શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

કવિ દલપતરામના જન્મદિવસે (21 જાન્યુઆરી -1820) માણીએ એમનું આ ઘણું જ જાણીતું કાવ્ય…
* * * * *

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

– દલપતરામ

(આભાર : પ્રભાતના પુષ્પો)

15 replies on “શરણાઈવાળો અને શેઠ – દલપતરામ”

 1. Chandrakant Lodhavia says:

  જયશ્રીબેન,
  કવિ દલપતરામના જન્મદિવસે (21 જાન્યુઆરી -1820) માણીએ એમનું આ ઘણું જ જાણીતું કાવ્ય. બેન ૨૧ જન્યુઆરી મારા મોબઈલે સવારે તહુકો કરી મને જગાડ્યો ને તમે મુકેલુ ગીત માણી લીધું. પણ મનોનમ ગણગણવાનું તો ચાલુ જ રાખ્યું છે. આપણી કહેવત છે કે રાજા વાજા ને વાંદરા ત્રણે સરખા. ત્રણે ને ક્યારે રીઝવી શકાઈ નહિ. ખરેખર કહેવતની આ નાની શિખામણ કવિઅએ નાના બાળકોને સમજાવવા સુંદર રીતે રજુ કરી છે.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 2. Dhananjay Goyani says:

  ખુબ જ સુન્દર ગીત, ભારે મજા આવી ગઈ. શાળા મા ગાતા તે દિવસો યાદ આવી ગયા. ૧૪ વર્ષ પહેલા ની વાતો તાજી થઇ ગઈ.

  આભાર.

 3. priyangu says:

  આ કાવ્ય શિખરિણી છન્દ મા ધોરણ ૮ મા ભણેલા આજે ફરી યાદ આવી ગયુ
  ખુબ ખુબ ધન્યવાદ

 4. lata.kulkarni says:

  કવિ દલ્પત રામ્નાગિત માતે ધન્યવાદ.નાનપન્નુ ગિત્’ ઉન્ત કહે આસમામા..વાન્કા અન્ગવાલા-બગલનિ દોક વાન્કિ,પોપતનિ ચાન્ચ વાન્કિ’દલાપત નુ ચે.!!!!!thanks

 5. M.D.Gandhi, U.S.A. says:

  શાળામાં ભણતાતાં ત્યારે આ કે આવા કાવ્યોની બહુ સમજણ નહોતી પડતી પણ આજે વ્યવહારમાં આનો અર્થ સમજાય છે કે ભણતર કે સંસ્કાર વગરના અને કોઈમાં પણ રસ ન હોય અને માત્ર પૈસા જ કમાઈ જાણનાર માણસો કલાકાર પ્રત્યે કેવા બેવકુફ હોય છે. સારું ગોતીને કાવ્ય આપ્યું છે.

 6. kiran mehta says:

  પ્રિય જયસ્રરિબેન્ હુ ગુજરાતિ મા ભનિ ચ્હુ પન દિલ્લિ મા રહુ ચ્હુ, તેથિ ગુજરાતિ સાહિત્ય ને miss કરુ ચ્હુ. પન જ્યારથિ તહુકો સામ્ભલવા નુ શરુ કર્યુ ચ્હે ત્યાર્થિ સ્કુલ ના દિવસો યાદ કરુ ચ્હુ . આપ અમેરિકા મા રહિ ને પન અમારા જેવા ગુજરાતિઓને રસપાન કરાવો ચ્હો તેનો ખુબ ખુબ આભાર…………

 7. jainendra says:

  આભાર જયશ્રીબેન,
  આ ગીતે તો સ્કુલ ન દિવસો ની યાદ અપાવિ,
  “નાના હતા ત્યારે જાલ્દિ મોટા થવા માગતા હતા,પણ આજે સમજાયુ કે …અધુરા સ્વપ્ના અને અધુરિ લાગની ઑ કરતા અધુરા લેસન અને ટુટેલા રમકડા ઘના સારા હ્તા.”

 8. JITU PATEL says:

  THANK YOU VERY MUCH DALPATRAM BELONGS TO SWAMINARAYAN RELIGION AND TODAY I KNOW HIS BIRTHDAY

 9. Dr.Taralika Trivedi says:

  thanks alot, Jayshree, again you made my day!!Polu chhe te vagyu…!!! & Anyanu to ek Vanku apana adhar chhe, that Dalpatram!!!

 10. Munjal Dalwadi says:

  પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
  સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

  હા હા હા……….મજા આવી ગઇ..

  ૭મા ધોરણ માં ભણ્યો હતો આ કવિતા….ચોપડીમાં દોરેલું ચીત્ર આંખ સામે આવી ગયું…

 11. Girish Parikh says:

  આજે layaStaro.com પર રતિલાલ બી. સોલંકીની ‘આપણે’ ગઝલ વાંચી. એના એક શેર વિશે એ વેબ સાઈટ પર નીચેની કોમેન્ટ પોસ્ટ કરી. માનું છું કે આ વેબ સાઈટના ભાવકોને એ વાંચવી ગમશેઃ

  જો કલા-કારીગરીની થાય છે કેવી કદર !
  જીવતે જીવ એક કડિયો ગાડનારા આપણે.

  સર્જક હોવાને નાતે ઉપરના શેર વિશે વધુ વિચાર્યું. ‘ગાડનાર’ શબ્દના અર્થની ખબર નહોતી. આપણા ઓન લાઈન મહાકોશ ભગવદ્ગોમંડલ (www.bhagavadgomandal.com) માં જોયું પણ શબ્દ ન મળ્યો! પછી ‘ગાડવું’ શબ્દ જોયો અને ત્રણ અર્થોમાંથી નીચેના અર્થો બંધબેસતા લાગ્યાઃ
  ૧. જમીનની અંદર ખાડો કરી તેમાં મૂકવું; દાટવું.
  ૨. ઠોકવું; મારવું.
  આપણે કલા કારીગરીની યોગ્ય કદર કરવાને બદલે કડિયા બનીને એને દફનાવીએ છીએ! અલબત્ત, આમાં અપવાદ હોય છે પણ કેટલા?
  દલપતરામનું પેલું શરણાઈવાળાનું કાવ્ય યાદ આવે છે. એની શેઠે કેવી કદર કરી! કવિ દલપતરામનો આજે (જાન્યુઆરી ૨૧, ૨૦૧૦) જન્મદિવસ છે. શરણાઈવાળાનું કાવ્ય જયશ્રીબહેને Tahuko.com પર આજે જ પોસ્ટ કર્યું છે.
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  E-mail: girish116@yahoo.com
  (ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદ’)

 12. lata.kulkarni says:

  ‘ઉન્ત કહે આ સભામા’કાવ્ય મોકલ્યા બદ્દલ ખુબ ખુબ આભાર્.નાનપન મા’ બાયહાર્ત ‘હતુ.

 13. hema says:

  ગુજરાતી અને ગુજરાતી કવિઑ ને ધબકતા રાખવા બદલ ઘણૉ આભાર.જયારે જીવન મા ‘પોલુ છે તે….’નો અનુભવ થાય ત્યારે જ આ કવિતા સમજાય…

 14. DEEPAK AVARANI says:

  સટ્ટાખોર વાણિયો મુમ્બઈમાં રહેતો
  સાન્જસવાર હનુમાનને હાથજોડી કહેતૉ
  …….
  …….

  ઍક વાર હનુમાનને ઍવી ચડી ચીડ
  પત્થર માંથી પેદા થયા બોલ્યા નાખી રીડ
  પાંચસો જો હોય તો બંધાવું હું હોઝ
  ભરાવુ હું તેલ પછી ધુબકા મારું રોજ!

 15. B D Shilu says:

  તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
  તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
  કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

  એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
  પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
  એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.

  આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
  ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર;
  અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે.

  જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;
  અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;
  ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.

  જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ;
  કોઇ આવી વાત સૂરજની કરે, તે આગળ લઇ ચાંચ જ ધરે;
  અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા;

  આપને સૌને અખા ના છપ્પા ગમશે તો મને આનન્દ થશે….
  ભવસુખ શિલુ.જામનગર. (bdshilu@gmail.com)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *