આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…

આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:
Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666. (વધુ માહિતી એમની વેબસાઈટ પર)

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

“ગુજરાતી ગઝલને કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું યુગ પ્રવર્તક કાર્ય આદિલ મન્સૂરીએ કર્યું છે. પરિણામે ગઝલ અને કવિતા વચ્ચેની કૃત્રિમ ભેદરેખા નાબુદ થઇ ગઇ. ગઝલની મુખ્ય સંકલ્પના એમણે બદલી. આધુનિક ગઝલના ગાળાને ‘આદિલ યુગ’ કહી શકાય એટલું માતબર, એટલું પુરોગામી, એટલું દુરગામી આદિલ મન્સૂરીનું પ્રદાન છે.”
– નંદિની ત્રિવેદી (મુંબઇ સમાચાર – ૭ ઓગસ્ટ, ૨૦૦૪)

એમણે એક શેરમાં કહ્યું છે –

જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.

અને આ શેર –

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

બીજું તો શું કહું કંઇ સમજાતું નથી, એમણે જે ગઝલોથી ગુજરાતીઓનો પાલવ ભર્યો છે, એની એક ઝલકમાત્ર ગઝલો સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

આ એમના જ શબ્દો એમને કહેવાનું મન થાય આજે –

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.


શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.


આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.

27 replies on “આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..”

 1. sandip says:

  આદિલ સાહેબ્ તમે અને તમારિ ગઝલો અમર રહ્શે.

 2. Vijay Bhatt says:

  સલામ આદેીલ સાહેબ!!!

 3. Jayesh Panchal says:

  Dear Jayeshree,

  Our Gujarati Language is also being poor and poor since last three to five years.
  As 3 M ( Manoj Khanderia, Manhar Modi and Mukund) in one year, than Ramesh Parekh and now Adil Saheb.

  I still remember the days I have passed with him and Chinu Modi, Rajendra Shukla, Labhsankar Bhai,Manhar Modi at Painter and Artist Narendra Patel’s office.
  It was vrey rich gathering as some times Bhagat Saheb and Dinesh Dalal , painter ahendra Kadia and other artist friends.
  So many time it was my pleasur, that Adil Saheb would love to ride on my bike, whenever he Visited Ahmedabad.
  I also learn to understand Gazal and it’s spacialities through him.
  It’s great lost to our luange, but we have to accept it.

  My umble prayer to the God to keep him in peace.

  Nadi Ni Ret ma Ramtu Nagar Male Na Male………

  Salam Adil Saheb

  Jayesh Panchal
  ( Sydney)

 4. ગઝલના ધબકાર….

  ગઝલનું જન્નત…..

  એવા શ્રી આદિલ મન્સુરીને

  લાખ લાખ સલામ…….

  ચુક્યો ધબકાર રે આદિલ, ખુદા

  થયો પુરવાર ના-કાબિલ ખુદા

  ભલે શાયર કર્યો જન્નત નશીં

  હવે દોખજ અમારાં દિલ ખુદા

  ડો. જગદીપ નાણાવટી

 5. Jay Trivedi says:

  ગઝલ ના મુખ્ય સ્તંભોમાંના એક આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું.
  ભગવાન એમનાં આત્માને શાંતિ બક્ષે.
  એમનાં પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પાર્થના…!

  જય ત્રિવેદી અને પરિવાર

 6. hirabhai says:

  ભગવાન ઍમ ના આત્માને શાન્તિ આપે.

 7. mukesh parikh says:

  આદિલ સાહેબ ને હાર્દિક શ્રધ્ધાંજલિ…
  આદિલજી તમો હંમેશા તમારી ગઝલો દ્વારા સૌના દિલો માં જીવતા રહેશો.

  ‘મુકેશ’

 8. pragnaju says:

  તમે જગને અલવીદા કહી પણ અમારા હ્રુદયમા તો તમારુ સ્થાન અમર છે જ.આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી અને સત સત સ લા મ
  મૃત્યુનું અમૃત મળે ના ત્યાં સુધી—આદરણીય આદિલ મન્સૂરીને શ્રધ્ધાંજલી niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 9. Niraj VYas says:

  મન મા વસી ગયો તુ ‘આદિલ’
  યાદો પર રાજ કરે તુ ‘આદિલ’
  અમર ને અખૂટ રહે તુ ‘આદિલ’
  આ દિલ મા સદા વસે તુ ‘આદિલ’

  —-‘નિર’

 10. Birju says:

  Manav na thay shakyo to a ishwar bani gayo….
  Adil saheb to manav to hata j …. ane have Gujarati Ghazal na ishwar bani gaya..

  Alvida….. Adil saheb……

 11. heta says:

  આદિલ સાહેબ ને ખૂબ ખૂબ વંદન…..

 12. vyas says:

  શ્રી આદિલભાઈને હૃદયભીની શ્રદ્ધાંજલી… એમની હાજરી એમની ક્રુતિઓ આપશે……..

 13. Harry says:

  આદિલભાઈ ને મારી શ્રધ્ધાપૂર્વકની શ્રધ્ધાંજલિ …
  એમની ગઝલો અને એમનું નામ ગુજરાતી સાહિત્યમાં યુગો યુગો સુધી અમર રહેશે.

  પ્રેમથી અર્પુ છું અંજલિ કે, હવે આદિલ મળે ન મળે…
  ગુજરાતી સાહિત્ય સરિતાને એવા સાહિલ મળે ન મળે…

  રમતું નગર, પ્રણયની શરુઆત, પગલાં ને ઝાકળ,
  ને ખુશ્બુથી પાલવ ભરનાર, કાબિલ મળે ન મળે.

 14. Dr.Hitesh says:

  શ્રી આદિલ મન્સુરી જેવા સર્જનહારના જવાથી ગુજરાતી સાહિત્ય અને ગઝલો નોંધારી થઈ ગઈ છે.આદિલજીને શ્રદ્ધાંજલિ

  અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
  હતી ક્યાં ખબર કે મરણ આવશે

  આદિલ મન્સૂરી

  મનના વિશ્વાસ અને સુલભગુર્જરીના દ્વારે આવતા રહેજો..
  ડો.હિતેશના પ્રણામ..

 15. chetan shukla says:

  શ્રી આદિલ મન્સુરિ સાહેબ જેવા શાયર ના જવાથી ગુજરાતી ગઝલ નો એક યુગ પુરો થયો છે. તેમની આ ખોટ ગુજરાત ના સાહિત્ય જગ ને હમેશા રહેશે.

  તેમને હાર્દીક શ્રદ્ધાન્જલિ.

  ચેતન શુકલ, મસ્કત.

 16. Aditya says:

  Muslim poets are of course sometimes good contribution to cultural diversity to Gujarati literature. In fact there are quite a few poets in Gujarat serving Gazals- only remnant of imported Islamic literature.

 17. Surta Mehta says:

  Adilsaheb was a Gujarati and Urdu poet, not a Muslim poet. His gazal “nadini retma” is the greatest tribute ever given to Ahmedabad. I hope a memorial will be created in his memory in Ahmedabad.

 18. Surta Mehta says:

  Adilsaheb was a Gujarati and Urdu poet, not a Muslim poet. His gazal “nadini retma” is the greatest tribute ever given to Ahmedabad. I hope a memorial will be created in his memory in Ahmedabad.

 19. Bharat Bhatt says:

  આદરણીય આદિલસાહેબને અલવીદા.

  ગુજરાતી ગઝલના ગાલીબસમા, વતનપ્રેમી અને અતિસંવેદનશીલ કવિ શ્રી આદિલ મન્સુરી અલ્લાહને પ્યારા થઇ
  ગયા. ગઝલની ગલીઓમાં ઘૂમતા આદિલ હવે મળે ન મળે પણ
  એમની કૃતીઓ સદાય આંખો ભીંજવતી રહેશે અને કાનોમાં ગૂંજતી રહેશે.

  એમને લાખો સલામ અને ખુદા હાફીઝ્.

  —ભરત ભટ્ટ , સીડની, ઑસ્ટ્રેલીયા

 20. Jignesh says:

  માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
  જે કંઇ બની ગયો બરાબર બની ગયો

 21. anandbabu says:

  gujarati gazal premio adil mansuri ne kyarey nahi bhule………adil na sher sambhali aaschary thi kayu,,,gai kal no aa chokro shayar bani gayo…

 22. Devang says:

  One of My fev. Poets.. Amni ak Gazal thij mari life ma prem aavyo hato we always miss Adil sahab

 23. apa mahefilme to nahihe mager mahefil apko yad kartihe one who loves adilsahib narendra

 24. Sajjad Mansuri says:

  Such a great poet..
  and
  poem ‘Nadi ni ret ma’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *