પ્રાણ પણ નથી – વિવેક મનહર ટેલર

તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.

આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

મળતાંની સાથે માર્ગ તેં બદલ્યો, મને તો એમ –
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.

જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.

હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

-વિવેક મનહર ટેલર

————–
રમમાણ એટલે લીન, મગ્ન, ઓતપ્રોત…

21 replies on “પ્રાણ પણ નથી – વિવેક મનહર ટેલર”

 1. sudhir patel says:

  વાહ! સરસ ગઝલ! બધાં જ શે’ર માણવા લાયક થયાં છે.
  સુધીર પટેલ.

 2. જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
  સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.

  વિવેકભાઈ,
  બધા જ શેરની ખૂબ સુંદર રજૂઆત
  વાંચીને ખૂબ જ આનંદ થયો

  અમિત ત્રિવેદી

 3. P Shah says:

  શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
  તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

  સરસ ગઝલ !
  બધા જ શેર દિલથી માણ્યા !

 4. Pinki says:

  સરસ ગઝલ….!!

  આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
  બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

 5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

  સરસ.

 6. neeta says:

  સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી
  સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી
  .તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
  સરસ વાત …….
  ખુબ જ સરસ
  reality of the life sir.

 7. sapana says:

  મળતાંની સાથે માર્ગ તેં બદલ્યો, મને તો એમ –
  સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.
  પ્રિય વિવેકભાઈ,
  લાગે છે આખું અઠવાડિયું સરસ જશે.
  તમારી લાગલગાટ ગઝલોને કવિતાઓ વાંચવા મળી.
  સપના

 8. kirit bhagat says:

  મજા પઙી.
  આભાર્.
  કિરીટ ભગત્.

 9. Very nice sher

  હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
  તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

 10. સરસ વીવેકભાઈ..
  આવી ઉભો છુ યુધ્ધમાં વિશ્વાસ લઈ,
  વિશ્વાસ હોય ત્યાં બચાવ ના સાધનોની જરુર હોતિ જ નથી.
  સગપણ માં એટ્લુ ઉન્ડાણ પણ નથી.
  સરસ વાત કહેવાણી છે.

 11. Vijay Bhatt( Los Angeles) says:

  Very well!… Kyaa Baat Hai!
  Vivek bhai, You are a Doctor and A MARIZ both!!! at the same time!!

 12. M.D.Gandhi, U.S.A. says:

  “શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
  તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી”

  તાર તુટે એટલે કે પ્રાણ છુટ્યા પછી અંતે તો માણસને છ ફુટની ‘સાદડી-ઠાઠડી’ જોઈએ અથવા કોફીન જોઈએ બસ. સરસ ગઝલ છે.

 13. Maheshchandra Naik says:

  સરસ ગઝલ અને બધા શેર ખુબ જ ભાવવાહી, સોંસરી વાત કહી દેતા, ડો. વિવેક્ભાઈને અભિનદન……..

 14. indravadan vyas says:

  એમ ડી ગાંધી ની ટીપ્પણી ગમી.
  સરસ રચના.
  વિવેકજીને શાબાશી…

 15. Govind Maru says:

  સરસ ગઝલ!

 16. manvant patel says:

  તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી ! વાહ બાપુ !

 17. સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

 18. neeta says:

  આભાર નહિ ……
  want party sir.

 19. Neela says:

  તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
  ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.

  good

 20. Vaishali says:

  Very nice, I really liked this ghazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *