વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા… (શ્રી આદ્યશક્તિ સ્તવન)

હમણા ચૈત્ર નવરાત્રી ચાલે છે.. ( મને તો ઉમાબેને કહ્યું ત્યારે જ ખબર પડી ). અને નવરાત્રીની સાથે યાદ આવે ગરબા, આરતી, દાંડિયા… અને આ સ્તુતિ પણ. આરતીની સાથે લગભગ બધે જ આ સ્તુતિ સાંભળી છે. આમ તો ટહુકો પર પહેલેથી આ સ્તુતિ છે જ, પણ આજે થોડો ઉમેરો કરું છું. ( અરે ચિંતા ના કરો.. હું જાતે ગાઇને નથી સંભળાવવાની :) ) આ એક જ સ્તુતિ ત્રણ અલગ અલગ રાગમાં સાંભળો.
sherawali_mata_PB04_l

This text will be replaced

( આભાર : ડો.નીરવ )

This text will be replaced

This text will be replaced

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12

Message posted on August 8, 2006.

( ગુજરાત, ખાસ કરીને સુરત અને વડોદરા પર આવી પડેલી કુદરતી આફત વખતે દૂર બેઠા બેઠા તો પ્રાથના જ કરી શકું… ગુજરાતને કોઇની નજર લાગી છે કે શું ? એક બાજુ અતિવૃષ્ટિ, કોઇ ભાગમાં અનાવૃષ્ટિ, કોઇ વાર ભૂકંપ, અને ઉપરથી કોમી રમખાણો અને આતંકવાદ.. આવા સમયે તો ભગવાનને પણ એવું કેવું પડે… આ તારા કોપથી તો ભગવાન બચાવે.. )

31 thoughts on “વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા… (શ્રી આદ્યશક્તિ સ્તવન)

 1. radhika

  yes jayshree

  i agree with you

  and many of our friends of this gujarati blog are at surat

  we hope they r allright & yes we can prey god for them

  Reply
 2. piyush

  wow!
  excellent posting.
  Because of navratri I wanted to say this prayer and was finding it on internet. And thanks to you I got it.

  Thanks a lot! I love this prayer.

  piyush

  Reply
 3. Harshad Jangla

  સમયોચિત કાર્ય
  મા ભગવતી તમારા પણ દુખો દૂર કરે જયશ્રી આભાર

  Reply
 4. Kalpen Shah

  I just feel like I have my mother singing this prayer as always she used to sing this and even now in good and bad times for our family’s saftey and happiness. Thanks, I think you are doing great work by having this on the net

  Reply
 5. sujata

  as u said chaitra nav, suru thai gai tamne khabar nahoti pan shu thayu? i would like to say something………..
  teethi nathi jaanta tathya jano chho bas chhey
  bhed nathi jaanta bharam jano chho bas chhey
  hetu nathi jaanta heet jano chho bas chhey
  fal nathi jaanta karm jano chho bas chhey…….
  Jai mataji……..

  Reply
 6. Nirav

  jayshree M’am

  નીરવ ની સાચી જોડણી આ છે
  નિરવ નહિ

  નીરવ

  Reply
 7. Shah Pravin

  અહીં એક સ્તુતિ આપું છું

  જે માનવી જન્મી જગે, જગદંબને ભૂલી ગયો;
  પૂજા કરી ના પ્રીતથી, અવતાર તો એળે ગયો.

  કાયા મળી કંચન સમી, સેવા કરી ના માતની;
  માત મુખે ના વદ્યા, જીહવા દીધી શા કામની.

  પરમેશ્વરીને પૂજતાં, પામર જુઓ જાએ તરી;
  જેણે ભજ્યાં મા ભગવતિ, આશા પૂરી જો ઈશ્વરી.

  જાવાનું છે જો જો જરૂર, મીનમેખ તો ફરશે નહીં;
  મૂક્યાં વિસારી માતને, અવસર ફળી મળશે નહીં.

  સેવક કહે મા આપનો, સૌ દાસને સંભાળજો;
  ચિંતન તમારા નામનું, અંબા સદાયે આપજો.

  આશા છે સૌને ગમશે.

  જયશ્રીબેન–
  આ સ્તુતી મળે તો સંભળાવશો.

  આભાર.

  Reply
 8. Asmita

  વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા… (શ્રી આદ્યશક્તિ સ્તવન) હવે રોજ સવારે સાંભળવા મળે છે! આભાર જયશ્રી!
  ગાયત્રિ ચાલીસાની રાહ જોઈએ છે! ક્યારે પોસ્ટ કરશો?

  Reply
 9. pratik

  પ્રવિન ભૈ શાહે જે સ્તુતિ comment મા મુકિ ચે તે સ્તુતિ હોય તો જરુર સમ્ભલવસો Thank you Jayshree..I was thinking about this stuti and found on your site.

  Reply
 10. Bhadra Vadgama

  સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;

  મને તો ‘સૂઝે ન માર્ગ કદી કોઈ દિશા જ્વાની’ સંભળાય છે.

  Sorry, I may be wrong.

  Bhadra Vadgama.

  Reply
 11. Vinod Malani

  Thanks a lot for serving our mothertounge on web.I am sure that even listening everyday all these type of stuti-stavan-gazal-poem etc… our new generation can not miss our own culture and atleat they will learn to speak gujarati. if they can not write , but atleast communicate with all.

  Really Jaishree , congratulation from bottom of my heart. keep it up …. our blesssing and god’s grace will be always with you…

  Is it possible to display Kavi Dulabhaya kag’s speech??? I will be appriciate by having gujarati Lok-sangeet/sahitya.

  once again thanks for a noble work to gujarati community.

  Abhar
  Astu

  Reply
 12. ASHISH RANA

  Thanks for lot of serving our motertounge.After one and half year I lisent this Aarti -sruti.I realy appriciate to this site throught bottm of my heart.
  I would like to know that how can i douw load this Aarti an bhagen grba to my CD so I can hear it in my car also durring driving.
  I feel like i am still lieving in my community and realy enjoy our gujarati sangit

  Once again thanks

  Ashish Rana (CANADA)

  Reply
 13. Yogesh Maru

  Who ever is managing this blog really appriciating your and Your Team’s Work. Keep It UP!…
  it always makes me feel and realize out culture and Traditions even after living out side india for Quiet a while i cant just dare not to thank you guys!…

  Excellent Effort mate. this keeps us in Touch with Out Community and Culture.

  Reply
 14. rupal

  “મારા જિવન નો કર્તા ધર્તા તું જ છે.”
  “તુ જો ધારે તો હસેલા ને રડાવી અને રડેલા ને હસાવી શકે છે. ભુલેલા ને સ્મરણ તારુ સુપંથે દોરનારું છે. ” જય શ્રી કૃષ્ણ….

  Reply
 15. Jolin Thakore

  હેલ્લો…..થન્ક્સ અ લોત્ત….હુ આ સ્તુતિ રાત ના ૨ વાગે સામ્ભલિ અને ઈ અમ ફિલિન્ગ વેરિ નાઇસ

  Reply
 16. Hitesh Mehta

  savarma sambhari ne manne halavu banavi didhu…. khoto bhale pan hu tamaro… kevi vat ? ma pase jo manthi ane sacha dil thi mangi a to apanne badhu ape che ane mafi pan aape che…

  Reply
 17. asmita

  ખુબ સુન્દર હુ તો રોજ આ સ્તુતિ ગાઊ ચ્હુ.
  મા સિવાય આ જગતમા કોઇ મોત્તુ નથેી.

  Reply
 18. શશાંક વકિલના

  આ સ્તુતિ નો સમાવેશ કરવા બદલ અભિનંદન,
  મને પુરે પુરી ખાત્રી છે કે આજ શબ્દો સાચા છે. પણ ઘણી જગ્યા એ ” મામ્ પાહિ ઓ ભગવતી ” ની જગ્યા એ ” મામ્ પાહિ ઓમ્ ભગવતી ” શબ્દ નો પ્રયોગ થાય છે. જાણ કાર મહેર્બાનિ કર ખુલાસો કરે.

  મને એવો ખ્યાલ છે કે આ સ્તુતિ કવિ નર્મદ ની છે. Any comments / clarification please.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *