ટહુકો પર પહેલા ફક્ત એક જ પંક્તિ સાથે મુકેલી આ પ્રાથના, બીજી 2 સંગીતબધ્ધ પંક્તિઓ સાથે ફરી એક વાર :
લયસ્તરોમાં પ્રસ્તુત “અસત્યો માંહેથી” વાંચીને થયું કે ભલે મારી પાસે આખી પ્રાર્થના mp3 માં નથી, પરંતુ જે થોડી પંક્તિઓ છે, એ પણ તમને સાંભળવી ગમશે.
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથજી ! ધરું. 8
( આભાર : સ્વર્ગારોહણ )




February 12th, 2007 at 9:02 am
સ્કુલ માં પ્રાથૅના માં આ ગવડાવતા, ખુબ સરસ છે, ઊંડાણ વાળી છે. આનું સંસ્કૃત વઝૅન પણ સુંદર છે. “જ્યોતિરમાઅમૃતંગમયં…..” આવુ કંઈક છે.
February 14th, 2007 at 8:46 pm
ખુબ જ સરસ prathana
March 10th, 2007 at 5:13 am
આખી પ્રાર્થના અહીં સાંભળવા મળશેઃ
http://www.musicindiaonline.com/music/gujarati/m/theme.15/
March 14th, 2007 at 10:22 pm
hu to ano chahak thai gyo 6u
March 18th, 2007 at 7:09 am
Jayshreeben, FYI-
I found additional stanzas (eight in all) to this prayer on http://www.swargarohan.org/Bhajan/Aarti/04.htm
April 17th, 2007 at 6:44 am
બહુ સારી છે.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.
સ્કુલ માં પ્રાથૅના માં આ ગવડાવતા,અને હજી ગવડાવે છે
May 21st, 2007 at 5:27 pm
[...] સાંભળો: - અસત્યો માંહેથી [...]
May 30th, 2007 at 8:10 am
મારી સ્કુલમા આ પ્રાર્થના ગવાતી પણ લોકો સમુહમા માઈક પર ગાતા અને હુ આખી પ્રાર્થનાના શબ્દો આજ સુધી ન સમજી શક્યો.
આજે આખી પ્રાર્થના સાંભળવા અને વાંચવા પણ મળી.
આભાર જયશ્રી.
October 5th, 2007 at 11:55 am
આ શિખરીણી છન્દ છે. સ્કુલમા યમાતારા શલભા… ગાતા હતા તે છે. શિવ મહિમ્ન સ્ત્રોત્ર ૫ણ આ રાગમા ગવાય છે. અહી સાંભળવા મળ્યુ તે પ્રાર્થના પોથી નામની કેસેટ્ટ્માથી છે. અત્યન્ત ધીમી લયમા અને એકાગ્રતાથી ગાવુ પડે એવુ છે. ટહુકોમા મુક્યુ તે બદલ ખૂબ ખૂબ આભાર… ઘણા વખતે આ સાભળવા મળ્યુ.
September 1st, 2008 at 7:54 pm
સુન્દેર પ્રાર્થના શાળા મા ચાર કડીજ ગવડાવતા આખિ પ્રાર્થના આજે જ વાન્ચિ . શાળાજિવનનિ યાદ આવિ ગઇ.
October 20th, 2008 at 10:26 pm
પ્રાથના સાભળી સ્કુલ ના દિવસો યાદ આવી ગયાઆભાર જયશ્રીબેન અર્થ હવે સમજાયો.
April 4th, 2009 at 5:35 pm
જય્શ્રિબેન બધા ગિતો કેમ સમ્ભ્લિ શકત નથિ?
April 4th, 2009 at 9:06 pm
this song and all other songs are playing fine.
let me know which particular song you could not play.
please allow few seconds for the song to load after clicking on play button.
I hope this will help.
May 1st, 2009 at 3:26 pm
Ganga sati na bhajano shodhata a site mali gayi.Excellent
May 9th, 2009 at 6:59 am
ઍક્ષેલ્લેન્ત્ utkrusht!
October 4th, 2009 at 12:50 am
ખૂબ સરસ. સરલા સર્જન સ્કૂલ , વિલે પર્લે મુમ્બઈ ખાતે આ પ્રાર્થના રોજ ગવાતી. સ્કૂલ જના દિવસો યાદ આવી ગયા. આભાર .
October 10th, 2009 at 10:48 pm
ખુબ સરસ આના કરતા ઉત્તમ સન્ગ્રહ મલવો મુશ્કેલ ……………….
April 18th, 2010 at 3:43 pm
my favorite prarthana
thanks
June 7th, 2010 at 3:29 am
Jayshreeben
You are doing a great job. This is my most favorite website, and i sincerely thank you for it. I found two minor typo errors in this praarthanaa. They are:
1. Stanza #2 line 4. instead of “hun” it should be “tun”
2. Stanza #4 Line 1. istead of “akaaki”, it should be “ekaaki”
Jayanti
August 18th, 2010 at 3:23 pm
pl put old kavi song