સ્વરકાર ‘ક્ષેમુ દિવેટીઆ’ ને અલવિદા….

ગુજરાતી સંગીત જગતના જાજરમાન સ્વરકાર શ્રી ‘ક્ષેમુ દિવેટીઆ’ ગઇકાલે – 30 July, 2009 ના રોજ અવસાન પામ્યા..! સંગીત-સુધાના ૧૦ ભાગમાં જેંમણે ગુજરાતી કવિતાની કેટકેટલીય અમર રચનાઓ – ગુજરાતભરના કલાકારો સમક્ષ ગવડાવીને, દેશ-દુનિયાના ખૂણે ખૂણે આપણી ભાષાની મહેક પ્રસરાવી છે, એ ક્ષેમુદાદા એમના સંગીત થકી હંમેશા આપણી વચ્ચે જરૂર રહેશે.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેમને ગુજરાતી સંગીતના ભિષ્મપિતામહ કહીને અવિનાશ વ્યાસ પછીનું સ્થાન આપે છે, એવા ક્ષેમુદાદાની ખોટ ગુજરાતી સંગીત જગતને હંમેશા સાલશે. ‘કાશીનો દિકરો’ ફિલ્મના ગીતો માટે એમને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો, પરંતુ એ એકમાત્ર એવી ફિલ્મ હતી જેમાં એમણે સંગીત આપ્યું. અને થોડા સમય પહેલા જ એમના ગુજરાતી-સંગીત ક્ષેત્રના પ્રદાન માટે એમને મોરારીબાપુના હસ્તે ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ એનાયત કરાયો હતો.

જેમાંથી ‘ગુજરાત’ની મહેક આવે એવા એમના ગીતોમાં એમણે શાસ્ત્રીય રાગો અને ગુજરાતના લોકસંગીતનો અદભૂત સમન્વય સાધ્યો. ઉત્તમ સંગીતકાર, અને એટલાજ ઉમદા વ્યક્તિ. જીવનના ૬૦ વર્ષની ઉજવણી એમણે ગુજરાતને ‘સંગીત-સુધા’ની ભેટ આપીને કરી.. ૩૦થી પણ વધુ નામી-અનામી કલાકારોને કંઠે ૫૦થી વધુ કવિઓની સ્વરરચનાનો ખજાનો – એમણે મને એમના હાથે, એમના આશિર્વાદ સાથે આપ્યો હતો લગભગ ૨ વર્ષ પહેલા, એ દિવસની એમની સાથેની મારી મુલાકાત મને હજુ યે યાદ છે.

એમના કેટકેટલાય ગીતો અસંખ્ય વાર સાંભળ્યા છે.. પણ આજે એમને શ્રધ્ધાંજલીરૂપે અહીં કયું ગીત મુકવું એ નક્કી જ ન કરી શકી. કહું ગીત સંભળાવું ને કયું બાકી રાખું?

એમના જ શબ્દો અહીં ટાંકું છું –

સ્પંદનોનું વ્યક્ત વૈવિધ્ય એ સહુને સહજસિધ્ધ નથી.
સુવાસને શબ્દસ્થ કરવાનું સહેલું કયાં છે? ત્યારે,
કવિતા મદદે આવે છે. આ છે કેસેટ-સ્થ કવિતા.
ભાવ-ઉર્મિ-વિચારનો સૂરીલો ધબકાર.
મૌન સંવેદનાની સંગીત સભર અભિવ્યક્તિ.
વિભિન્ન ક્ષણોની મૂક અનુભૂતિનું સૂર-શબદમાં
સહિયારું પ્રાગટ્ય,
“સંગીત સુધા”.
આવો,
અસ્તિત્વ સમગ્રથી એનું પાન કરીએ.

– ક્ષેમુ દિવેટીઆ

This text will be replaced

પ્રભુ એમના આત્માને ચિરશાંતી અર્પે એવી હ્રદયપૂર્વકની પ્રાથના સાથે એમને નતમસ્તક વંદન કરું છું.

47 replies on “સ્વરકાર ‘ક્ષેમુ દિવેટીઆ’ ને અલવિદા….”

 1. M.D.Gandhi, U.S.A. says:

  “મૌન સંવેદનાની સંગીત સભર અભિવ્યક્તિ
  અસ્તિત્વ સમગ્રથી એનું પાન કરીએ”.

  પ્રભુ ક્ષેમુ દિવેટીઆના આત્માને ચિરશાંતી અર્પે એવી હ્રદયપૂર્વકની પ્રાર્થના સાથે એમને નતમસ્તક વંદન કરું છું.

 2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

  પ્રભુ એમના આત્માને સનાતન શાંતિ બક્ષે.

 3. Poorvi says:

  ‘કેવા રે મળેલા મન ના મેળ’ મારા થોડા મનપસંદ ગીતોમાંનું એક ગીત. આ સમાચાર વાંચતા, એ ગીત ફરી ફરી સાંભળ્યુ. પ્રત્યેક વખતે સાંભળતા સંગીતકારની ધન્યતા અને સાથે સાથે એમને ગુમાવવાની વ્યથા બન્ને ઘેરા થતા ગયા. એ ગીતમાં સહેજ પણ અલગ સ્વરો હોતતો એનું માધુર્ય અને ચમક્રૃતિ આટલી સચોટ અને મનભાવન ન હોત.
  મારી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી આપણા જાજરમાન સ્વરકારને!

 4. Harsukh Doshi says:

  In recent days you had posted several songs from swar_Sudha and I was enjoying from time to time. To day I read this sad news from Mumbai Samachar of 31st July and I was shocked. Let us pray for peace of his soul.

 5. ગુજરાતી સુગમ સંગીત ના બેતાજ બાદશાહ ને બાઅદબ સલામ !
  ઉત્તમ સંગીતકાર, અને એટલાજ ઉમદા વ્યક્તિ ! !
  અહીં અમને ખુબ રસપાન કરાવ્યું.હવે ઉપર મહેફીલ ભરી સર્વેશ્વરને રીઝવશો.
  અમારી અશ્રુભરી શ્રધ્ધાંજલી.

 6. જયશ્રી, સાચુ કહુ તો આ ક્ષેમુદાદાને મેં તારા અને ટહુકા દ્વારા જ આટલા બધા સાંભળ્યા અને માણ્યા છે. પ્રભુ એમનાં આત્માને ચિર શાંતિ બક્ષે એવી પ્રાર્થના…!

 7. manvant patel says:

  મારા અઁતરની શ્રદ્ધાઁજલિ !

 8. Kamlesh says:

  બહૂ મૉટી ખૉટ પડી…….સીતારૉ આથમી ગયો……

 9. sudhir patel says:

  પ્રભુ એમના આત્માને સંગીતમય ચિર શાંતી આપે એવી ખરા દિલથી પ્રાર્થના.
  સુધીર પટેલ.

 10. પ્રભુ એમના આત્માને શાઁતિ અર્પે એ જ અભ્યર્થના…

 11. Maheshchandra Naik says:

  સ્વરકાર એમના ગીતો દ્વારા કાયમ યાદ રહેશે જ, ર્શ્રી ક્ષેમુભાઈને આદરપુર્વક શ્રધ્ધાન્જલી અને ઈશ્વર એમના આત્માને શાશ્વત શાન્તી બક્ષે એ માટે પ્રાથના……

 12. ખરે જ ગુજરાતીઓને એમણે જે આપ્યુ છે તે અમુલ્ય છે.એમના આત્માને કોટિ કોટિ વંદન સાથે અશ્રુભરી અંજલિ.

 13. jagadip & hema anjaria says:

  સાચેજ મહાન સ્વરકાર અને માણસ વિદાઇ થયા.

 14. d.m.chudasama says:

  My heartiest tribute to

  ‘XEMUDADA’

 15. Late Shri.Kshemubhai was a noted musician,nice noble nagar family,perfect singer.
  Two great music personalities expired on same date.Moh. Rafiji and shri,khsemubhai.

 16. Pushpendraray Mehta says:

  ખરેખર સાચિ સ્વરાન્જલેી ….ધન્યવાદ…………

 17. RAMESSH SARVAIA says:

  જયશ્રીબહેન, ક્ષેમુદાદાની ખોટ ગુજરાતી સંગીત જગતને હંમેશા રહેશે જ
  કાશીનો દિકરો’ ફિલ્મનુ ગીત ઝીણાં ઝીણાં રે આંકથી અમને ચાળિયા…..
  સંભળાવા બદલ આપનો ખુબ,ખુબ આભાર
  મારી પાસે ૧૯૭૯ માં રીલીઝ થયેલ ફિલ્મ ,કાશીનો દીકરો , વિષે થોડી માહિતી છે
  જે અહી મુકુ છુ કદાશ કોઇ ને ઉપયોગી થાય.
  શ્રી ક્ષેમુ દિવેટીઆ ને અશ્રુભરી શ્રધ્ધાંજલી સાથે

  કાશીનો દીકરો {૧૯૭૯} સંગીતકાર ; ક્ષેમુ દિવેટીઆ
  નિર્માત ; નરેશ પટેલ સિને ઇન્ડીયા ઇન્ટરનેશનલ મુંબઇ દિગ્દર્શક ; કાન્તિ મડિયા
  ગીતકાર; રમેશ પરેખ,બાલમુકુંદ દવે,રાવજી પટેલ,માધવ રામાનુજ,અનિલ જોશી
  ગીતોના મુખડા ગાયક ; ગીતકાર;
  ૧ કેવા રે મળૅલા..રૂદીયાના રાજાકેવારે મળેલા..હર્ષિદા રાવળ,જનાર્દાન રાવળ- બાલમુકુંદદવે
  ૨ ગોરમાને પાંચે આંગળીયે પુજ્યા.. = હર્ષિદા રાવળ – રમેશ પારેખ
  ૩ મારી આંખે કંકુના સુરજ આથમ્યા… રાસ બિહારી દેસાઇ રાવજી પટેલ
  ૪ રોઇ રોઇ આંસુડા ની ઉમટે નદી… વિભા દેસાઈ માધવ રામાનુજ્
  ૫ ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા …. કૌમોદિ મુંન્શી,વિભા દેસાઈ – અનિલ જોશી
  ફિલ્મ ના કલાકારો
  રાજીવ,રીટા ભાદુરી,રાગીણી,ગિરીશ દેસાઈ,તરલા જોશી,લીલા જરીવાલા,જાવેદ ખાન,જગદિશ શાહ,અરવિંદ વૈઘ્,સંજય છેલ,રામકુષ્ણ નાયક ,પી ખરસાણી,વત્સલા દેશમુખ,મહાવીર શાહ,સરોજ નાયક,પુષ્પા શાહ,શ્રીકાન્ત સોની,દિલીપ પટેલ અને કાન્તિ મડિયા
  પરમ કુર્પાળુ પરમાત્મા ક્ષેમુ દિવેટીઆના આત્માને ચિરશાંતી અર્પે એવી હ્રદયપૂર્વકની પ્રાર્થના સાથે એમને નતમસ્તક વંદન કરું છું.

  આભાર સહ ….
  {શ્રી હરીશ રઘુવંશી ના ગુજરાતી ફિલ્મ ગીત કોશ માથી }

  રમેશ સરવૈયા સુરત

 18. dr.yogesh mehta says:

  ઉમદા સ્વરકાર અને ઉમદા વ્યક્તિ – હ્યદય પુર્વક શ્રદ્ધાઁજલિ
  ઉતમ અને ત્વરિત શ્રદ્ધાઁજલિ આપે અર્પણ કરિ તે માટે આભાર.

 19. Pushpendraray Mehta says:

  Being a Nagar ,we proud of such tallest personalities in Music world.It is a real loss not only to Nagars but to the entire Music World….May God give him rebirth to give more and more music to the coming generations…..

 20. ગુજરાતી સુગમ સંગીતના એક ઔર યુગનો અસ્ત થયો.

  અત્રે
  કવિશ્રી રાવજી પટેલનું અમર ગીત
  મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
  આ વસમી વિદાયને અનુરૂપ પ્રસ્તુતિ બની રહેત.

  ગીત અને સંગીત યુગ યુગ સુધી અમર રહે છે.
  સ્વ.શ્રી ક્ષેમુદાદાને નતમસ્તક શ્રધ્ધાંજલિ.

 21. Baarin says:

  પ્ર ભુ એમના આત્મા ને શાન્તિ આપે
  We have lost a great composer a void very difficult to fill after his sad demise.

 22. vasant joshi says:

  He was a legendry for Gujarati Sugam Angeet. we pray to almighty for the peace to great soul.

 23. priyangu says:

  શ્રદ્ધાન્જલિ સદા ગિતો અમર રહેશે

 24. Govind Maru says:

  હ્રદયપુર્વકની શ્રધ્ધાંજલી.
  ધન્યવાદ..

 25. ગુજરાતી કાવ્ય-સંગીતના ભિષ્મ પિતામહ શ્રી ક્ષેમુ દિવેટિઆને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.

 26. Pinki says:

  ભાવ-ઊર્મિ-વિચારનાં સૂરીલા ધબકારને…. હ્યદયપૂર્વક શ્રદ્ધાઁજલિ !!

 27. Mrunal Bhojak says:

  Emnu Sangeet aavnari pedhio ne divadandi swarupe hamaisha margadarshan aaptu rehse.

 28. Mrunal Bhojak says:

  એમનુ સંગીત આવનારી પેઢીઓને દિવાદાડી રુપે માર્ગદર્શન આપતુ રહેશે
  મૃણાલ ભોજક

 29. Rushikant says:

  Kshemudada has gone just to change the body that was getting a bit old & troublesome ! Neither he can leave music, nor music can leave him. May be in a decade or two, Gujarat will have him again on the stage with the same mastery but a new name (perhaps Nagari one)! And till then, his grand daughter Sawani, groomed by himself, may try to fill some of the void, with blessings from the Gujarati-songs-fans the world over.

 30. ashalata says:

  હ્રદયપુર્વકની શ્રધાજલી

 31. bansi parekh says:

  param aadarniy shri kshemu divetiyaji, geet ane sangeet kshetre aape bahu moto falo aapyo. ane aapno amuly khjano aape prem sahit vahali dikri jayshreene aapi didho. ane tenu run jayshrie aapna sangeet madhya geeto raju krine chukvyu.30 mi july,1987. me aa ghar khridu. ane tame 30 mi july e tamtra shrir rupi gharne khali karyu.vahali jayshree taro khub khub aabhar. te aaje sat sat rachnao raju kari. khub khub prem sahit aashirvad.Bansilal parekh.

 32. Dinesh Pandya says:

  ક્ષેમુ દિવેટીયાની વિદાયથી ગુજરાતી સુગમ સંગીતને મોટી ખોટ પડી છે. તેમની “સંગીત સુધા” ગુજરાતી સુગમ સંગીતનું એક સીમાચિન્હ અને અભ્યાસુ માટે ગુજરાતી શબ્દ-સૂરની ખાણ ગણાય. ઘણું જ ઉત્તમ કાર્ય!

  ઈશ્વર તેમના આત્માને શાંતી આપે અને ફરી તેમને સંગીતજ્ઞ રૂપે ગુજરાતમાં જ મોકલે તેવી પ્રર્થના.

  દિનેશ પંડ્યા

 33. Sneh says:

  we pray to god for his soul to rest in peace.

 34. dhurjati vaishnav says:

  we have lost piller of gujarati sangeet,we all miss him alot but will be able to find him in his music which he has contributed to us.
  may god give him peace.
  om shnati shnati shnati
  dhurjati vaishnav

 35. VIkram Bhatt says:

  હ્રદયપુર્વક નત-મસ્તકે અંજલી. દાદાને ને એમના ગીતોનો રસથાળ સદૈવ એમની યાદ તાજી રાખશે.

 36. Neela says:

  એક ચમકતો સિતારો ખરી પડ્યો.

 37. Ramesh Patel says:

  આપની યશોગાથા ગુર્જરીને આંગણે સદા ઝગમગતી રહેશે.
  અંતરમાં વિષાદ છે કંઈક ગુમાવવાનો ,લાગણીઓ વલોવાની વ્યથાથી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 38. Gujrat and all Gujaratis will always remember Late shri Kshemubhai for his great contribution to Gujarati Sugam sangeet. He will always be alive in his songs.

 39. chintan says:

  ક્ષેમુકાકા – ગુજરાતી કાવ્ય સંગીતને ધબકતું,ગણગણતું કરનાર
  વિરલ વ્યક્તિત્વ……
  ક્ષેમુકાકાએ હર હંમેશ કવિતાને હથેળીમાં રાખી,તેમના સ્વરાંકનો દ્વારા
  સજાવી છે…..કાવ્યતત્વને ધબકારો આપ્યો છે.
  તેમના દરેક સ્વરાંકનો દ્વારા કવિતા અને સ્વરાંકન બન્નેનો
  સહિયારો આનંદ મળતો રહ્યો છે.
  લોકસંગીત તથા શાસ્ત્રીય સંગીતનો સાહજીક ઉપયોગ તેમના સ્વરાંકનોની
  આગવી શૈલી બની રહી…
  ગીત,ગઝલ,ગરબા,ભજન,સમૂહગીતો….ક્ષેમુકાકાએ કેટકટલું આપ્યું…
  તેમનો આ અણમોલ વારસો સાંચવીએ…
  આ વારસા દ્વારા ક્ષેમુકાકા સદાય કાવ્યસંગીતપ્રેમીઓના દિલમાં જ રહેશે…
  ક્ષેમુકાકા, કાવ્યસંગીતમાં આપના અદભૂત પ્રદાન બદલ ઋણી છીએ…
  ” એક સથવારો સગપણનો,મારગ મજીયારો બે જણનો…”

 40. kshama Mehta, Santa Cruz, India says:

  Through Smt. Pauraviben Desai, we had the chance to listen to a number of Kshemubhai’s compositions in the voice of Pauraviben even before they were publicly available. Kshemubhai was kind enough to visit my home in the presence of Daksheshbhai Dhruv, Pauraviben Desai and her other disciples and we were lucky enough to learn from him directly some of his compositions.

 41. bansi parekh says:

  aabhaar sah, bansi parekh,jayshree, aape maari comment prasarit kari. kshemu dada ketla varsna hata. emna vishe thodu vadhu janvani ichha thay chhe, to vadhu mahiti aapsho to aapno khub aabhari thaish. aape raju kareli satey rachnao fari fari sambhali ane khub khub dadane sambhalya. fari fari aabhaar.BANI PAREKH.

 42. tushar shukla says:

  shri kshemoo divetia, kshemoobhai, kshemookaka, kshemoo dada….it is a long journey and full of love…a very intimate one.i am fortunate enough to compere “sangeet sudha”.he gave me a chance..he composed songs of my daddy…and mine.his LAST compositions are my few songs…they may get recorded one day..a breez of MADHURYA has faded out.

 43. Anjana says:

  ગુજરાતે એક અનમોલ રત્ન ગુમાવયુ. ભગવાન તેમના આત્માને શાન્તિ આપે.

 44. nikhil telwala says:

  એમની આત્માને પ્રભુ શાંતિ અર્પે

 45. manubhai1981 says:

  પુનઃશ્રવણથી મન ભર્યુઁ.બધાઁ ગેીતો સાઁભળ્યાઁ.
  ક્ષેમુભાઇને શ્રદ્ધાઁજલિ અને ગાનાર સૌને ખૂબ
  ખૂબ અભિનઁદન..બહેન-ભાઇનો આભાર !

 46. ક્ષેમુભાઈના મધુરાઁ ગેીતો ફરેી સમ્ભળાવવા બદલ હાર્દિક આભાર્,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *