આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….

સ્વર : જયદીપ સ્વાદિયા

.

—————————-
Posted on July 25, 2006

સ્વર : આશા ભોંસલે

.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

———————-

( આભાર ફોર એસ વી )

સાંભળો : દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

227 replies on “આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી”

  1. દેખતા દિકરાનો જવાબ પણ સાંભળવા જેવો છે…..

    ફાટ્યા તુટ્યા જેને ગોદડી ગાભાં, આળોટવા ફુટપાથ ,

    આંધળી માનો દેખતો દિકરો કરતો મનની વાત ,

    વાંચી તારા દુખડા માડી , ભીની થઇ આંખડી મારી .

    પાંચ વરસમાં પાઇ મળી નથી એમ તું નાખતી ધા ,

    આવ્યો તે દિ થી હોટલને ગણી છે માડી વિનાની મા ,

    બાંધી ફુટપાયરી જેણે રાખ્યો રંગ રાતનો એણે .

    ભાણિયો તો માડી થાય ભેળો જે દી મીલો બધી હોય બંધ ,

    એક જોડી મારાં લુગડામાં એને આવી અમીરીની ગંધ ,

    ભાડે લાવી લુગડા મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા .

    દવાદારુ અહીં આવે ના ઢુકડા એવી છે કારમી છે વેઠ ,

    રાત ને દિવસ રળું તોય મારું ખાલી ને ખાલી પેટ ,

    રાતે આવે નિંદર રુડી , મારી કને એટલી જ મૂડી!

    જારને ઝાઝા જુહાર કહેજે , ઉડે અહીં મકઇનો લોટ ,

    બેસવા પણ ઠેકાણું ના મળે ,કૂબામાં તારે શી ખોટ?

    મુંબઇની મેડીયું મોટી ,પાયામાંથી સાવ છે ખોટી .

    ભીંસ વધી ને ઠેલંઠેલા, છાસવારે પડે હડતાળ ,

    શેરનાં કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ ,

    નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે .

    કાગળનું તારે કામ શું માડી? વાવડ સાચા જાણ ,

    તારા અંધાપાની લાકડી થાવાનાં મેં લીધા પચખાણ ,

    હવે નથી ગોઠતું માડી વાંચી તારી આપદા કાળી !

    -શ્રી ઇંદુલાલ ગાંધી

  2. માત દાદિ નિ યાદ અવિ ગીઈ સુન્દરગેીત

  3. ઘણા વર્ષો પછી “આંધળી માં નો કાગળ” ટહુકો.કોમ ઉપર જોવા મળ્યો અને આ કાગળ મારી બા ૧૯૫૩ માં ગાવા માટે કહેતા જયારે હું શાળાએ જતો હતો. ત્યાર બાદ ભણવા અર્થે પછી નોકરી અર્થે તેમનાથી દુર બહારગામ ગયો ત્યારે જયારે જયારે તેમની પાસે જતો ત્યારે તે અચૂક આ કવિતા ગાવાનું કેહતા. તેને તે સંભાળવી ખુબ ખુબ ગમતી.

    આ લખતી વખતે મારી બા ની યાદ મને રડાવી ગઈ. આંસુ રોકવા છતાં ના રોકાણા. આ સંદેશ અમેરિકા થી મોકલી રહ્યું છું અને ૭૪ વર્ષ ની ઉમરે નાનપણના સ્મરણોમાં સરી પડ્યો હતો.

    ટહુકો.કોમ નો આભાર માનવા શબ્દો ઓછા પડે. તમે ધન્યવાદને પાત્ર છો. ખુબ ખુબ આભાર.

  4. song like but sur kyo lagavo gava mate teni a lakhela leter ma tena dikra na sabdo bahuk game teva che best righting song to indulal gandhi

  5. હે મિત્રો મને ખત્રિ ચે કે તમ્ને આ ગિત ગમ્યુ હસે અને આ ગિત લેવ નિ ઇચ્ચ પન હસે તો આ લિન્ક પર જઓ અને મન ગમ્તુ ગિત લૈ લો…….
    enjoyy friends….
    http://www.mediafire.com/download.php?t0do3bo8tneit6s

    your friend,
    nikesh

  6. આંધરી માનો કાગળ અને તેના જવાબ માં તેનો દીકરો શું જવાબ આપે છે
    તે કર્ણપ્રિય ગીત છે .
    મારે આ બંને ગીત દોવ્ન્લોઅદ કરવા હોયી તો કેવી રીતે કરું અથવા
    તમે મને ઈમૈલ કરી શકો તો તમારો ઘણો જ આભાર . . .

  7. Andhali Ma No Kagal was originally sung by Shri Ratikumar Vyas and an HMV Record also came out in His voice which affected listners more emotionally.

  8. mane ane mara mummy ne aa geet khub j gamyu. mara mummy aa geet sambhdi ne radi padya hata. Shree Aasha bhosle ane Shree indulal gandhi no hu khub aabhar manu che jemne aa geet par aatli mahenat kari ne dil ne sparshi jay evi rachna banavi.
    khub khub aabhar tahuko.com no khub aabhar.

  9. ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
    જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
    તારે પકવાનનું ભાણું,
    મારે નિત જારનું ખાણું.

    દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
    આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
    તારે ગામ વીજળીદીવા,
    મારે આંહીં અંધારાં પીવાં. VERY NICELY NARETED.

  10. hi to all. this song is very heart touching. my mother was cry after hear this song due to singer’s deepness of singing this song. so my mother and me want this song . if anybody have this song plz send me on my email address “parthiv_331003@yahoo.com”
    thanks to all

  11. બહુ જ લાગણીશીલ થઈ જવાયુ માના પત્ર તથા પુત્રના જવાબ વાચીને

  12. આકાશ ને ઉતારો થોડા તારા ચૂંટી લઉ..
    નજરાઇ જાય એ પહેલા દોસ્તો પ્યારા ચૂંટી લઉ..
    ક્યારેક તો ઉગશે સંભારણા ના ફૂલ..
    યાદો ના વાવેતર માટે ક્યારા ચૂંટી લઉ..

  13. મારિ શાળાના બાળકોને આ કવિતા મારે ભણાવવાનિ હતી અને આશા ભોંસલેએ ગાયેલ્ આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી .મને અને મારા બાળકો ખુબજ ગમ્યુ.
    ખુબજ સરસ ગીત છે. ખુબ ખુબ આભાર. સાચેજ ટહુકો.કોમ ની આ અણમોલ ભેટ છે.

  14. ખુબજ સરસ ગીત છે.
    હે મારે મોઢે થી બોલું માં તે દી હાચે નાનપણ હાંભરે ત્તે દી મોટપ ની મજા બધી કડવી લાગે …
    શબ્દો જ નથી.

  15. ખુબજ સરસ ગીત છે. ખુબ ખુબ આભાર. સાચેજ ટહુકો.કોમ અણમોલ ભેટ છે.

  16. lots of thanks to all tahuko people,specially to the persons who envisaged bringing out it, thanks to all, who preserved such creation and enabled me and peoplelike me to come acrros such rare creation.
    prakash j shukla, mumbai,24-1-2011

  17. This song is very nice & touching the heart. Words are so effective in real life..

    Heartly Thanks for listen this song..
    I m Tabla Player..

  18. વાહ વાહ સુ સરસ ગેીત આન્ખો મા આન્સુ આવિ ગયા

  19. Gujrati Kavya Sangeet nu Aa amar geet ek maa ni vyatha kahe che. Maa ni parishiti aatyant daya janak hova chata, maa na mukhe thi tena Dikra mate Kalji ane Lagni bharela shabdo j nikle che.

  20. hey,,,,,,,,
    very touchin man
    but u know dis is fact of life vich is in a poem style
    so……..bliv it or not dis is truth
    thnx

  21. સરસ ગેીત . મન ને રદવિ લે તેવુ સુન્દર ગેીત્……..ખરેખર અધ્ભુત રચના

  22. જે વ્ય્ક્તિ આ પરિસ્તિ માથિ પસાર થયો હોય તેને આ ગિત બોવજ ગમ્સે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *