ઝાકળબિંદુ ! – ઝવેરચંદ મેઘાણી

zaakal

ઝાકળના પાણીનું બિંદુ
એકલવાયુ બેઠુ’તુ ;
એકલવાયુ બેઠુ’તુ ને
સુરજ સામે જોતું ‘તુ;
સુરજ સામે જોતું ‘તું ને
ઝીણુ ઝીણુ રોતું ‘તું;

“સુરજ ભૈયા સુરજ ભૈયા!
હુ છુ ઝીણું જ્લબિંદુ;
મુઝ હૈયે તમને પધરાવું
શી રીતે હે જગબંધુ!

તમે દુર વાદળમા વસતા
સાત અશ્વને કરમાં કસતા
બ્રહ્માંડોની રદ રજ રસતા
ઘુમો છો બંધુ
તમ વો’ણુ મુજ જીવન સઘળુ
અશ્રુમય હે જગબંધુ”

“જ્લબિંદુ રે જ્લબિંદુ!
ઓ નાજુક ઝાકળબિંદુ!
સૂરજ બોલે સુણ બંધુ!

“હુ તો ત્રિલોક્મા ફરનારો,
કોટિ કિરણો પાથરનારો,
ગગને રમનારો :
તેમ છ્તા હુ તારો તારો,
હે ઝાકળબિંદુ !

“તોય મને તુ વા’લુ વા’લુ
બાળાભોલા જ્લબિંદુ
તુજ હૈયે હુ પોઢી જાણું
હે ઝાકળબિંદુ !

“તુજ સરીખો નાનો થઈને,
તુજ અંતરમા આસન લઈને,
ઈન્દ્રધનુની રમતો રમવા
આવીશ હે બિંદુ
“તુજ જીવનમા પ્રકાશ વાવુ,
તુજ અશ્રુને હાસ્ય બનાવુ
હે નાજુક બિંદુ! ”

હસતે મુખડે સૂરજ રાણા
જ્લબિંદુમા જઈ સમાણા:
રુદનભર્યાં જીવનમા ગાણા
ગાઈ રહ્યું ઝાકળબિંદુ !

————————

આ કાવ્ય મોકલવા માટે હેમંતભાઇ ઠક્કર અને સિધ્ધીનો, તથા ટાઇપ કરી આપવા બદલ સ્નેહ નો આભાર. 🙂

7 replies on “ઝાકળબિંદુ ! – ઝવેરચંદ મેઘાણી”

  1. યાદ છે આ કવિતા નાનપણમાં ગોખી હતી પણ સમજાણી નહોતી. જો ઈશ્વર પ્રત્યે આપણા હૃદયમાં ઝાકળ બિંદુ જેવો જ તલસાટ અને આક્રંદ હોય તો ઈશ્વરે પણ આપણા હૃદયમાં આવીને વાસ કરવો પડે છે.

  2. રાત રડતી અને સરે ઝાકળ,
    પુષ્પની આંખથી ઝરે ઝાકળ. ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
    રોજ એ ધોઈ ને હરે ઝાકળ. તો ઉષા બળતી હોત ભડકે પણ,
    ઠારવા સૂર્યને બળે ઝાકળ. દર્દ હો કે ખુશી જીવનની હો,
    બેયમાં આંખમાં તરે ઝાકળ. બાથમાં આખું નભ સમાવે, ને
    પુષ્પ ના પાંદ થી ઝરે ઝાકળ. કાવ્ય હો કે કલમ, ભીંજાયા છે,
    મન-વિચારો ને જો અડે ઝાકળ.

  3. i love all Respected Meghani’s creation!! i am looking for `HAJARO VARSH NI JUNI AMARI VEDANAAOO’ i’ll appreciate if you can post it!!
    smita patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *