રે…. વણઝારા…… – વિનોદ જોષી

એક વર્ષથી પણ વધુ સમયથી આ ગીત ટહુકો પર ગુંજે છે. CD cover પરથી માહિતી લઇને આ ગીત મેં ઉદય મઝુમદારના સ્વરાંકન તરીકે રજુ કર્યું હતું.

આ પહેલા પણ જેમણે આ ભુલ તરફ નિર્દેશ કર્યો હતો, એમની અને શ્રી સુરેશભાઇની માફી માંગી આ ગીત હવે ફરીથી રજું કરું છું.

સ્વર : મીનાક્ષી શર્મા
સંગીત : સુરેશ જોષી

rajasthani_belle_PI59_l

.

રે…. વણઝારા……
રે…. વણઝારા……

તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ,
મને બદલામાં વેણી લઇ આપ.

રે…. વણઝારા……

પાથરણા આપું તને આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળા…

રે…. વણઝારા……

તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઇ આપ.

રે…. વણઝારા……

રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા…

રે…. વણઝારા……

તારા ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઇ આપ.

16 replies on “રે…. વણઝારા…… – વિનોદ જોષી”

 1. Ajay Patel says:

  જયશ્રી, ખુબ જ મધુર ગીત.
  પણ એના “ગીતકાર” નું નામ ના મળ્યું જાણવા.

  પાંપણની પાંદળીના આપું પલકારા… માં કદાચ સુધારો કરી “પાંદડી” કરવું જોઇએ એમ લાગે છે.

  પહેલીવાર બેંડવિથને કારણે બરાબર ના સાંભળવા મ્ળ્યું પણ થોડો વાર પછી ફરી સાંભળવાની મજા આવી ગઇ.

 2. Alok says:

  ખુુબજ સરસ
  બહુ ગમ્યુ

 3. Girish says:

  તમે ગુઉજરાતિ ફોન્ટ કેમ વાપરવિ તે જણાવશો?

  આભાર!

 4. Bharat Pandya says:

  To best of my knowledge the song was composed by Suresh Joshi.

 5. Jayshree says:

  The song details are taken from Album Cover Page.

 6. Vishal Brahmbhatt says:

  Just fantastic.Minaxiben Sharma has sung this song wonderfully.Really unavoidable.

 7. Vishal Brahmbhatt says:

  Hi,
  This song is being stopped from the mid so plz. do something.This is really an unbearable loss.
  I hope,it will be rectified soon.
  Thanks.

 8. pragnaju says:

  માફી માંગી તે તમારી મોટાઈ બાકી ગીતના શબ્દો,સ્વરાંકન અને સંગીત એવું સરસ થયું છે કે જ્યારે પણ સાંભળીએ તે મધુરું લાગે છે…

 9. hitesh rao says:

  સમય કવો મઝાનો લાગે છે હાથ લાગયો ખજાનો લાગે છે

 10. rupal says:

  આ ગીત વિરાજ અને રાજલ ઉપાધ્યાયના સ્વરમા વધારે સારુ લાગે. તમખાને બદલે કમખા શબ્દ વધારે યોગ્ય લાગે.

 11. nandy says:

  In childhood days,
  used to listen to this Cassete Album “Tahuko”, sung by Shree Upadhyay & his daughters..That had this song as well.
  It’s so wonderful & melodious.

  Thanks a lot for your kind efforts in uploading the song…:)

  Have a nice week ahead.

 12. Avani says:

  aa song bija singers e pan gayu che. Koi ni pase hoi to please upload karjo. E ghanu saras lage che.

 13. ghanshyam vanani(vallabhipur) says:

  સરસ ફવિતા

 14. Anila Amin says:

  વિનોદ જોશિના કાવ્યો મને લોકગીત જેવા લાગેછે અને એટલે સાભળવાની મજા આવે છે.ગાયકે ગાયુછે પણ બહુ જ સરસ.

 15. અશોક ઢાપા says:

  સુમધુર સ્વરાંકન

 16. DURGESH OZA says:

  વણઝારા ઉપર ગીત લખીને આ જાતિના કુદરતીપણાને જીવતું કરી કવિશ્રી વિનોદભાઈએ એક સુંદર કામ કર્યું છે. હવે વણજારા ક્યાં જોવા મળે છે ?એ જૂની મધુર સંસ્કૃતિ,અનેરા અતીતને આમ ગીત દ્વારા ફરી વર્તમાનમાં લાવવો એ મોટી વાત છે. આ ગીતનું રસભર સ્વરાંકન કર્યું મિત્ર શ્રી સુરેશભાઈ જોશી એ.સોનેપે સુહાગા. શ્રી મીનાક્ષીબેનની ગાયકી પણ મજાની. સૌને અભિનંદન. મને બદલામાં ખુશી આપી. જય હો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *