હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ (Melody Eve with Prahar)

આજે ફરી એકવાર આ રમતિળાય – રમતનું ગીત – અને સાથે સાંભળીએ આ ગીત કેવી રીતે બન્યું એની થોડી વાતો… આભાર, પ્રહર અને ગૌરાંગ કાકા!

——————————–
Posted on : Nov 27, 2010

આમ તો વર્ષોથી ટહુકો પર ગૂંજતું આ મઝાનું ગીત… આજે ફરી એકવાર સાંભળીએ .. મન્ના ડે ના દિગ્ગજ સ્વર સાથે..!!

સ્વર – મન્ના ડે

.

——————————–
Posted on January 2, 2007

સંગીતકાર : ગૌરાંગ વ્યાસ

આ ગીત મારા ઘણા ગમતા ગુજરાતી ગીતોમાં આવે… આખો દિવસ આ જ ગીત વાગે તો પણ આરામથી સાંભળી શકું…. અને જ્યારે પણ સાંભળું ત્યારે ઓછામાં ઓછા 5-6 વાર તો સાંભળવું જ પડે.. ત્યાં સુઘી તો મન ઘરાય જ નહીં… (બિચારી મારી South Indian Roommates.. 2 કલાક સુધી હુ તુ તુ તુ સાંભળ્યા કરે…) અને સૌથી મજા આવે ગીતની આ પંક્તિઓ ગાતી વખતે… ( એ સમયે ઘરમાં કોઇ હાજર હોય તો એને ભગવાન બચાવે…)

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ તુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ તુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

સ્વર – આશિત દેસાઇ

.

હુ તુ તુ તુ તુ તુ તુ તુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

Love it? Share it?
error

88 replies on “હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ (Melody Eve with Prahar)”

 1. jayesh shah says:

  અરે જયશ્રિ મેમ , પેલુ સોન્ગ મલ્યુ કે નહિ? “ગોકુલ મા આવોતો કન્હા હવે રાધા ને મુખ ના બતાવ્શો.મેમ કઇક કરો તમે સામ્ભલ્ય્યુ લાગ્તુ નાથિ પ્લ્.કઇક કરો આભાર જ્યેશ

 2. chandresh mehta says:

  this is the best. a naked reality of what we call “duniya”.

 3. Vah,bahu vakhatthi sambhlvni wish puri thai…..

 4. Anupam Engineer says:

  Can you write down (Shown).how much MB required to listen onw song. Because i have some limited Quota for of internet service. So i can save some quota to listen some songs.

  Thank you.

 5. Varso sudhi aa sambhline pan avu j lage ke aa sambhlya j karia…
  AVINASHJEE LAKH LAKH SALAM….

 6. Ronak Bhatt says:

  Just Wonderful !! Excellent site full of real ‘gujarati gems’. Nice..

 7. Dushyant Barot says:

  zakkkassss, Moje moj padi gai ne kai bapu…

 8. atulvaland says:

  ખુબ સરસ છે મજા આવિ


 9. I would like to say, this song is just awesome!!!
  It explains some sufi thoughts in a easy understandable way.
  I like this song so much, Thanks a lot to post this song.

 10. RUPESH MODI says:

  This song is originally sung by Mannade. Will pl. try to get and put here.

 11. usha says:

  ખૂબજ સરસ જગતના મેદાનમાં રમતાં માનવી ઓની હુતુતુતુતુતુની રમતની તુલના.

 12. usha says:

  ખૂબજ સુંદર હુતુતુતુતુ… જીન્દગીની રમતનું જ્ઞાન સાથે ગમ્મત આપતું ગીત..ઉષા

 13. ushma says:

  તારો ગુજ્રરાતિ સાહિત્યનો પ્રેમ મને બહુ ગ્મ્યો

 14. Nitin says:

  વાહ, આજે મારા હ્રદય ના ધડકારા જોરથેી ધબકવા લાગ્યા.

 15. rahesh desai says:

  ભારત ૨ ગોલ્દ જિત્યુત્યારે આ જ રમતનુ ગેીત સાભલી ગૌરવ અનુ ભવ્યુ!!!

 16. Ashwin Rana says:

  Oh So nice song, not only you enjoy this songs as many as times you listen, but also brought some nostalgic moment for me, I remember I sung this song during our Independence Day celebration – Aug. 1978 in Mumbai and won first prize, a fountain pen !!! my own first fountain pen. I never found this version of Manna Day ji over ineternet ever. Millions of thanks to you Jayshree, GOD bless you.

 17. શું જોગાનુજોગ છે, દોસ્ત! ગઈ કાલે જ એશિયાડમાં આપણે પુરૂષો અને મહિલાઓ- બંને શ્રેણીની કબડ્ડીની રમતમાં સુવર્ણ પદક જીત્યા…

 18. neha mehta says:

  મારુ ગમતુ, અતિ પ્રિય ગિત…….

 19. Vijay Bhatt (Los Angeles) says:

  ગયા શુક્રવારે રાસભાઈ- વિભાબેન્.. સાથે અમારે ઘરે સન્ગીત્ત સત્સન્ગ…. એમા… આ ગીત ઉપર એક કલાક સુન્દર આપ લે થઈ…!

 20. cjsheth says:

  અવિનાશભાઇએ જે માનવના મનનું અદભુત આલેખન કર્યું છે તે દાદ માંગી લ્યે તેવું છે.૨૦ લિટીમાં તેમણે જીવનની ફિલસુફી રજૂ કરી આપણને જાગૃત અને વિચારતા કરેલ છે.
  વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
  પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

  કે પછી
  પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
  વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
  ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

  કે
  જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
  કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

  શું શું કહી જાય છે ?

  આનાથી દુર રહી સદાચારની જીન્દગી જીવીયે તો આપણે અવિનાશભાઇને સાચી શ્રધ્ધાંજલી આપી એમ કહેવાશે.

  જયશ્રીબેન, you simply unique. Hats of to you for your contribution towards Gujarati language and more particularly to Gujarati Poetry.

 21. Maheshchandra Naik says:

  રમત અને જિંદગીનો સુભગ સંયોગ,ઘણુ કહી જાય છે, સાંભળતા આવડવુ જોઈએ……………

 22. M.D.Gandhi, U.S.A. says:

  જોશ ચડે તેવું સરસ ગીત છે. મન્ના ડેના સ્વરમાં વધરે સારું લાગે છે.

 23. R J AJUDIYA says:

  its very energetic song, if possible then make the group of such a energetic song

  thank you

 24. FALGUNI UPADHYAY says:

  Ghana samay thi aa song shodhati hati, in MANNA DEY voice. Than u very much for nice song.

 25. KAMINI DESAI says:

  મારુ મનગમતુ ગીત..આવિનાશભાઈ ની સુન્દર રચના..અને મન્ના દે નો અવાજ…વાહ, મજા આવી ગઈ.

 26. Kalpesh purohit says:

  Thanks for this song.
  outstanding collection

 27. Ashok Rajyaguru says:

  aa geet gauraang vyas & parthiv gohel e gaayelu chhe te madi shakshe sambhadva

 28. MUKESH MANUBHAI SHAH says:

  The song i heard at Rajpath Club sung by Respected Mannadeji’s age nearer to 75 years old.It’s my luck to remain present at the event organised by GEACE,Ahmedabad

  m m shah

 29. Madan Dave says:

  Thank You Jayashree for once again giving us experience of joy of listening this great powerful and vibrant song after a long time.

  Thanks again.

  Madan Dave

 30. nikunj shah says:

  when i free i lishan this song.
  i like this song very much

 31. અશોક રાજયગુરુ says:

  આ ગીત કેમ હવે વગાડી શકાતું નથી? કોઈ બતાવશો?

 32. heta says:

  બહુ જ સરસ ગીત.
  ‘સ્વારથ સાથે’ નહિ ‘સાટે’છે.

 33. Dhiru Shah says:

  Enjoyed beautiful song of Late Shri Avinash Vyas sung by Shri Asit Desai. But unfortunately I cannot listen the voice of Manna De. Is there a fix to this problem? Thanks

 34. કમલેશ બારોટ says:

  વારંવાર સાભળવા જેવી આ રચના દાદ આપવી પડે ઍવી છે એના પડઘા હજુ સભળાય છે ………નિરંતર…….

 35. Bhadreshkumar Joshi says:

  This is the Ultimate.

  https://www.youtube.com/watch?v=1snb53ZGpU4

  Enjoy, listen and listen and listen.

 36. Chitralekha Majmudar says:

  Thanks for the reminder and revival of the ever green song.

 37. ભરત પંડ્યા / ભાવનગર says:

  આ ગેીત ગૌરન્ગ ભઐનેવ્ કન્થે સામ્ભળ્વા નેી એક ઓર મજ હતેી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *