હજુ પણ તમારી સતત યાદ આવે – કવિ મેઘબિંદુ

સાંભળીએ કવિ શ્રી મેઘબિંદુની એક મઝાની ગઝલ… સોલી કાપડિયાના સુમધુર સ્વર અને સુરેશ વાધેલાના એટલા જ મઝાના સ્વરાંકન સાથે..! શબ્દોની મધુરતા, અને સ્વર-સુરોની સુંવાળપને લીધે આ ગઝલ વારંવાર સાંભળવાનું મન ન થાય તો જ નવાઇ…

સ્વર : સોલી કાપડિયા
સંગીત : સુરેશ વાઘેલા

(હજુ પણ તમારી સતત યાદ આવે….Photo : TrekEarth)

.

હજુ પણ તમારી સતત યાદ આવે
હજુ રમેલી રમત યાદ આવે

તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાં
ભીની લાગણીની મમત યાદ આવે

મહેકતા ફૂલોને હું જોવું છું જ્યારે
ગૂંથેલી તે માળા તરત યાદ આવે

કહેવા ચાહું નામ તારું હું સૌને
પણ નક્કી કરેલી શરત યાદ આવે

રગેરગ હું મહેકું છું તારે લીધે તો
પળેપળ વીતેલો વખત યાદ આવે

– કવિ મેઘબિંદુ

21 replies on “હજુ પણ તમારી સતત યાદ આવે – કવિ મેઘબિંદુ”

 1. Dr. Dinesh O. Shah says:

  ભાઈ સોલી,

  સવારના ચા પીતા પીતા આ ગઝલ સાંભળી અને માત્ર સવાર નહી આખો દિવસ મસ્ત થઈ ગયો. તારા ગળામાં ઈશ્વરે ખરેખર સુંદર અવાજ મુક્યો છે. આવા અનેક ગીતો ગઝલો ગાતો રહે તેવી શુભેછાઓ.

  ડો.દિનેશ ઓ. શાહ, શાહ-શુલમન સેંટર ફોર
  સરફેસ સાયન્સ એન્ડ નેનોટેકનોલોજી, ડી. ડી. યુનિવરસીટી, નડિયાદ,ગુજરાત,ભારત

 2. B says:

  Beautiful ghazal and was happy to hear it in soliji’s voice. Nice music too. very effective lyrics . Mrghbinduji is very much known in his sective lyrics writting. Thanks Jaishreeji.

 3. જયશ્રીબેન,
  હજુ પણ તમારી સતત યાદ આવે – કવિ મેઘબિંદુ By Jayshree, on March 20th, 2010 in ગઝલ , ટહુકો , મેઘબિંદુ , સુરેશ વાઘેલા , સોલી કાપડિયા.
  સ્વર,સ્વરાંકન અને ગઝલ નો સુંદર ત્રીવેણી સંગમ છે. મનમાં ગણ ગણવાના આનંદ સાથે શાંત મહેકતા મરમર વાતા પવનમાં સાંભળવામાં અતિ આનંદ થાય તેમ છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 4. સુંદર ગીત. જેને ભૂલવાની શરત કરી હોય તેની જ યાદ જીવનમા સતત પઘડાયા કરે છે. કોઇક ક્ષણૅ તેને નજર સમક્ષથી દૂર કરવાનો નિર્યણ મનુષ્ય લઇ શકે છે, પણ હ્રદય પણ કોતરેલી તેની યાદો ભૂંસી શકાતી નથી. સરસ કાવ્ય છે.

 5. ગઝલ સુંદર… સહજ પણ પ્રણયભીની પળોને ચાક્ષુષ કરે એવી…

  ગાયકી પણ મજાની… સોલીનો અવાજ ઇશ્વરીય બક્ષિસ છે… એ હંમેશા રાહત આપે છે!

 6. Bharat says:

  ખુબ જ સુન્દર .યાદ આવિ ગઇ ,જુના દિવસો નિ.

 7. Chintan says:

  વાહ…!!! ક્યા બાત હૈ…?
  સુંદર પસંદગી…
  આભાર જયશ્રીજી…!

 8. સ..રલ ગઝલ….
  ખળખળ ઝરણા જેવી ગાયકી
  મસ્ત મઝા આવી ગઈ….

  કહેવા ચાહું નામ તારું હું સૌને
  પણ નક્કી કરેલી શરત યાદ આવે

  અહીં ‘પણ’ ની જગ્યાએ ‘ને’ હોત તો
  ગાવાની અને સાંભળવાની ખુબ મજા આવત…

 9. rajeshree trivedi says:

  રગેરગ મહેકુ ૬ તારે લીધે તો……… શેર ખૂબ જ ગમ્યો. હજુ પણ સતત ગણગણવી ગમે તેવી ગઝલ.જયશ્રીબેનને કાયમ યાદ કરવા પડે તે જ ટહુકાની સાર્થકતા.

 10. pragnaju says:

  મજાની ગાયકી
  તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાં
  ભીની લાગણીની મમત યાદ આવે

  મહેકતા ફૂલોને હું જોવું છું જ્યારે
  ગૂંથેલી તે માળા તરત યાદ આવે
  સ રસ
  તે પરમપિતાનું સતત સ્મરણ સંસારના બધા જ કામ કરતા રહીને પણ તમારા અંતરાત્માને તમારી જાત સાથે જોડી રાખશે. પ્રભુના સ્મરણથી બે ફાયદા થાય છે. એક તો સંસાર સાથે જોડાયેલા રહેવા છતાં પણ સ્વાર્થ પેદા થતો નથી તથા ભૌતિક્તાના ક્ષેત્રમાં તમે જે સંકલ્પ લીધા હશે તેને પુરા કરવાના પ્રયત્નોમાં ઝડપ આવે છે. અહીંથી કરવામાં આવતું દરેક કામ પૂજા બની જાય છે

 11. ખુબ મોજ આવી.સરસ ગાયક અને, રુપાળા શબ્દો નો સંગમ દિલને બાગ બાગ કરી મુકે છે.પ્રગ્નાજુની સમઝણ ગમી.

 12. વાહ મોજ વાહ…..!

 13. સુન્દર શબ્દો અને સરસ અભિવ્યક્તી..
  કહેવા ચાહુ નામ તારુ હું સહુને,
  પણ નક્કી કરેલી શરત યાદ આવે..
  સરસ..
  અભીનન્દન..જયશ્રીબેન..

 14. dipti says:

  સુંદર ગઝલ અને સરસ ગાયકી..

  .કહેવા ચાહું નામ તારું હું સૌને
  પણ નક્કી કરેલી શરત યાદ આવે..

  ..રગેરગ હું મહેકું છું તારે લીધે તો
  પળેપળ વીતેલો વખત યાદ આવે…..જેને ભુલવા માટે મન તૈયાર નથી….

  .

 15. M.D.Gandhi, U.S.A. says:

  સારી ગઝલ છે.

 16. Pinki says:

  સરસ યાદોની યાદ લઈ આવી…!

 17. Mehmood says:

  કહેવા ચાહું નામ તારું હું સૌને
  પણ નક્કી કરેલી શરત યાદ આવે..

  This promise is solid,
  And these words I speak are true,
  I want you to know I love you,
  And will always be there for you.

 18. Dinesh Vaghela says:

  આ ગઝલ ટહુકોમઆ મુકવા બદલ આભાર. દિનેશ વાઘેલા.(ભાઈ)

 19. Dr Jayendra Kotak says:

  Dear Soli,

  It is about 4 am and i was listening your “HAJU PAN TAMARI YAD AVE” MANE PAN KOKNI YAD AVI GAYI

  Bravo, still you know SUR & Swar

  Dr Jayendra

 20. Raj Patel says:

  thank you jayshree ben bahus saras geet

  Raj Patel
  Garland. Tx

 21. dhyan says:

  gazal gami khub gami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *