાના કાંઠાયે છલકે

મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે

પંખા ઉપર કોઈ માળો ન બાંધશો
પંખો ફરશે ને વિખરાશે
રમકડાંના મોરલા ગહેકશે નહીં
અને ફળિયામાં પગલી ખોવાશે
મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ
એનાં પાંદડાંઓ ડાળમાંથી સરકે

મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે

~ અનિલ જોશી 

ઝેરી કાળોતરો ડંખે (ગીત) ~ વિનોદ જોશી ~ સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: કિન્નરી વૃંદ

રચના: વિનોદ જોશી
સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: કિન્નરી વૃંદ

ઝેરી કાળોતરો ડંખે,
કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે
મારી આરપાર શેરડીનો સાંઠો,
આરપાર શેરડીનો સાંઠો રે લોલ…

વેણીનાં ફૂલ જેવી ભરડાની ભીંસ,
ભીતરમાં ભંડારી લોહીઝાણ ચીસ;

પીડા ઘેઘૂર મને રંગે રે!
કાંઈ ફોરી લાગે કાંઈ ફોરી લાગે !
હે જી તાણો આ રેશમની ગાંઠો,
તાણો આ રેશમની ગાંઠો રે લોલ…

વાદીડે કેમ કર્યા મહુવરના ખેલ?
રાફડામાં પૂર્યાં કંઈ લીલાં દીવેલ!

નીતરતું ઘેન મારે અંગે રે!
કાંઈ ભીનું લાગે, કાંઈ ભીનું લાગે!
મારે છલકાવું કેમ? નથી કાંઠો,
છલકાવું કેમ? નથી કાંઠો રે લોલ…

***