જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની – કલાપી

આ ગઝલ આમ તો મારી પાસે ૪ મહિનાથી છે – અને આ ૪ મહિનામાં કેટલીયવાર સાંભળી પણ એનો કેફ જયારે ઉતરતો જ નથી. તમને થતું હશે કે તમારા સુધી આ ગઝલ પહોંચાડવામાં આટલી રાહ કેમ? એ તો એવું છે કે – આજના દિવસ માટે બચાવીને રાખી હતી..!

આ સ્પેશિયલ ગઝલ – આજના સ્પેશિયલ દિવસે – એક એકદમ સ્પેશિયલ Couple માટે !! 🙂

લયસ્તરો પર ‘આપણી યાદગાર ગઝલો’ શ્રેણીમાં ધવલભાઇએ આ ગઝલ માટે કહેલા શબ્દો ફરી એકવાર મમળાવવા જેવા છે.

‘કલાપી’ ગુજરાતી કવિતાનો પહેલો rock star હતો. રાજવી કુળ, એમની સાથે સંકળાયેલી પ્રણયકથાઓ અને નાની વયે મૃત્યુ – એ બધાએ એમને એક દંતકથા સમાન બનાવી દીધા છે. જેમના જીવન પરથી ફીલ્મ બની હોય એવા એ એક જ ગુજરાતી કવિ છે. આપની યાદી વિશે કાંઈ લખવું જરૂરી નથી – આપણે બધા એને પાઠ્યપુસ્તકમાં ભણી જ ચૂક્યા છીએ. છેલ્લા બે શેર મારા અતિ પ્રિય શેર છે. આટલા વર્ષે પણ રોજબરોજમાં વાપરવાના થાય છે. લોકો એક જમાનામાં ચર્ચા કરતા કે આ ગઝલ ભગવાનને સંબોધીને લખી છે કે પ્રેમિકાને સંબોધીને લખી છે. એના પર ઘણા સંશોધન પણ થયા છે. મારે તો એટલુ જ કહેવાનું કે ‘કલાપી’ માટે તો પ્રેમ જ ઈશ્વર હતો… આગળ તમે પોતે જ સમજી જાવ !

(જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે…      Fort Bragg, CA – Nov 08 )
* * * * * * *

સ્વર : બંસરી યોગેન્દ્ર
સંગીત : હરેશ બક્ષી
સંગીત Arranger : ઇમુ દેસાઇ

.

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-કલાપી
(1874 – 1900)

63 replies on “જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની – કલાપી”

  1. નવ જવાન કલાપિ સાહેબ્ના ઘાયલ દિલના જખમો જોયા.

  2. આજે મારે એક સાથે બે જેકપોટ લાગ્યા. Spotify પર મન્હર ઉધાસનુ મોટુ ક્લેક્શન મલ્યુ અને પચ્હિ આ ગ્ઝ્લ

  3. બંસરી બેન!
    વર્ષો પહેલા હાટકેશ વ્યાયામ શાળા મા આપ બધા ને જોયેલા -૧૯૫૫ મા!
    હરેશભાઇ દિનેશ બક્ષશી, મીરા બેન જેની સાથે હૂ રેડિયો પર ગાવા જતો!
    ઘણા વખત પછિ કલાપી નાઆ ગીત મા આપનો અવાજ સાંભળ્યો!
    અભિનંદન!!
    ડૉ પ્રવીણ સેદાની .

  4. જ્યા જ્યા આ ગઝલ રજુ થશે
    યાદ આવશે કલાપિ આપનિ

  5. બહુ જ સરસ ગઝલ… કાશ બધા દિલ મા આવૉ પરેમ રહેતો હોત તો ઘના બધા લોકો સરળ અને લાગણીશીલ હોત.

  6. આ ગઝલ મન્હર ઉધાસૅ પણ એમના ‘અનુભવ્’ આલ્બમ મા ગાયેલી છૅ. કોઇ ની પાસે હોય તો પોસ્ટ કરવા વિનન્તી.

  7. કલાપી ગુજરાતી ફિલ્મ કે જેમાં સંજીવ કુમારે ક્લાપી નો અભિનય કર્યો હતો, તેમાં આ ગઝલ સંજીવ કુમાર ના મુખે ગવાય છે. જો શક્ય હોય તો ઍ મુકશો. મને ખબર નથી કે ગાયક કલાકાર કોણ છે, પણ અતિ સુંદર છે.

  8. IF ANY ONE KNOWS ABOUT SHRI KALAPIJI AND HIS LIFE, IT WILL BE EASY TO UNDERSTAND WHAT MADE KALAPIJI WRITE SUCH A WONDERFUL AND HEART TOUCHING POEM.

  9. ખુબ સરસ ,, કલાપી તો કલાપી હતા , તેની કોઈ સાથૅ સરખામણિ ના થાઈ ….!!!

  10. કલાપીને અકાળે મોત આપીને કુદરતે ગુજરાતી સાહિત્યને અન્યાય કર્યો છે.
    માત્ર ૨૬ની ઉમરમા સુધીમા આવી રચના શકનારની યાદી કેટલી ?

  11. શબ્દો સુકાઇ ગયા અને આઁખો વહી પડી

    પ્રેમ જ ઈશ્વર છે.

    CITY TILES
    MORBI

  12. Superb singing by Bansari Yogendra and most melodious composition by Haresh Bakshi in Raag Madhuvanti. Singer,composer and music arranger have done full justice to this Kalapi Gazal. Once more,once more, more and more……l

  13. શબ્દો સુકાઇ ગયા અને આઁખો વહી પડી.
    ધન્યવાદ!

  14. મરિ સૌથિ સૌથિ ગમતિ ગઝાલ…આભાર ખુબજ…………..!!!!!!!!!!!!!!!!!!!!!

  15. Jayshreeji ke ghar me der hai, andher nahi hai.
    Finally You fulfil the wish of many fan-chahak of ‘Tahuko’
    now one more request: “…re pankhi ni upar pathro fekta feki didho….”by Kalapi
    belated wish: Happy Wedding Anniversary! May Heaven’s Choicest Blessings Shower on the young couple Jayshree-Amit.

  16. બન્સરિબેન નુ આ ગઝલ સામ્ભલિ.બહુ સરસ.
    પ્રગતિ કરો અને નવ સોપન સર કરો, આજ
    આમારિ દુઆ.
    મિનાબેન્ શિરિશભાઈ મેહ્તા.

  17. અરે યાર… આ મોતીને તો હું ગયા વર્ષથી ગોતતી’તી, પણ… ચાલ, સારું થયું કે તને મળી ગયું !

  18. My thanks and congratulations to all artists and to everyone involved in bringing this gazal in its musical form to all readers of tahuko.com! After listening this gazal, I am on cloud # 9 or Mt.Everest of happiness ! This is one of the very few eternal or immortal gazals that has survived for more than 100 years and I am sure that after another 100 years, it will give the same joy to the listeners! It is an example of simple lyrics and great similies to convey the meaning of each share!

    Dr. Dinesh O. Shah, Gainesville, Florida, USA

  19. પ્રિય જયશ્રી-અમિત, તમારા લગ્નજીવનની પ્રથમ વર્ષગાંઠ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…! આવતા દરેક વર્ષો પણ બિલકુલ પ્રથમ વર્ષ જેવાં જ આવે અને જાય- એવી મબલખ શુભકામનાઓ…!

    સસ્નેહ… ઊર્મિ-સાગર-ભરતી-(આજે ઓટ નહીં!)

  20. નવસારીની શેઠ આર. જે. જે. હાઈસ્કુલમાં ભણતો ત્યારે ૧૧મા ધોરણમાં અકાઉન્ટ્સ વિષય ભણાવતા રાણા સાહેબની સૌથી પ્રિય ગઝલ … એવી ખૂબીથી અકાઉન્ટ્સની અમુક વાતોમાં આ ગઝલના શેર વણી લેતાં કે વાહ વાહ થઈ જતી… 🙂

    હું તો આ ગઝલને purely cult ગઝલ જ કહીશ..

    મન થયું કે વીકીપિડીયાનું ‘કલાપી’ વિશેનું પાનું અહીં જોડી આપું – http://en.wikipedia.org/wiki/Kalapi

  21. ખરેખર કૅફી ગઝલ છે. “કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી” વાહ વાહ.

  22. ગઝલને ખરા અર્થમાં લોકપ્રિય બનાવનાર ગઝલ-કીંગ (ધવલભાઈના rock-star) કલાપીની સદાબહાર અને અદભૂત ગઝલને એટલી જ સુંદરતાથી સ્વર-બધ્ધ કરી કર્ણપ્રિય સ્વરમાં રજૂ કરવા માટે તમામને અભિનંદન અને આભાર!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *