આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….

સ્વર : જયદીપ સ્વાદિયા

.

—————————-
Posted on July 25, 2006

સ્વર : આશા ભોંસલે

.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

———————-

( આભાર ફોર એસ વી )

સાંભળો : દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

227 replies on “આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી”

  1. hi there,
    “deep modi” & bharat pandya.U have given true & clear picture of canada.I am in canana too.Let people know those who r coming here with great hope .how they r facing problem after wards.whoever wrote this reply,good work.

  2. Thanks to one of my friend garg who just gave me these cite and i am also thankful to this cite who has provide me great rear collection of GUJARATI poem and songs of great GUJARATI writer’s.

  3. કેનેડીયન દિકરાનો જવાબઃ AUTHOR UNKNOWN

    =============================================================

    માડી તારો દિકરો, ગ્યો કેનેડા, કમાવા કાજે….

    શું લખું તને, કશું ય કહેવા જેવું નથી આજે….

    પાંચ વરસ પાણીમાં ગ્યા. હજુ શે’રીંગમાં જ રહેતો સાંજે….

    તું નિત નવા લૂગડાંની કરે છે વાત,પણ જીન્સનું એક પેન્ટ રાખ્યું છે પાસ.

    રોજની તો ક્યાં વાત કરૂં,મહિને એક્વાર ધોવાય તો યે ખાસ….>

    બાધ્યું-ટિફીનનું જ ખાવું પડે છે, મળે છે માપો-માપ…

    દવાદારૂની ચિંતા નથી, સરકાર જ છે માઇ ને બાપ…!

    માં, તારો કુબો તો કંઇકે ય સારો….અહીં બેઝ્મેન્ટ્માં આવે છે વાસ…

    ભલે પી યે ટિમ-હોર્ટનની કાળી કોફી, તો યે નથી બુઝ્તી પ્યાસ…

    તન તોડીને,ડિગ્રી ભૂલીને,જે મળે તે કરીએ છે કામ,
    આખો દા’ડો રોતા રહીને, રાતે ભજીયે રામ…>

    ત્યાં લોકોને એમ છે કે, અહીં પૈસાના ઝાડ..!

    ઊંચી ઊંચી બિલ્ડીંગોના ઊંચા ઊંચા પહાડ..>

    એ બિલ્ડીંગોની બારીએ બારીએ દિવા,

    પણ પૈસા નથી મારે ઝેરે ય પીવા….>

    તારે ખૂટી છે જાર,પણ મારે ય અહીં બિલોની વણઝાર,

    ખૂટે બીજું બધું, નથી ખૂટતી ઉઘરાણીની ભરમાર….>

    દેખતો થઇને કુવામાં પડ્યો, સ્વર્ગની સીડી સમજીને પ્લેનમાં ચઢ્યો….>

    સાપે છછુંદર ગળ્યાનો વારો, મારે નથી અહીં કોઇ આરો-ઓવારો…

    વાંક આમાં દેખું છું મારો, ભુલી જજે તું દિકરો તારો…

    • Wah..bHARATBHAI PANDYAJI!
      aap ni manodasha..ek “Laal batti”ni mafak,Pardesh ni dasha batave chhe[Motabhage..aavu j darek ‘Aandhali daud”ma bantu oy chhe..
      Anyhow..aape khub j saras POETRIC rupe..dasa-avdasha nu nirupan karya chhe[bahu vakhat thai gayo,have toh saara-vaana hashe..
      God bless U!!
      Jay garvi Gujarat..
      JAY HO..

  4. i like this song very much..its wonderful..i cant explain it..
    i was crying when i heard that first time…bcoz i love my mom so much..now i m in USA and my mom and dad is in INDIA..

  5. અરે જયશ્રિબહેન મને એ ખબર નથિ કે આ બધુ કેમ અદ્ભુત !

  6. I,read these very touchy and emotional poems in my highschool years. Never had an oppertunity to listen to it. Indeed it was a very uniqe experince to listen to in a proffesinal voice. Like to request for a very old emotinal,tregic and long gujarati song ” Bhai mare bhav haria ane bhen mare dish jaye,bhai bahen na het ni sambhaljo aa vaat. Bachpanma gujri gaya maa ne jena baap. Bhai ben chalya re mosal, ,mami dukh de aapar, khune rota nana bal re madi na jaya bheni na mahena mare bhangvea…… .
    Karasan Bhakta ,

  7. ખુબ સરસ્ જેનિ હુ રાહ જોતો હતો.જયશ્રિ બેનને અભિ નન્દન્ ૫૦ વર્શ પહેલા અમે ૧૧મા ધોરનમા આ કવિતા ભનતા આખો વર્ગ રોઇ પદ્યો હતો.જુનિ યદો તાજિ થઇઇ…

  8. હે મારે મોઢે થી બોલું માં તે દી હાચે નાનપણ હાંભરે ત્તે દી મોટપ ની મજા બધી કડવી લાગે કાગડા.. આ દુહા મેળવી આપશો?

  9. “આંધળી માનો કાગળ”, આ ગીત મેં લગભગ ૫૦ વરસ પહેલાં સાંભળેલું અને ત્યારે પણ લાગણીવશ થઈ જવાયેલું. આજે પણ આ કાગળ અને તેનો જવાબ બન્નેમાં લખાયેલાં સંજોગો ૫૦-૬૦ વરસ પહેલાં જેટલાં હતાં તેમાં પણ આજે બહુ કોઈ ફરક આવ્યો નથી. આજે પણ છોકરાઓ ગામ કે શહેર છોડીને ઘરથી દૂર જાય છે ત્યારે મોટા ભાગે આવીજ પરિસ્થિતિ બનતી હોય છે. કાંતો બહુ કમાતા ન હોય અને માંડ માંડ પુરુ કરતાં હોય અને ઘરે પૈસા મોકલી ન શકતાં હોય.

    બહુ સત્ય ઘટના જેવા બન્ને “કાગળ” છે.

  10. i want to download this song for my papa so pls tell me how i can download this both of song….”aandhali maa no kagal & dekhta dikra no javab……….

  11. Jayshreeben , we may come across somany good poems but nothing can come close to this. I had learet this poem some where in 4th grade . Since then and until today I have this by heart . and the gayaki the way Ashaji has sung. Whenever I sing during the antakshari… My friends do insist me to sing the whole poem. This has to be delivered by which the listener must get his eyes wet. God is kind to me that I can deliver with the feelings. And yes there are apx. 3 poets have written “Dekhata Dikara no Jawab ” including GANDHI SAHEB . This poem has to be in ones Blood for ever and respect the Parents.

  12. Respected Jayshreeben,

    I am not criticising but sweetness of the song lies in female voice.. Still I appriciate Sri Jaideep sang in very cool voice.
    Yours,
    Harsukh H. Doshi.

  13. realy this is very touchy song everybody shuld keep their children with them as metro culture has losing velue of relation and our responsibilitiy to senior citizens

  14. હાલના સંજોગોમાં આવી રચના વાંચવી-સાંભળવી ગમેછે એજ બતાવે છે કે આપણી સંસ્કૃતિ ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ કેતલી હદ સુધી આપણા માનસપટ પર છવાયેલી છે, સારા માટેજ તો.
    મારા બ્લોગ પર “અપેક્ષા ની ઉપેક્ષા” આવુજ કંઈક યાદ કરાવી જાયછે.
    ‘સાજ મેવાડા

  15. અદભુત !
    એક ગરવા ગુજરાતી છો આપ…
    આવુ સરસ પોસ્ટીન્ગ …

    આભાર….

  16. I LIKE TO LISTEN MR. NIRANJAN PANDYA’S SONG BUT YOU HAVE NOT THAT NAME IN THE SINGER’S LIST.PLEASE ADD THAT NAME AND ALSO SONGS.

  17. સુપેર્બ કવિતા…. પન ખબર નહિ કેમ આજ કાલ આવા સરસ ગિત, કવિતા રચાતા બન્ધ થૈ ગય?? અને ગુદ વોર્ક વિથ દ તહુકો….

  18. સુપેર્બ કવિતા…. પન ખબર નહિ કેમ આજ કાલ આવા સરસ ગિત, કવિતા રચાતા બન્ધ થૈ ગય??

  19. ખુબ જ સરસ , હૈયુ ભરૈ જાય એવી રચના છે,
    એક અરજ—- પુત્ર નો મા પર પત્ર છે એ પણ અહિ મુકો તો ખુબ જ સારુ

  20. Poem is touchy but both the singer’s voice is just average. Asha sings like a bhikari on the road..loud and unemotional ! Let somebody put a heart to the song. Sorry

  21. શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકને શ્રધ્ધાંજલીરુપ આ કવિતા સાથે એમને સ્મરાંણજલી…..

  22. Usko nahin dekha hamne kabhi
    par uski jaroorat kya hogi eh Maa
    eh Maa teri surat se alag
    Bhagwan ki surat kya hogi kya hogi
    usko nahin dekha hamne kabhi

  23. Some time in late 90s, while i was preparing for Civil Services Examinations… and was away from home, studying in Delhi, Maa shared this poem to me.. and while reciting, felt mositness in her eyes, which got flooded in the form of tears, by the time she was on the second stanza…exactly a decade later.. I am in US studying Conflict Resolution and Foreign Policy….and this song reminded me of those days… even the days of my childhood… where in Maa and dady, would have shared to us more than what they could.
    In a literal sense.. she would have slept less, and remained awake, so that i can sleep in bliss..
    They invested in us, she lived the life of a mother, a wife.. and now she is leading the life as what she is.. Harshada Dave..and am miles away from her.. my maa.. my world..the goddess,

    and the plastic tabs of my key board, are drenched in my tears…
    cant write ahead

  24. જયશ્રીબેન,
    આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી નું ગીત ફરી સાંભળવાનો આનંદ આવ્યો. સ્વર : શ્રી જયદીપ સ્વાદિય માં છેલ્લે ગવાતી કડી ગીતમાં વંચાતી નથી. આ કડી ઊમેરશો?
    ચન્દ્રકાંત લોઢવિયા.

  25. Dear Friends,
    I was in surch of this gujarati song since longback. With the help of “Tahuko” I found the same today.I am verymuch thankful to “Tahuko” and the writer and singer of this Song.
    Thanks again.
    Bhaskar B Patel
    Tax Advocate
    Alkapuri, Baroda, Gujarat.

  26. Very touchy and emotional song.Many years ago one of my friends used to sing this song in party with tears in his eyes.Everyone’s eyes were dampened hearing this song.Years passed and i had earnest desire to read this song and i am very glad to have an opportunity to read as well as listen this song on your web site.The song depicts a mother’s MAMTA towards her son.She advised son to take care of his health because it is the only asset of poors.How touchy words?Son’s reply to his mother is equally sentimental. Pushing the listeners in cloud of gloom.THANK YOU FOR GIVING OPPORTUNITY TO READ AND LISTEN THIS SONG AFTER YEARS.

  27. જગત મા માત્તા અને પિતા એ જ ભગવના…

    ઘના સમય બાદ આ ગિત સાભમલ્યુ..
    apana sanskarma kai khami avel hoi tevu lage che… akho vanche che.. kan sabhale che… ane dil rade che.. khub saras..

  28. This song is really well written and sad as well. Just imagine your mother has gave you birth and brought you up with so many difficulties that we even dont know !!!
    And at the end if she has to face this kind of situation its shameful for the son and he wont get any kind of place not only in heaven but also hell…………
    I really appreciate the creator of the song and thanx to the person who upload this……..

  29. i m quite new to this web site but its so heart touching that i could not resist my feeling and started crying remembering my parents in india.

  30. wah-waah!
    Dharti ne ..vaadar na varsaad ni
    ane
    Manavi ne..aankho na varsaad ni
    Zarurat che..mate j
    Aavi sunder radavti rachanao ni zarurat che..
    ..i too,became happy in crying @ listening this!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *