ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી

બીજી એપ્રિલે ટહુકો પર મુકેલી – કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અમર રચના – આજે ફરી એકવાર… થોડી વધુ માહિતી – થોડી વધુ Hyperlinks – અને થોડા વધુ સ્વર-સંગીત સાથે..!

અને હા.. આજે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ..  (August 28,1896 – March 9,1947) એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ રચના.. અને એના વિષે થોડી વાતો…!!!

આ વર્ષે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (માર્ચ 9 ) નિમિત્તે એમને એક અનોખી શ્રદ્ધાંજલી આપવાનાં હેતુસર ૮૨ વર્ષ બાદ પહેલી વખત એક ગુજરાતી અખબાર સંદેશના પ્રતિનિધિ તરીકે પત્રકાર લલિત ખંભાયતા એમના સાથીદાર સાથે મેઘાણીની એ અમર ચારણ કન્યાના વંશજો પાસે અને એ વિખ્યાત કવિતાના ઘટનાસ્થળે માર્ચની 2જી તારીખે પહોંચેલા… એમના વંશજો સાથેની એમની એ મુલાકાતનો આ રસપ્રદ લેખ* માણવાનું જરાયે ચૂકશો નહીં.

*આ લેખ JPG ફોર્મેટમાં અહીં પણ જોઈ શકો છો !

(અને આ માહિતી માટે ઊર્મિનો ખાસ આભાર..)

સંગીત : મેહુલ સુરતી
સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા
ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી


————-

Posted on April 2, 2010

ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.

“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
– દુલા કાગ

(શ્રી દુલા કાગના આ શબ્દો ટાઇપ કરીને એમની સાઇટ પર મુકવા માટે ગોપાલકાકા નો આભાર…)

(ચૌદ વરસની ચારણ કન્યા….Photo : અરવિંદભાઇ જોષી)

સ્વર – હરિદાન ગઢવી

.

(લક્ષમણભાઇ ગઢવી – પીંગળશીભાઇ ગઢવીના સુપુત્ર તરફથી – ઝવેરચંદમેઘાણી.કોમ માટે એમણે આપેલ નીચેના બંને રેકોર્ડિંગ માટે મારા અને ટહુકોના સર્વ વાચક-શ્રોતાઓ તરફથી લક્ષમણભાઇ ગઢવીનો ખૂબ ખૂબ આભાર.., અને ઝવેરચંદમેઘાણી.કોમ જેવી વેબસાઇટ બનાવી ગુજરાતીઓમાં એની લ્હાણી કરનાર પીનાકીભાઇ મેઘાણીનો પણ ખાસ આભાર….)

બાલકૃષ્ણ દવેના અવાજમાં ચૌદ વરસની ચારણ કન્યા

.

પિંગળશી ગઢવીના અવાજમાં ચૌદ વરસની ચારણ કન્યા

.

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં

ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી

બાલકૃષ્ણ દવે અને પિંગળશી ગઢવીના અવાજમાં Mp3 માટે આભાર – ઝવેરચંદમેઘાણી.કોમ

88 replies on “ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી”

  1. ખરેખ્રર બહુ સરુ લગ્યુ.ચરન કન્ય નિ વર્ત અને ગુજરત વિસે બહુ ગમ્યુ.

  2. fragrance of our pure kathiyawadi culture….
    our clever kathiyawadi peoples are part of it….
    really a wonderful poem
    i miss it….

  3. MEGHANINI AA KRUTITHI DHANYA THAYO!….MARATHI HOWA CHHATA SAVAYO GUJRATI HOWANO HU GARVA ANUBHAVU CHHU!…………JAY JAY GARAVI GUJARAT!

  4. મરિ પ્રિય કવિતા. જય્શ્રેીબેન સુરજ ધિમા તપો શેર કરિ શકો?
    આભાર્.
    કેતન.

  5. ખુબ મજા આવિ,મગજ ફ્રેશ થઇ ગયુ વિચાર મુક્ત થઇ ગયો

  6. ખુબ સરસ……… જુનવાણી…લોકસાહીત્ય ને રજુ કરવા બદલ ધન્યવાદ…..

  7. સરસ કવિતા અને ત્રણ જુદા જુદા ગાયકોની સ્વરચના માણવા મળી એ અમારુ સદભાગ્ય માનુ છું, તમારો આભાર……રાષ્ટ્કવિને આદરાંજલી…ગાયકો, સ્વરકારોને અભિનદન………..

  8. જયશ્રી બેન
    ખુબ જ મઝાની કવિતા છે .. ઝવેરચંદભાઈ મેઘાણી ની તો બધી જ કવિતા ઓ નિરાળી છે
    આભાર
    રાજેશ વ્યાસ
    ચેન્નાઈ

  9. આ ખજુરિ નેસ મા મારા સાલા ના મિત્ર રહે ચેી મારા ગામ થિ નજિક ચ્હે

  10. સિહો ત્રાડો મા પહાડો ની મહેફીલમા
    અમે નાની નાની પગલી પાડતા
    કલકલ કરતા જરણા ની સાથે
    મીઠા ગીત અમે હતા ગાતા
    વિજય ખુંટ

  11. ખુબ સુન્દર વેબ સાઈટ. આપ ને ખુબ ખુબ અભિનન્દન.

  12. really great poem….great great great “shri zeverchand meghani”…every gujarati must
    be familiar wid dis poem…..

  13. આ કાવ્ય મેં છેલ્લે સાતમાં ધોરણ માં વાંચ્યું હતું અને આજે સાત કે આઠ વર્ષ પછી સાંભળ્યું તોયે એટલીજ ખુમારી જાગી ઉઠી
    ખરે ખર આ કાવ્ય વેબ સાઈટ પાર મુકવા બદલ હું અપનો હંમેશા ઋણી રહીશ

  14. ત્રિજા ધોરન ના પુસ્તક મા આ કવિતા મોધ્હે કરિ હતિ તે હજિ પન યાદ ચ્હેી ગઇ . ખુબ સમય બાદ આજે સામ્ભલ્વા મલિ. જાને હુ ફરિ વાર નાનિ બનિ ગઇ. આભાર્.!

  15. મારેી અતિ પ્રિય રચના ઘણા સમયથેી સાઁભળવાનેી ઈચ્છા આજે પૂરી થઈ. ખુબ ખુબ આભાર !

  16. ALL the viewers & listeners of CHAD VARASNI CHARAN KANYA” PLEASE VISIT VERY VERY INTERESTING & KNOWLEDGEFULL WEB SITE STATED BY SHREE ABHISHEK SEE ?REFER COMMENTS…THANKYOU ABHISHEK,THANKYOU..JAYSHREEBEN/AMITBHAI..JSK is SHORTFORM OF “JAYSHREEKRISHNA”TO ALL OF YOU…RANJIT VED.

  17. wonderful!!!”JOM bharyu varan ,joshiloo…amone abhash ma aavtu hatu..aankho bhini thai gai…sathe sathe running “dayara ni moj pan mani” amne “MIYHI MATHE BHAT” nu smaran thai gayun…SHUN LAKHUN EJ SAMAJATU NATHI JASHREEBEN ANE AMITBHAI?..JSK..RANJIT ane INDIRA VED.I read all comments n happy to go thr!u..aabhar jayshreeben ane amitbhai…

  18. I could listen to this poem after a very long time . Infarct i was searching for the same for long time.

    Audio quality is not good but still enjoyed.

  19. ધન્યવાદ! રાષ્ટ્રિય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણિની આ અતિ સુંદર રચનાની આટલી સુંદર રજુઆત કરવા બદલ ધન્યવાદ!
    અહીં પ્રતિભાવ – ૫ મા “અભિષેક”એ આપેલી “સંદેશ”ની લીંક ફોલો કરવા જેવી છે. તદુપરાંત ગીર,તેનું વન્યજીવન,ત્યાંના નેસ અને જંગલનો રાજા સિંહ (સાવજ – હાવજ) વિષે “નવનિત-સમર્પણ” માં હાલ આવતી ધારાવાહી ધ્રુવ ભટ્ટની નવલકથા “અકૂપાર” વાંચવી રહી.

    દિનેશ પંડ્યા

  20. બહુ સરસ.૪૫ વરશ જુનિ યાદો તજિ થૈ ગૈ.મને આજે પન આ કવેીતા આખિ યાદ રહે લિ .

  21. જયશ્રીબેન,
    ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી By અમિત, on April 2nd, 2010 in કાવ્ય , ઝવેરચંદ મેઘાણી , ટહુકો , દોહા. સુંદર અતિસુંદર. ઝવેરચંદ મેઘાણી ચૌદ વરસની ચારણ ક્ન્યા વિશે લખે, તેમજ વનરાજના વન વિશે લખે, નેસડામાંના લોકો વિશે લખે,સમસ્ત આંખે દેખા બનાવ વિશે લખે ને છેલ્લે છેલ્લે બનાવ જોઈ જે આસપાસના અને તેમને પોતાને ચડેલા શુરાતન વિશે પણ કહેવાની કલા અદભુત રીતે લખી છે.
    વઘુ આવા વર્ણનવાળા ગીતો દોહારૂપે ગવાતા હોય તેનું રેડિયો આલ્બમ બની શકે તો સારૂં.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  22. ખૂબ ખૂબ આભાર! હું ઘણા વર્ષોથી આ ગીત બાલકૄષ્ણ દવેના અવાજમાં શોધતો હતો. વર્ષો પહેલા એક ડાયરાના કાર્યક્રમમાં આ ગીત મેં બાલકૃષ્ણભાઈ દવેના મુખેથી સાંભળ્યું હતું. અને આજે ફરીથી સાંભળવા મળ્યું. પરંતુ ઓડીયોની ક્વોલિટી એટલી બધી સારી નથી. શબ્દો બરાબર સંભળાતા નથી. કૃપા કરીને જુઓને હજુ વધુ સારી ક્વોલિટી વાળો ઓડીયો હોય તો! તેમ છતાં ખૂબ ખૂબ આભાર.

  23. બહુ મજા પડી. ઘના દિવસો થી સામભળવાનુ મન હતુ. આભાર

  24. શાળાના દિવસોની યાદ આવી ગઇ…એ સમયે આ ગીત મને કંઠસ્થ હતુ..
    આભાર જયશ્રેીબેન ..

  25. મારિ સૌથિ પ્રિય કવિતા જ્યારે હુ ચોથા ધોરણ મા હ્તો ત્યાર થિ મજા પડિ ગઈ શેર લોહિ ચદ્યુ ખુબ ખુબ આભાર

  26. જયશ્રી,
    ઘણા જ સમય થી ચારણ કન્યા ની બાલકૃષ્ણ ભાઈ ની ઓડીઓ માટે મારી ફરમાઇસ ટહુકો માં મૂકી હતી. આજે એકસાથે ત્રણ ઓડીઓ કલીપ મુકીને ખુબજ સાનાન્દાસ્ચાર્ય આપ્યું.
    ખુબ ખુબ આભાર. મજા પડી ગઈ.

  27. સ્કૂલમા લગભગ સાતમા ધોરણમા આ કાવ્ય ભણ્યા’તા.રુઁવાડા ઊભા થૈ જતા.વારઁવાર ગાતા.સાઁભળીને આનઁદ થયો.

  28. ત્રણેયના સ્વરમા માણી મેઘાણીની અમર રચના
    આનંદ
    શ્રેષ્ઠ ત્રણેય

  29. ઝવેરચંદ મેઘાણીની રચના એટલે કહેવા પણું તો હોય જ નહીં. જોમ ચઢાવે તેવી મસ્ત કવિતા.

  30. વાહ ભઇ વાહ!
    ચારણ કન્યા વિશે વાચ્યુ હતુ અને થોડા દિવસ પહેલા માણી પણ ખરી. આજની પોસ્ટે આ આન્નદ મા વધારો કર્યો.

    આભાર.

  31. Veer ras thi bharpur aa kavita ,schooldays ma badha ne khub j priy hati…

    …Thanks a lot..

  32. Marvelous,heard this poetry one of the loved after a long long time & this by Gadhavi”s voice is more & more iffective. New generation don’t know about Zavercand Meghani,
    I appreciate both of you, you brings Gujarati SAHITYA in front of World Bravenous shows of Kathiawadi Girnari
    CHARAN girl.Great King of forest Lion run away from her.
    Really Meghani & Gadhavi are GREAT, nobody can beat them…..

  33. Exceleent… I loved this poem, I studied in my school days. I especially like initial paragraph of information about Poet Zaverchand Meghani.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *