કાનજી તારી મા કહેશે – નરસિંહ મહેતા

સ્વર – શ્રી અભરામ ભગત
સંગીતકાર – ?

.

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા….

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…કાનજી તારી મા….

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

– નરસિંહ મહેતા

24 replies on “કાનજી તારી મા કહેશે – નરસિંહ મહેતા”

 1. કમલેશ says:

  ખૂબ પ્રખ્યાત, લોક્ઢાળ મા ગવાયૅલ સુન્દર ભક્તિપદ

 2. જય પટેલ says:

  એલપીના કાળના અણમોલ પ્રભાતિયાએ બાળપણની યાદ તાજી કરાવી દીધી.
  સ્વર…શ્રી અભરામ ભગત.

 3. Rashmi Kamdar says:

  સ્રરસ ભજન.

  આ ભજન નો સ્વર અભરામ ભગતે આપ્યો હતો.

  રશ્મિ કામદાર

 4. મને મારા નાનપણના દિવસો યાદ આવી ગયા. અમારા ઘરમા સહુને ગમતુ પદ છે.

 5. અરે હા! આજે અમદાવાદની ૬૦૦મી વર્ષગાંઠ છે. તેની સૌને શુભેચ્છા.

 6. વાહ… કેટલા લાં…બા અંતરાલ પછી સાંભળ્યું… હૃદયના તાર-તાર ઝંકૃત થઈ ગયા….

  આ ગીતની તો પેરેડીય કેટલી કરતા હતા!!!!

 7. બહુ સરસ ભજન….નરસિન્હ મહેતાનિ ભક્તિમા અમે રન્ગાઇ ગયા….!!!!

 8. Atul Doshi says:

  Great..

  It’s really good to see someone sitting in US and caring for Gujarati language..

  We all here in India —brought up in Gujarat, stayed in Gujarati, loves Gujarati too much, loves Gujarati poem, songs, novel.

  But, not doing anything to promote it…

  Wish you a very very long, healthy and prosperous life…

  regards

 9. pallavi says:

  ખુબ સુન્દર્ર્ર………ઃ)

 10. Rashmi Kamdar says:

  Jayshreeben:

  I have in my collection three more Bhajans sung by
  Shri Abharam Bhagat as under:

  1. Karma No Sangathi Rana Maru Koi Nathi
  2. Ranuja Na Raja Ajmal Ji Na Beta
  3. Jaagne Jaadva Krishna Re Govalia

  Rajnikumar Pandya (‘Kunti’ fame Gujarati Author) had written an article that was included in one of his books from ‘Zabkaar’ series 96 volumes.) Abharam Bhagat was from Jetpur – Saurashtra and was Rajnikumar Pandya’s neighbor. A friend informed me, some sixty to seventy years ago HMV published records covering about 80 songs sung by Abharam Bhagat.

  If you wish I can send them to you in mp3 or a regular format.

  Please let me know.

  Rashmi Kamdar

 11. hema says:

  મારુ વ્હાલુ ગીત…રશ્મિ કામદાર પાસે થી ખજાનો લઈ લેવા વિનંતી અને અમને પીરસી આપવા પણ વિનંતી.ખુબ ખુબ આભાર

 12. અમને આમારા નાનપણના દિવસો યાદ આવી ગયા. અમારા ઘરમા સહુને ગમતુ પદ છે.
  મ્હારી પત્નિને એના પિતા યાદ આવિ ગયા..ને મને મ્હારિ મા..

  ખૂબ પ્રખ્યાત, લોક્ઢાળ મા ગવાયેલ… નરસિહ મેહ્તાનુ …કાનુડાના રુપક દ્વારા “બાળપણનુ” સુન્દર ભક્તિપદ

  કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
  એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા….

  ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
  ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….

  નરસિંહ મહેતા અને અભરામ ભગત ને અમારા પ્રણામ્….

 13. Kaiwal ~ કૈવલ says:

  અદભુત! ખુબ સરસ …

  What an angelic, mightily elvish eulogy to Al’mighty (& also Al’Naughty) ~ Krishna ~

  “Kaanji Taari Maa Kaheshe Pan Ame Kaanudo Kaheshu Re…
  Aetlu Kaheta Nahi Maane Toa Gogul Meli Deshu Re… Kaanji Taari Maa…”

  Incredible!!…

  .. ઘણા સમય થી હું પેલુ ” … જા … તારી સંગ રાસ રમવા નહિ રે આવું .. શ્યામ … ” …
  વાળુ કૃષ્ણગીત પણ શોધુ છું .. મને વધુ તો યાદ નથિ, ફક્ત આ એક ધ્રુવ પંક્તિ જ યાદ છે..

  જો તમને મળે તો, આ નટખટ કૃષ્ણગીત નો એક મીઠો ટહુકો કરજો ને…

  ~ કૈવલ
  ” જય શ્રી કૃષ્ણ ”
  ” જય જય શ્રી કૃષ્ણ . . “

 14. pragnaju says:

  ભાવ વિભોર કરતું ભજન

 15. sanjay patni says:

  Beautiful song

 16. vishal says:

  ખુબ ખુબ સરસ

 17. બાલકૃષ્ણ સોનેજી says:

  શ્રી અભરામ ભગતના કંઠે ગવાયેલા ભજનો ૩૦ વર્ષ બાદ સાંભળ્યા. ઘણ સમયથી નેટ પર તેમના પદો શોધી રહ્યો હતો. અવર્ણનીય આનંદ થયો….આપનો અત્યંત આભાર. શ્રી અભરામ ભગતના અન્ય ગીતો/પદો કૃપયા શ્રી રશ્મી કામદાર પાસેથી મેળવીને સંભળાવશો.

 18. NICE bhjan. i like it.

 19. dr.Narayan Patel Ahmedabad says:

  Ben jayshriben
  Nice to hear this song in Abharam bhagt voice.
  I was fortunat to hear from him this Bhajan in person, in a programme at Ahmedabd,some 30 years back.
  thanks.

 20. meena says:

  વાહ વાહ !મઝા આવી ગઈ.આવા જુના ભજન સભળાવતા રહઍ જો.આભાર જયશ્શ્રીબેન્.

 21. bipin patel says:

  શ્રી અભરામ ભગતના કંઠે ગવાયેલા ભજનો ૩૦ વર્ષ બાદ સાંભળ્યા. ઘણ સમયથી નેટ પર તેમના પદો શોધી રહ્યો હતો. અવર્ણનીય આનંદ થયો….આપનો અત્યંત આભાર. શ્રી અભરામ ભગતના અન્ય ગીતો/પદો કૃપયા શ્રી રશ્મી કામદાર પાસેથી મેળવીને સંભળાવશો.

 22. chetan says:

  ખુબ ખુબ ગમ્યુ…… અંતરમા આનંદ આનંદ છવાઇ ગયો.

 23. Heema Joshi says:

  NARSINH MEHTA nu mane khub j gamtu gopibhav darsavtu bhajan. SHRI ABHARAM BHAGAT na kanth ni mithash bhli. wah…. khub j mauj padi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *