ગ્રામમાતા – કલાપી

(શાર્દૂલવિક્રીડિત)

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)

મધુર સમય તેવે ખેતરે શેલડીના,રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)

ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને,જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)

ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)

‘લાગી છે મુજને ત્રુષા, જલ જરી દે તું મને’
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચરે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)

‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને ત્રુષા,’
કહીને પાત્ર યુવને માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(શાર્દૂલવિક્રીડિત)

‘પીતો’તો રસ મિવ્હ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોક્કો સહુ દ્ધવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીંસમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્ધવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)

રસ હવે દે ભરી પાત્ર બાઈ !પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,તમારી તો આશિષ માત્ર માગું !’

(વસંતતિલકા)

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !’

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

(આભાર : સિધ્ધાર્થનું મન)

33 replies on “ગ્રામમાતા – કલાપી”

 1. Vijay Bhatt says:

  કેટલિ સુન્દર વાત .. શુદ્ધ છન્દો મા..
  આ ખુ ચિત્ર ઉભુ થૈ ગયુ…..
  વાહ્..!

 2. sima shah says:

  મારી ખૂબ જ ગમતી, શાળા વખતની કવીતા….ત્યારે વાંચીને બહુ જ આનંદ થયો.
  સાથે જો સાંભળવા પણ મળ્યુ હોત તો,મઝા પડી જાત.
  આભાર,જયશ્રી..
  સીમા

 3. M.D.Gandhi, U.S.A. says:

  ” રે પંખીની ઉપર પથરોઃ” તથા

  ” રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
  નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી ”

  કવિ કલાપીની આ બન્ને અમર પંક્તિઓ હંમેશા અમર રહેશે.એ જમાનાનો રાજા હોય કે આજના જમાનાના રાજ્યકર્તાઓ હોય, બન્નેને આ વર્તન સચોટ લાગુ પડે છે.

 4. કેતન રૈયાણી says:

  “રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; નહિ તો ના બને આવું”

  બેશક..કલાપીની શ્રેષ્ઠ રચના..

  આજના નેતાઓ કંઇક શીખશે આમાંથી??

 5. Pushpendra Mehta says:

  આજ ના રાજકારનિઓ ને ખાસ વન્ચાવવા જેવુ ગિત..આજે બધા જ ફલો રસ હિન થયા તેનુ કારન પોલિતિસિઅન જ ચ્હે ……

 6. RD says:

  The only thing that comes to mind at the first sight of this poem is the best teacher I’ve had in my life. If only every teacher in this World has the same level of enthusiasm as Smt. Nishaben J. Joshi!? I don’t remember the structure of Chhanda et al. but I can still relate to with it and the love towards the language she has cultivated in me is unmatched. If any of her recent student read this, pass on the message that one of the seed you have sown is about to became a plant and aspiring to become a fully grown tree.

 7. રાકેશ આર મહેતા says:

  જયશ્રી બહેન ઘણી સરસ વાત આજે કહી. હાલ ના સંજોગો મા આજ વસ્તુ આપણે ત્યા ચાલે છે. ઘણા બધા વર્ષે આ કવિતા વાંચવા મળી. “‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.” ફક્ત આ બે લાઇન જ આખી કવિતા માંથી યાદ રહી હતી પરંતુ કદાચ એજ કવિતા નુ હાર્દ છે એવુ મારુ માનવુ છે. આટલી સરસ કવિતા આખે આખી ફરીથિ યાદ કરાવવા બદલ ઘણો ઘણો આભાર. આવી જ બીજી કવિતા ઓ આપતા રહેશો………

 8. ashish gajjar says:

  વર્સો પહેલા અભ્યાસ મા શિખેલ કવિતા ફરિ યાદ આવિ ગઇ.એજ રાગ મા ગાવાનિ મઝા પઙૅ.

  આશિષ ગજ્જર

 9. કલાપીની આ સદાબહાર રચનાને કોઈએ સ્વરબદ્ધ નથી કરી?

 10. rajnikant shah says:

  i remember this poem whenever i see ruthless behaviour of todays polticians and i.a.sand ips officers. from where to where we have slipped !!!

 11. Navin Badani says:

  ખુબ ખુબ આભર્ ઘના વખતથિ આ ગિત નિ રાહ જોતો હતો. ધન્યવાદ્.

 12. lata.kulkarni says:

  કવિ કલાપિના શબ્દો ખરેખર અવર્નનિય!!!!!ખુબ સુન્દર chhandabaddhha!!!!અલન્કાર્યુક્ત ભાશા અતિ સુન્દર્!!!!REALLY VERY TOUCHING AT THE BOTTOM OF THE HEARTS!!!

 13. જયકિશન બથીયા says:

  કવિશ્રી કલાપી ની ખૂબજ સરસ રચના

  હાઇસ્કુલ ના અભ્યાસ્ક્રમમા આ કવિતા ભણેલા હોઇએ તેવુ યાદ આવે છે.

 14. sarang parikh says:

  why this poem is not sung by anybody?It is so sweet poem’

 15. જયેન્દ્ર ઠાકર says:

  વિવિધ છન્દોમા વણાયેલી આ કવિતા વરસોથી યાદ આવે છે. કેટલી સુન્દર છે!

 16. આ હા ……..
  આ કવિતા અમારે પાચમા ધોરણમાં આવતી

  અને તે અમારે પાકી કરવી પડતી હતી…

  ઘણી માથાકુટ પછી અમે એ મોઢે પણ કરતાં

  ટીચર ઉપર ગુસ્સો પણ ઘણો આવતો..

  પણ પછી છંદ્દ બધ્ધ રીતે ગાતાં ત્યારે જે

  માહોલ બંધાતો…..બધો થાક ઉતરી જતો….

  • Amit says:

   ડોકત્ત૨ સાહેબ, ૫ મા ધોરણ મા ના આવે આ….૮ મા મા હોશો .

 17. Ketan says:

  રન્ગ ચ્હે કલાપેી તમારેી ઉત્ત્મ રચ્ના ને

 18. sudhir patel says:

  કવિ કલાપીની સદાબહાર અને અમર કાવ્ય રચના!
  વિવેકભાઈનો પ્રશ્ન ખૂબ જ વેધક છે કે આવી માતબર કાવ્ય-સંપદાને કોઈએ હજી સુધી સ્વરબધ્ધ કરી નથી!
  એક જ કવિતામાં છંદનું, કુદરતના રૂપનું, ગ્રામ્ય માનવ-જીવનનું અને ઘટતા અજીબ પ્રસંગનું,એમ કેટ કેટલું વૈવિધ્ય સમાયેલું છે, જેને કોઈ નિવડેલ સ્વરકાર બખૂબી ઊજાગર કરી શકે.
  સુધીર પટેલ.

 19. શેરડેીના રસનેી મેીઠાશ અર્પતુ કાવ્ય. કલાપેીનેી ઓળખનેી શરુઆત મને આ કાવ્યથેી થઈ હતેી.

 20. Jayendra Raval says:

  I read after long time.

 21. Sharad Radia says:

  I studid this poem in middle school. One of the best poem is true story and sending lot of messages.
  1) Ha patavo vipul zarnu floew from haven. Kalapi apology was from bottom of the heart. That is tru for all of us.
  2) This applies to every one in power and has greed. Once greed (means lobh ). I heard that there is no end to greed.
  3) Now a days this short of poems does not exist in education system and should be introduce back in education system.

  Thanks for allowing me to give my opinion.

 22. hirabhai says:

  સરસ કવિતા અમે પણ ગાતા હતા

 23. Anjana says:

  મારિ ખુબ જ ગમતિ કવિતા છે.

 24. R.P.Varagiya says:

  કલાપિ નિ ક્ વિતા માણસ્ મા માણ સાઈ જ્ગાડી દે

 25. Vipool says:

  One of the most popular “khandkavya: of Kalapi. I hope someone does it swarbaddha. It also reminds me of another khandkavya by Kalapi’s friend “kant” and that is “Atignyan”. I hope some one swarbaddha that kavya too.

 26. સદા અમ્રર કવિતા.

 27. બહુ સમયે ગમતિ કવિતા વાચવા મળિ…..

 28. Rajesh Bhat says:

  Truly a classic of Gujarati literature. Apart from touching the heart of a sensitive reader, this poem also assumes a special significance for many different reasons:
  1. In today’s times when insensitive and corrupt politicians abound, our regards for a sensitive ruler are raised by the mere fact that he goes to experience the happiness and sufferings of his people personally like this in hiding. Will the politicians take a leaf out of this?
  2. For a student of poetry (are there any left?) this poem is a lesson in prosody (Chhandashashtra). In a single poem it covers six important metres (chhando) of Gujarati poetry.
  3.It is a classic poem with all the characteristics of a classic:
  – it has a universal appeal
  – it has stood the test of time
  – it has artistic excellence of a very high order
  – it expresses very vividly human emotions of envy, tragedy and then ultimately compassion.
  4. The initial lines of the poem establish the milieu with great precision of language and most appropriate words to enhance the impact of the poem.
  5. This longish poem also, like most other Kalapi poems, has those wonderful quotable lines in : ” Rasheen Dhara Thai Chhe . . .”

  Lastly, it is also interesting to note that in late nineteenth century, this part of Saurashtra (Lathi area of pesent day Amreli District) had enough water (and irrigation facilities) to grow such juicy sugarcane! Today, Amreli is a drought-prone district. Thus, good literature is also serves the purpose of documenting facts for the future generations!

  Rajesh Bhat.

 29. manthan says:

  grammata sambhadva su karva nu.mare rag sikhavo chhe.please help me

 30. Vipul Barot says:

  Khub j saras poem.. .
  School na divso yad aavi gaya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *