ગુજરાત, આપણું વ્હાલ અને વૈભવ…

વ્હાલા ગુજરાતીઓ…

સૌ પ્રથમ તો સૌને ‘ગુજરાત દિન’ની હાર્દિક શુભેચ્છાઓ.. અને આજના આ ખાસ દિવસે આપણી સાથે ગુજરાતની થોડી વાતો અને ગુજરાતના ગૌરવવંતા ગીતો લઇને હાજર છે દેશગુજરાત.કોમ ના જપન પાઠક. જપનની ઓળખાણ આપવા હું એટલું જ કહીશ, કે એકવાર દેશગુજરાત.કોમની મુલાકાત જરૂર લેશો. ‘Ahmedabad is changing’ નો episod હોય કે પછી વર્ષો પહેલાના વાઘ ‘બળેલો’ની વાતો, કે પછી શરદપૂનમની વાતો, જપનને સાંભળવાનો જેટલી વાર લ્હાવો મળે, ચુકવા જેવો નથી.

તો આજે હવે હું તમારો વધુ સમય નહીં લઉં, સાંભળો : જપન પાઠક અને એમની વાતો, સાથે સાથે આપણા ગીતો તો ખરા જ.

.

અને હા, ‘ગુજરાત દિન’ નો આ ઉત્સવ આપણે કાલે પણ ઉજવશું, કારણ કે કાલે ટહુકો પર નવી પોસ્ટ મુકવાના સમયે અહીં અમેરિકામાં 1 લી મે થઇ હશે. એટલે કાલે સાંભળશું, જેને હું ગર્વથી ‘ગુજરાતનું ગૌરવ’ કહું છું, એવા આપણા મેહુલભાઇએ સંગીતબધ્ધ કરેલ ગીત ‘ગુણવંતી ગુજરાત…’. એમના આલ્બમ ‘પ્રેમ શોર્ય ગુજરાત’નું આ મારું સૌથી ગમતું ગીત.

જપને જે ગુજરાતપ્રેમને લગતા ગીતોના આલ્બમની વાત કરી ને, એના વિષે એક વાત કહું? 1 મે, 2004 ના દિવસે, ગુજરાતને ચાહતા, અને ગુજરાતી સાંભળતા અદના ગુજરાતીને અર્પણ એવું આલ્બમ ‘મેહુલ સુરતી’ એ બહાર પાડ્યું હતુ, ‘પ્રેમ શોર્ય ગુજરાત’. (આજનું શિર્ષક પણ મેહુલભાઇના જ શબ્દો છે). મને આશા છે કે ઘીમે ઘીમે આ આલ્બમ વિષેની જાગૃતતા વધે, અને દેશભક્તિના હિન્દી ગીતો જેટલા પ્રચલિત છે, એટલા જ આ બધા ગીતો પણ પ્રચલિત અને સરળતાથી ઉપલબ્ધ બને.
પણ એની વધુ વાત કરીશું આવતી કાલે. આજે તો બસ આટલું જ કહીશ.

જય જય જન્મ સફળ ગુજરાતી….. જય જય ધન્ય અદલ ગુજરાત……

જય ગુજરાત.

( ટહુકો.કોમના મુલાકાતીઓ તરફથી અને મારા તરફથી પણ, મિત્ર જપન પાઠકનો હ્રદયપૂર્વક આભાર.)

Jay jay garavi Gujarat, jai jai garvi Gujarat, Gujarat din special songs, listen online gujarati music, japan pathak jyan jyan vase ek gujarati , sadakaal gujarat

16 replies on “ગુજરાત, આપણું વ્હાલ અને વૈભવ…”

 1. s.vyas says:

  આભાર, જયશ્રી.
  તમને, તથા બધાં જ ગુજરાત પ્રેમીઓને શુભેચ્છાઓ.

 2. Chintu says:

  Good one.. After long long time I listened to gujarati songs.. so thanx a lot to u..

 3. Harry says:

  Happy Birth Day To Gujarat !!

  “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”..

  I proud to be a gujarati .

  Nice to have Japan Pathak on tahuko.com .

  ખૂબ ખૂબ આભાર જયશ્રીબેન …

 4. Himanshu Zaveri says:

  આભાર, જયશ્રી, અને જપન પાઠક
  અને બધાને ગુજરાતદિનની શુભેચ્છા.

 5. જય જય ગરવી ગુજરાત…

 6. CHANDSURAJ says:

  આવો આજે ગુજરાતદિન્ની સુડતાલીસમી જયંતિ પર
  સર્વે ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ પ્ર્દાન હો !
  આપણાં ખમીર,હીર,શૌર્ય,જોમ અને જોશ આપણા એ
  પ્રેમતણા ગુજરાતને એટલુ ગરવું બનાવે કે એના ગૌરવ
  અને વૈભવ પાસે જગત ઝાંખુ પડે!
  ચાંદસૂરજ

 7. Shah Parvi says:

  ખૂબ ખૂબ આભાર જયશ્રીબેન,
  સૌ ગુજરાતીઓને અનેક શુભચ્છાઓ,
  જય ગુજરાત.

 8. Harshad Jangla says:

  જપનભાઈની ઓળખાણ કરાવવા બદલ આભાર
  જય જય ગરવી ગુજરાત

 9. UrmiSaagar says:

  જય જય ગરવી ગુજરાત!

  જપન પાઠકને પહેલીવાર જ સાંભળ્યા.
  ખરેખર મજા આવી ગઈ…
  આભાર જયશ્રી!

 10. ashalata says:

  જય જય ગરવી ગુજરાત !!

 11. Ramesh Shah says:

  ગુજરાત માં જ રહીને ગુજરાત રાજ્ય નો ભાતીગળ ઈતિહાસ સાંભળવાની ખુબ મજા આવી.એમાંય આ મજા અમેરીકા થી આવી એટલે આંનંદ બેવડાયો.

 12. atul says:

  મને આ ગીત જોવુ

 13. anu says:

  jashree ben, tame Japan bhai ne lai aavya ane aa gujarat vishe aatlu badhu kahyu ane gito sambhalavya te badal aabhar. ane japanbhai tamaro pan aabhar.

 14. gita c kansara says:

  ધ્ન્ય ધન્ય ગુજરાત્.
  જયા વસે ગુજરાતેી ત્યા સદાકાર ગુજરાત્ .
  જય જય ગરવેી ગુજરાત્.

 15. Neha says:

  ખુબ જ સરસ્,મને અ વેબ ખુબ જ ગમે યુ.કે મા રહિ ન ભાર ત ને જિવન્ત રખે ઘે.

 16. Neha says:

  khub saras che, uk ma rahi bharat ni najik a geeto thi rahu chu.jai gujrat.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *