હું ક્યાંથી પાણી ભરું…. અને… રૂમાલ મારો રંગદાર છે……..

rumal

This text will be replaced

હું ક્યાંથી પાણી ભરું પાતળિયો પજવે છે,
હે મારી ઉંચી પનઘટની પગધાર..

ઉભી બજાર, એકલડી નાર,
સાત સાત બેડલાનો માથે છે ભાર

હે એને લજ્જા ન આવે લગાર, બેડલા લજવે છે.
પાતળિયો પજવે છે

ગાગર પર ગાગર ને ગાગરમાં પાણી
પાટણ નગરની વાત છે અજાણી

જેની મુરલીની રસધાર, મોરલી લજવે છે.
પાતળિયો પજવે છે

………………

હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે,
ઉડતો આવે તારી પાહે કેવો હમજદાર છે.

હે ચોળી ચટકદાર, કેડે કંદોરો,
કાંબીને કડલા ડોકે હીર નો રે દોરો.
હે તારો ઘુઘરીયાળો ઘાઘરો….. ઘેરદાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.

હે મળતાં રે વેંત તે’તો, કામણ કીધું,
દલડું દીધુ ને દલડું લીધું.
હે મુને કાળજે કટાર લાગી….. આરપાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.

હે માનો મોરી વાત ગોરી, ઘૂમટો ના ઢાળો
હૈયુ ભરી જોવાદો આંખડીનો ચાળો.
હે તારી પાંપણ નો પલકારો….. પાણીદાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.

હે જોબન રણકો મારા જાંજર ના તાલમાં
જોબનીયુ ચાલમાં ને જોબન રૂમાલ માં
હે એમાં પ્રીત કેરો રંગ મારો….. ભારોભાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.

હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે,
ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે.

ફિલ્મ : નવરંગ ચુંદડી.

15 thoughts on “હું ક્યાંથી પાણી ભરું…. અને… રૂમાલ મારો રંગદાર છે……..

 1. pratik vyas

  jayshree ben tame kharekhar navaratri yad devadavo cho kharekhar maja aavi jay che tane kai karo to saru download mate

  Reply
 2. Himanshu

  ખરેખર અદભુત છે આ ગરબાની દુિન્યા…
  આભાર્…

  Reply
 3. hiren

  jordaar che boss….Arkee yaad aya vagar rahe nahi…Absolutely great..Keep it up, post some more like “dhire dhire haalo re gori” and “sahybo maro ratumdo gulal.”

  Reply
 4. Nirav Bhavsar

  This is really my favorite song… I have seen it live with rishabh group in Baroda and enjoyed lot. Thanks for remembering me again.

  Reply
 5. reshma

  hi jayshree
  i want to listen non stop garaba part 2 and also another new collection which was put during navaratri….

  Reply
 6. mayank

  તમે તો ગુજરાતની કોયલ છો. ખરેખર,  યાદ આવી જાય છે નવરાત્રીની…  તમારો આભાર.

  Reply
 7. Bhavesh patel

  Whenever I miss the Garaba of Baroda I just listen it from tahuko.com…Thanx to the all the contributors for it….

  Reply
 8. Trushit Desai

  Khare khar yar.. aa badha garma sambhdu chhu, to eva jalsa pade chhe ke puchho na vat. pag ma kai kai evu thay ke tene kabu ma rakhava mushkil thay jay chhe.

  Reply
 9. Anila Amin

  આભાર જયશ્રીબેન.
  ,
  આભાર ટહુકો .કોમનો આવાસરસ્સ ગરબા સન્ભળાવ્યા તે બદલ બન્ને

  ગરબા ખૂબજ સરસ. રૂશભ ગ્રુપના ગરબાની મઝા કઇ ઓરજ હોયછે.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *