ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ

મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા.  આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?………  અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને…  🙂

આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે.  હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.

સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…

110 replies on “ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ”

 1. […] ટહુકો.કોમ બ્લોગને શિકાગો આર્ટ સર્કલ તરફથી  ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે એવોર્ડ આપવામાં આવ્યો. લોકો હવે બ્લૉગને સિરિયસથી લેવા લાગ્યા છે એના એંધાણ વર્તાઈ રહ્યા છે. […]

 2. ખૂબ ખૂબ અભિનંદન.

 3. darshan sanghavi says:

  You really have done good work & this award is just endorsement of it.
  it is byproduct of your passion for our language, you never did for award. But it shows that your passion does have recognision from our people, though in minority. It is surely appreciable that instead of giving lectures on
  future of Gujarati language you have started whatever you could for matrubhasha.

 4. Jayshreeben and all team members.

  Happy to read about well deserved award.Everyyear your team must get such awards all the time.wishing u the same.

 5. jashwant jani says:

  તહુકાને અભિનન્દન અને શુભ કામના

  જશવન્ત

 6. Dr.Anil Prajapati says:

  Cordial CONGRATULATIONS, Jayshree & Amit on this well deserved achievement. Our “tahuko” is unique.

 7. YOGESH CHUDGAR says:

  બહેન ચેતના અને અમિત,

  તમે બંનેએ “ટહુકો”ની ધૂણી ધખાવી,ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવા એક અવિરત સફર માંડી.
  અને ગુજરાતી સાહિત્ય તેમજ ગુજરાતી સંગીતના પ્રસારની જે સેવા કરી છે, તે અનન્ય છે.
  ટહુકોને વારંવાર આવા એવોર્ડો પ્રાપ્ત થાય તે સોનામાં સુગંધ મળવા જેવું છે.

  ટહુકો ની ટીમને ખુબખુબ અભિનંદન.

  યોગેશ ચુડગર.

 8. manubhai1981 says:

  તમને શોભતુઁ તમે મેળવ્યુઁ, તે બદલ
  સાભિનન્દન આભાર !બહેના !

 9. Pravin Thakkar says:

  Jayshreeben and Amitbhai,

  I am happay to know that your Gujarati Block has awsarded in Chicago. I congratulate to you and your team who is doing great work for Matrubhasha. I feel very lucky that in US far from Gujarat and Gujarati, we are getting very good literature. I again thank you all and pray thy all mighty to keep in on for years togather.

  Pravin Thakkar
  Houston, TX.

 10. chinubhai says:

  ખૂબ ખૂબ અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *