ફાગણ ફોરમતો આયો…

અહીં યુ.એસ.એ ના સમય પ્રમાણે આજે ફાગણ સુદ પડવો, અને ભારતીય સમય મુજબ ફાગણ સુદ બીજ. અને ફાગણ મહિનો આવે એટલે યાદ આવે કેસુડો… હોળીના રંગો… અને સાથે સાથે આ ગીત પણ..

.

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના… પર લહેરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો..

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

ચારેકોર ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

ગોરી ગોરા છોરા છોરી કરતાજી ડોરાડોરી ફાગણને લેતા વધાયો
હોળી કેરાં રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો
ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

એના રંગે મલક રંગાયો
રે આયો..
ફાગણ ફોરમતો આયો…

જોડે રે’જો રાજ..
તમે કિયા તે ભાઇના ગોરી, કોની વઉ..
જોડે રે’જો રાજ..

જોડે નંઇ રે’વુ રાજ..
હે મને શરમના શેરડા ફૂટે
જોડે દીવો બળે હો રાજ..

તહુ (ત્યા) દમક દમક દાદુર ડણ ડમકત,
ગડડ મોર મલ્હાર ઘીરા (મલ્હાર – મેઘ ઘેરાયો)
પીયુ પીયુ શબદ પુકારત ચાતક,
પીયુ પીયુ કોકિલ કંઠ ઘીરા.

તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા
ને ઘણણણ ગિરિવર શિખર દડે
સૌ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરસા
ગડડ ગડડ ઘન ઘોર ગરજે .

Love it? Share it?
error

50 replies on “ફાગણ ફોરમતો આયો…”

 1. સુરેશ જાની says:

  પહેલી જ વાર સાંભળ્યું . બહુ જ સરસ રચના છે.

  આયો રે આયો, રસીયો ફાગણ આયો… એવું પણ બીજું ગીત છે.
  નેવું ટકા પકડાણા !!
  —-
  સૌ દમક દમક દાદુર દર્દમ તક ,
  ગણપત મોર મલ્હાર ગીરા(?)
  પીયુ પીયુ શબદ પુકારત કાકટ,
  પીયુ પીયુ કોકિલ કંઠ ગીરા.

  સૌ ગડડ ગડડ નભ હોત ગડાકા
  ને ઘણણણ ગિરિવર શિખર દડે
  સૌ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરખા
  ગડડ ગડડ ઘન ઘોર ગરજે . ‍

 2. Raju Yatri says:

  કહેવુ પડે!!! વડોદરાની એ અનોખી નવરાત્રીને તમે મારી સામે જીવન્ત કરી દીધી! આભાર. વારે વારે સાંભળ્યું, આનંદની હેલી ઊમટી.

  તહુ (ત્યા) દમક દમક દાદુર ડણ ડમકત,
  ગડડ મોર મલ્હાર ઘીરા (મલ્હાર – મેઘ ઘેરાયો)
  પીયુ પીયુ શબદ પુકારત ચાતક,
  પીયુ પીયુ કોકિલ કંઠ ઘીરા.

  તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા
  ને ઘણણણ ગિરિવર શિખર દડે
  સૌ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરસા
  ગડડ ગડડ ઘન ઘોર ગરજે .

 3. UrmiSaagar says:

  મજા આવી ગઇ…

 4. Harshad Jangla says:

  રસિયો ફાગણ રસિક્જનોને આનંદ આપી ગયો
  આભાર જયશ્રી

 5. જય says:

  જયશ્રી, તેં તો મારી મુંબઈ ને હોળી-ધૂળેટીની યાદો ને તાજી કરી દીધી. મને યાદ છે કે મારે જુના મ જુના કપડાં પહેરવાં પડતાં અને પછી વીસ થે પચ્ચીસ જણાં ઘર ની અગાશી માં ભેગા થઈ રંગતા અને રંગાતા. એ વખતે ફૂગ્ગાઓ માં રંગીન પાણી ભરી એકબીજા પર નાંખતા..અબીલ-ગુલાલ તો હોય જ..મૈત્રીનો કોઈ અનેરો ભાવ હદય માંથી નીકળી આવતો. જય

 6. NALIN says:

  Very beautiful song with good melody. 

 7. Dipesh Shah says:

  જયશ્રિ ક્રિશ્ના
  ખુબ સરસ કામ કર્યુ, મને ખુબ ગમ્યુ,
  ગુજરતિ ગિતો અમેરિક બેથેલિ વ્યક્તિ પસેથિ સમ્ભલવા નિ મજા આવિ,
  હજિ એક ગિત મુકે તો વધુ સારુ ” મારા રામ તમે સિતાજિ નિ તોલે ન આઓ”

 8. Dhruv says:

  જલ્સા થઈ ગયા. બરોડા ની નવરાત્રી યાદ અવી ગઈ

 9. Indu Shukla says:

  ગોરી ગોરા છોરા છોરી કરતાજી ડોરાડોરી ફાગણને લેતા વધાયો
  હોળી કેરાં રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો
  Also, I am not sure but I think it might be
  કરતાજી જોરાજોરી

 10. ખરેખર મનને શાન્તિ મળૅ છે.

 11. Prashant Joshi says:

  hi jayshree,
  this song has been sung by ATUL PUROHIT..not by ACHAL MEHTA…though it is from rishabh group…so please change the singer name..
  if u listen some other songs of ACHALBHAI then u will notice the difference….

 12. Rashi says:

  Khub aj saras rachna.Very nice and melodious song.Its my favourite song.I liked to listen it again.Jayshree auntie,you have a very nice collection of i can get all of my favourites songs on this site.Thanks for keeping this song

 13. Amit N. Trivedi says:

  This is such a nice song that it changes the whole માહોલ. Any idea who wrote this song??

  I have another old version of this song (may be prior to the GARBA version) (25 years old??) from AIR’s SWAR MANJUSHA . It’s in a female voice (don’t know whose voice it is), it’s extremely melodious.

  Upto the words “એને રંગે મલક રંગાયો ..” it’s the same, however from here it differs, it goes like this…

  એ તો મંદા કેરો મીત
  એના પ્રાણ સદા પુલકિત
  એના પરમાળુ માં પ્રિત
  લાવ્યો જોબનિયાળા ગીત
  અંગે અંગે હરખ છલકાયો, છલકાયો,
  ફાગણ ફોરમતો આયો……

  ઢોલિડા તારા ઢોલકા ને ધીરેધીરે છેડ
  કે ફાગણ આયો રે આયો રે ફાગણ આયો…
  સોનિડા ઘડ કંદોરો મારી કોરી કોરી કેડ
  કે ફાગણ આયો રે આયો રે ફાગણ આયો…
  રુપ રુપ નો સંદેશો લાયો, લાયો રે..
  ફાગણ ફોરમતો આયો…….

  અમિત ન. ત્રિવેદી

 14. HARSHVADAN MEHTA says:

  ફાગન મા થી અશાધ ક્યારે આવી ગ્યો ખબર જ ન પડી !
  just superb !!

 15. Naresh Buch says:

  ૂુIt was really great exprience to hear the music.
  Its nicely arrnaged with all pictures as per the songs and meaning. Krishna Photos are really impressive.
  I will recommand to my friends

 16. Ramanlal Patel says:

  Great song, Great music, we want to perform this on stage can we get full song?

 17. kinjal says:

  અરે મજા આવી ગઈ ફાગન્ ફોરમ નો સાભલી ને

 18. jitendra says:

  આવ્યો ફાગણીયો રુડો ફાગણીયો
  કેસુડાનિ ડાળિઅે ફાગણિયો લહેરાયો
  ધોરણ ત્રણનિ કાવ્ય છે.

 19. priyanka says:

  ઉત્સવ નો માહોલ સર્જિ દેનારુ ગેીત

 20. tushar ishwar waghela says:

  સરસ

 21. sonal says:

  sache j gujarat ni potani orakh english medium na bhanatar ma bhsati jay chhe tyare eva angreji ma j ok bolva tevayela o ne aa site ane geeto kadach pachhal vali ne jova majbur karashe…. i m proud to be a gujarati..

 22. pritesh says:

  ખુબ સરસ.

 23. Devang Shah says:

  pl let me know the name of this album and from where can i get it

 24. Aakanksha says:

  મારી સ્કૂલ(શારદા મંદિર) યાદ આવી ગઈ.
  દર વર્ષે હોળીનાં સમયે(Atleast 7th સુધી) આ ગીત અમે ગાતાં

 25. Yogesh says:

  Amit N. Trivedi – If You have this older version can You Please send it to me ? I would love to listen that version and wordings you posted in thi forum..

  Yogesh

 26. jayesh says:

  આભાર આ ગિત સમ્ભાલવા માતે

 27. JATIN says:

  RISHABH GROUP,

  I MISS U……..

  ITS NOW 9TH YEAR IN ROW I M AWAY FROM BARODIAN NAVARATRI………

  NOW NAVARATRI IS VERY CLOSE AND I MISS U BARODA

 28. rajeshree trivedi says:

  ફાગણની ફોરમ કેસૂડાનો રન્ગ ભિજ્વી ગયો. જુનુ ગીત પણ સમ્ભ્ળાવજો.આભાર

 29. Alpa Vasa says:

  આભાર્,
  કેસેત પર થિ આ ગાયન ના શબ્દ સમજાતા ન હતા. હવે ગાવુ ફાવશે.

 30. Aakanksha says:

  નાના હતા ત્યારે હોળી વખતે સ્કૂલમાં આ ગીત બહુ ગવડાવતા હતા…

  મને ખ્યાલ છે એ પ્રમાણે it’s like this:
  લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના… “તરુ તરુ” પર લહેરાયો….

  અને,

  ગોરી ગોરા છોરા છોરી કરતાજી જોરાજોરી….

  તેમ છતા કોઈની સાથે “ક્રોસ ચેક” કરવું પડશે

 31. yatin patel says:

  khub j saras song che

 32. mahen gadhavi says:

  ઘનિ મજા આવિ ટ્હુકો પહેલિ વાર સર્ફ કરિ આન્નદ થયો.

 33. shree says:

  wonderful… million thanks.. 🙂

 34. Ansh says:

  hi hu aa git ne download kevi rite kari saku chu mane to mara vahala vadodara ni navrati ni yaad aavi gayi

 35. Ansh says:

  જલસા પડી ગયા બાપુ……શુ ગિત મડ્યુ મને….હા હા હા

 36. મારી કૉલેજમાં એન્યુઅલ પ્રોગ્રામ છે મારે ફાગણ ફોરમતો આવ્યો અને ઝીણી ઝરે ને કોઈ ખૂંપે સુગંઘ કોઈ બે ગીતનું રેકોર્ડીંગ જોઈએ છે.

 37. Suresh Patel says:

  આ ગીત બહુ સરસ છે. જયારે પણ સાંભળ છું કૈક વસંત જેવુ લાગે છે.

 38. ખબર નથેી મને કે કોનેી “તલાશ” ચ્હુ
  પન…જાનુ ચ્હુ એતલુ કે….
  પાનખર ને પન ખિલાવિ શકુ અએવો “પલાશ” ચ્હુ હુ !!

 39. Nilay says:

  Jayashreeben,
  I agree with Prashant Joshi, this song is sung by Atul Purohit not by Achal Mehta. Please change the singer’s name. Achal is like Kishore and Atulji is like rafi saheb. Feel the difference.

 40. kinjal says:

  નમસ્તે,
  હું બી. એડ્ કરૂં છું અને મારે મારા પાઠ માટે આ સુંદર ગીત લેવું છે, તેના શબ્દો અહિથી મળ્યા તે બદલ ધન્યવાદ્ આ ગીતનો રાગ પણ મજાનો છે. પર્ંતુ તેના લેખક કોણ છે તે મને ખબર નથી, જો તે માહિતિ પણ મળે તો મજા પડી જાય…. કોઇને ખબર હોય તો જણાવવા વિન્ંતી……..

 41. Rasikbhai says:

  અન્ય એક સરસ ગીત ” ર્ંગીલો ફાગણનો મહિનો ચારેકોરે રંગ છે….” (ફિલ્મ – માલવપતિ મુંજ) મુકવા નમ્ર વિનંતી.

 42. shailesh jani says:

  ખુબ સરસ મજા આવિ ગૈ. આભાર જયશ્રિબેન

 43. jignesh says:

  The perfect time to listen this song 😀

 44. prakash oza says:

  ફાગણ તો રમતો આવ્યો * ધુળેટી સંગાથે લાવ્યો * સાથે રંગબીરંગી લાવ્યો. સાંભળવામાં મધુર

 45. jasmine says:

  This song remind me my college performance on this.This song is part of my life as we both me and my husband performed on this in college.

 46. YATIN B UPADHYAY says:

  if anybody is having this full song please post it.

 47. Vedank says:

  આશરે ૨૦ વર્ષ પહેલા હું જ્યારે સ્કૂલમાં હતો, ત્યારે અમે લોકોએ આ ગીત દૂરદર્શન કેન્દ્રમાં જઈને ગાયુ અને ભજ્વ્યું હતું. અને એ ટીવી પર પ્રસારીત થયું હતુ. આજે એજ ગીત આટલા વખતે અહીં સાંભળીને કેટલી ખુશી થઈ છે, તે વર્ણવવું મુશ્કેલ છે. તમારો ખુબ ખુબ આભાર.

 48. ishan purohit says:

  ક્રુપા કરી ને આ ગીત ડાઊન્લોડ નિ લિન્ક્ જ્ણવસો

 49. ફાગણિયો લહેરાયો

 50. Neetin Vyas says:

  “ફાગણ ફોરમતો આયો…” આ સુંદર ગીત ના મૂળ કવિ નું નામ, જો આપ જાણતા હો તો જણાવવા કૃપા કરશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *