અહીં અમેરિકામાં પાનખરની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે આદિલ સાહેબની આ ગઝલ, ગૌરાંગ વ્યાસના અદ્ભુત સ્વરાંકન સાથે. અકિંત ત્રિવેદીએ આ ગઝલની પૂર્વભુમિકામાં કહ્યું હતું એમ - ગઝલનું વૃંદગાન બનાવવું એ ખરેખર પડકારનું કામ છે.
સ્વર : શ્રુતિ વૃંદ
સંગીત : ગૌરાંગ વ્યાસ
(photo : foodha for thought)
શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.
ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.
સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.
મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.
હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.
તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.
આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.
આભાર : http://aektinka.wordpress.com/




October 7th, 2009 at 6:03 am
વાહ્ ! સુન્દર રજુઆત!!
October 7th, 2009 at 7:47 am
આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
આદિલભાઈની સુંદર ગઝલ. અને સરસ સ્વર
સપના
October 7th, 2009 at 11:47 am
Thanks for this songs.
Requested to put complete SHRUTI VRIND album.
October 7th, 2009 at 4:54 pm
સરસ ગઝલ અને સ્વરાંકન
October 7th, 2009 at 6:59 pm
અત્યંત સરસ ગઝલ અને અનોખું સ્વરાંકન્,મધુર કંઠ, બધુંજ મધુર્,,
October 8th, 2009 at 6:00 am
At last I got it. Like Ankit Trivedi said somewhere, that Only Gaurang Bhai can make unusal composition like this, Gazal is sung by Group singer. Hats off to Gaurang Bhai, Shruti Vrind and to you Jayshree !! Way to Go.
October 9th, 2009 at 5:58 pm
આકાશવાણી ના ગુજરાતી મધુર ગીતોમાં આ ગઝલ સાંભળી હતી તે આજે સાંભળી આભાર યાદો તાજી કરાવવા બદલ
October 9th, 2009 at 6:23 pm
આખી ગઝલ સંઘેડાઉતાર…
બધા જ શેર ઉત્તમ થયા છે… ફરી ફરીને માણવી ગમે એવી ગઝલ…
October 9th, 2009 at 8:46 pm
superb gazal…!
really enjoyed lot.. !!
October 12th, 2009 at 5:37 pm
વિતેલા વર્ષોનું સુપર હિટ આલ્બમ શ્રવણ માધુરીનું આ ગીત-ગઝલ યાદોના સંભારણાં તાજાં કરાવે છે નવા સ્વરૂપે..!!
આભાર.