કાવ્યાસ્વાદ ૧૦ : સ્તુતિનું અષ્ટક – ન્હાનાલાલ કવિ

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

YouTube Preview Image

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8

*******

સ્વર : રવિન નાયક અને સાથીઓ
કવિ : ન્હાનાલાલ દલપતરામ કવિ

6 replies on “કાવ્યાસ્વાદ ૧૦ : સ્તુતિનું અષ્ટક – ન્હાનાલાલ કવિ”

 1. Tarun Mehta says:

  WHY doesn’t he adjust camera for us to see him on the full screen? TOP half of this video is always a WALL!

 2. Sudhir Trivedi says:

  અનેક અદ્ભૂતોમાં અદ્ભૂત પ્રાર્થના …! કવિશ્રી ન્હાનાલાલના મન-હ્રદયમાંથી ઘસાઈ ઘસાઈને એકે એક શબ્દો માપસર કોતરાઈને એમની કલમમાંથી અવતર્યા છે. ભાવથી
  સમજપૂર્વક વાંચન-શ્રવણ કરનારને ભકિતમાં ગરકાવ કરી દેનાર આ પ્રાર્થના અદ્ભુત અને ખૂબ સુન્દર છે. આખી પ્રાર્થના આજે માણી.
  કાવ્યાસ્વાદ માટે મધુસુદનભાઈ કાપડિયાનો પણ ખૂબ ખુબ આભાર…!
  – S. Trivedi

 3. Vimala Gohil says:

  સ્તુતિ અષ્ટક અને અષ્ટક રસાસ્વાદે ઈશ્વરીય અનુભૂતિનો “અદભૂત” આસ્વાદ કરાવ્યો.
  અંતે સંગીત સભર પ્રાર્થના સાંભળી સાથે-સાથે ગણગણી ને શાળાના પ્રાર્થના ખંડમાં પહોંચી ગયાનોઅનેરો આનંદ માણ્યો..
  આભાર “ટહૂકો”નો

 4. Jayendra Thakar says:

  કવિશ્રી ન્હાનાલાલની કાવ્ય રચના અને શ્રી મધુસુદનભાઈનું કાવ્ય વિષ્લેશણ ખરેખર પ્રશંશા પાત્ર
  છે. કાવ્યની સાથેસાથે સંસ્ક્રુતના સમાંતર ઉદાહરણોથી શ્રોતાઓની સમજ ક્ષિતિજ વિસ્ત્રુતે છે. સાથે સાથે રવિન નાયક અને સાથીઓનું સ્વરબંધન પણ સોનામાં સુગંધ ભેળવે છે.

 5. mahesh mehta says:

  ખુબા આનદ થયો ધ્ન્યવાદ્ રવિ.

  મહેશ મેહતા
  .

 6. KKB says:

  For a longest of time, before starting the video, I tried to pronounce “Kaavyaswaad 10 – _____ Noon Ashtak” the word. I also tried to look for the word in the Gujarat Vidyapeeth Shabd Kosh. And then I started the video. Found out that, “ee ni maatraa beejaa ta par laagvi joytiti”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *