હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે – ધ્રુવ ભટ્ટ

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.

એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.

રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.

લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.

કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે

3 replies on “હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે – ધ્રુવ ભટ્ટ”

 1. વાહ!
  સુંદર ગઝલ.
  અને એમાંય અંતિમ પંક્તિ તો સોંસરી ઉતરી જાય એવી લખાઈ છે.

 2. Harsukh Doshi says:

  Some time to read,
  some time to read and hear,
  This is an usual,
  I get every time whenI click TAHUKO.

 3. rajani says:

  મરનાર ની ચિતા પર, ચાહનાર કોઇ ચડતુ નથી ,
  હુ મરીજઇસ એમ કહે છે, પાછળથી કોઇ મરતુ નથી ,
  બળેલો દેહ જોઇને ,તેની આગ મા કોઇ પડતુ નથી ,
  અરે ! આગ મા તો શું ? તેની રાખને પણ કોઇ અડતુ નથી.
  -જીતુભાઈ દ્દ્વારકાવાળા(રાજની)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *