વૃંદાવન વાટ સખી જતાં ડર લાગે – નીનુ મઝમુદાર

સ્વર – દિપ્તી દેસાઇ

વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે,
કાંકરી ઉછાળી ઉભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી,
જાતાં ડર લાગે…..

જવું ‘તું ઘાટ પર આજે અકેલામાં સમય ખોળી,
અને મસ્તીભરી હસતી સખી નીસરી ટોળી;
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઈ પાછી વળી ભોળી.
લખ્યું હશે એવું વીધીએ લલાટે સખી,
જાતાં ડર લાગે…..

– નીનુ મઝમુદાર

12 replies on “વૃંદાવન વાટ સખી જતાં ડર લાગે – નીનુ મઝમુદાર”

 1. Ketan Rathod says:

  હ્રિદય ના ઉન્ડા શાન્ત પાનિ ને વિચારો ના રમતિય પતંગિયા કેવા સરસ મજના પ્રસન્ગ નુ નિર્માણ કરિ દે ૬. અદભુત રચના.

 2. વાહ્.. ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
  સદાની ખાલી ગાગર લઈ પાછી વળી ભોળી

 3. manubhai1981 says:

  વૃઁદાવન વાટ સખિ…જાતાઁ ડર લાગે !
  શબ્દો ને સઁગીત ગમ્યાઁ.આભાર !

 4. arvind patel says:

  બહુજ સસસ.

 5. arvind patel says:

  VERY GOOD LYRICS & MUSIC & VOICE.

 6. મારો સામો જવાબ કહું તો…. “આવતાને જાતા મારગ વચ્ચે કાનો ગોપીયુ છેડે… એ હાલો રે હાલો વ્રન્દાવનમાં જાઈએ…!!!”

 7. kamlesh, toronto says:

  ઝાકમઝૉળ્…..
  શબ્દો…અને સઁગીત તો સર્વોત્તમ

 8. vimala says:

  ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
  સદાની ખાલી ગાગર લઈ પાછી વળી ભોળી
  મધુરા શબ્દો,કર્ણપ્રિય સંગીત અને મિઠો સ્વર ,બહુ ગમ્યુ.

 9. મુ. શ્રી જયશ્રીબેન નમસ્કાર. “વ્રુંદાવન વાટ સખી જટા ડર લાગે” સાંભળુ. ખુબ આનંદ આવી ગયો. ખુબખુબ આભાર.

 10. Maheshchandra Naik says:

  સરસ શબ્દો, સ્વરાંકન અને સંગીત……..આનન્દ આનદ થઈ ગયો…….

 11. NANU N MEHTA says:

  OUTSTANDINGLY BEAUTIFUL COMPOSITION.

 12. kiku mehta says:

  i enjoyed the classical tone of the song. singer did a beautiful job in presenting this song. my congratulations to dipti desai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *