સમરો મંત્ર બડો નવકાર

નવકાર મહામંત્ર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

This text will be replaced

સમરો મંત્ર બડો નવકાર
એ છે ચૌદ પૂરવનો સાર
એહના મહિમાનો નહીં પાર
એના અર્થ અનંત અપાર

સુખમાં સમરો, દુ:ખમાં સમરો
સમરો દિવસને રાત
જીવતા સમરો, મરતા સમરો
સમરો સૌ સંગાથ

યોગી સમરે, ભોગી સમરે
સમરે રાજા રંક
દેવો સમરે, દાનવ સમરે
સમરે સૌ નિ:શંક

અડસઠ અક્ષર એહ ના જાણો
અડસઠ તીરથ સાર
આઠ સંપદાથી પર માણો
અષ્ટસિધ્ધી દાતાર

નવપદ એહના નવનિધી આપે
ભવભવના દુઃખ કાપે
વીરવચનથી હ્રદય સ્થાપે
પરમાતમ પદ આપે

14 thoughts on “સમરો મંત્ર બડો નવકાર

 1. Harshad Jangla

  પરમાતમ પદ આપે….
  નવકાર શબ્દ નો અર્થ કોઈ જાણકાર ભાઈ બહેન આપશે?

  Reply
  1. perry

   jain mahamantra , navkar.
   teno mahima samjavama avyo chhe.
   navkar ma total 68 akshar, total 9 pad, total 8 sampada

   Reply
 2. Ami

  ખુબ સરસ. જ્યારે આપણા ગામમાં રહેતા ત્યારે મિત્રો સાથે દરિયા કિનારા પાસે નાં દેરાસરમાં જવાનું થતું અને આ સાંભળવાનો લહાવો મળતો હતો. આજે તમે આપ્યો.

  આભાર જયશ્રી.

  Reply
 3. manish

  સમય અનુસાર પોસ્ટ કરવાનું ખુબ ધ્યાન રાખો છો, અભિનંદન.

  Reply
 4. Reader

  ણમો સિદ્ધાણં ણમો આયરિયાણં વગેરે પંચપરમેષ્ટી નમસ્કાર આ નવકાર મંત્રમાં છે.
  નવકાર શબ્દની વ્યુત્પત્તિ સંસ્ક્રુતમાં “નમસ્કાર” છે. જૈન ધર્મમાં ઘણું બધું “પ્રાક્રુત” ભાષામાં છે (પ્રાક્રુત એ એક સંસ્ક્રુતમાંથી આવેલી પ્રાચીન ભાષા હતી). સંસ્ક્રુતમાં જે શબ્દ નમસ્કાર છે તેનું પ્રાક્રુતમાં થયું “નમક્કાર”, નમક્કારનું અપભ્રંશ થયું નવક્કાર અને નવક્કારનું અપભ્રંશ ગુજરાતીમાં થયું નવકાર..એટલે કહેવાયો નવકાર મન્ત્ર….જેમ કે સંસ્ક્રુતમાં “કાક” શબ્દ છે, જે પ્રાક્રુત ભાષામાં થયું “કાગ”, અને આખરે ગુજરાતીમાં થયું “કાગડો”.

  Reply
 5. રાધીકા

  જયશ્રી

  તારા ટહુકાને કદી કોઈ જ્ઞાતીબાધ નથી નડતો… એ તો એમ જ રેલાય છે જાણે “વસુધૈવક: કૌટુંબકમ”

  good efforts

  Reply
 6. virendra

  જો તમને રાસબિહારી દેસાઈ ના સ્વરમાં બિલ્વાષ્ટક મળે તો ચોક્કસ મૂકશો. તેમણે અને વિભા દેસાઈએ ખૂબ સુંદર રીતે રજૂઆત કરી છે. મારી પાસે પહેલા તેની ઑડિયો કેસેટ હતી. મને ખબર નથી કે તે CDમાં મળૅ છે કે નહિ.

  Reply
 7. deepak shah

  અદ્દભુત નવકાર
  i like this song very much
  please add jayan rahi ‘s navkar bhasy jap it is totaly differnt music held in various place in mumbai (india)

  Reply
 8. Ranjit Ved

  અમારા સન્ગેીત શિક્શક માલાદ મુમ્બય મા કહેત કે “ભજન કોઇ પન ભશા નુ હોય તે મધુર જ હોય જેમ ભગવાન નિ ભક્તિ જ હોય્..બિજુ કશુજ નહિન્…ાભાર જય્શ્રેીબેન જય્શ્રેીક્ર્શ્ન કે જય જિનેન્દ્ર એ બધાજ પરમ આતમા જ ચ્હે અને સર્વે ને પય જલગુન્ચ્હુ…માર મિત્રો ને અમે આસ્તવનો મોક્લિ આપ્ય ચ્હે અને સૌ ને ગમ્યા પન ચ્હે અને ખુશિ વ્યક્ત કરિ ચ્હે…રન્જિત વેદ્..

  Reply
 9. Harsukh H. Doshi.

  Respected Jayshreeben / Amitbhai, August 10, 2010.

  Since this morning sound track stops after 2 stanzas, please fix it, it is my morning and evening prayer daily, I will be much obliged.

  Harsukh H. Doshi.

  Reply
 10. tansukh.d.mehta

  જય્શ્રેી બેન્,
  સમ્રોરો મન્ત્ર ગિત ગમ્યુ.જૈન સ્તવન આપ્ત રહો.
  આભાર્

  તન્સુખ મેહ્તા

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *