કાહે ન મંગલ ગાયે, જશોદા મૈયા….

આજે ૧૨ સપ્ટેમ્બર – પપ્પાનો જન્મદિવસ… તો સાંભળીએ એક એવું ભજન જે પપ્પાએ મને શીખવાડ્યું છે – અને પપ્પા સાથે બેસીને ઘણીવાર ગાયું પણ છે!

અને હા, બીજું એક ભજન છે જે પપ્પાને ઘણું ગમે છે, પણ એની બધી કડીઓ એમને યાદ નથી – સખી, ચાલો જશોદાને રાવ કરીએ… – તમને આવડતું હોય તો એના શબ્દો મને મોકલશો?

આલ્બમ – સુમિરન (આભાર – ramkabirbhajans.org)

કાહે ન મંગલ ગાયે, જશોદા મૈયા, કાહે ન મંગલ ગાયે;
પુરણ બ્રહ્મ અખંડ અવિનાશી, સો તેરી ધેનૂ ચરાવે … ટેક

કોટિ કોટિ બ્રહ્માંડના કર્તા, જપ તપ ધ્યાન ન આવે;
ના જાણું એ કોન પુન્યસે, તાકો ગોદ ખિલાવે … ૧

બ્રહ્માદિક ઇન્દ્રાદિક શંકર, નિગમ નેતિ કરી ગાવે;
શેષ સહસ્ત્ર મુખે જપે નિરંતર, સો તાકો પાર ન પાવે … ૨

સુંદર વદન કમલ દલ લોચન, ગૌધેનૂ કે સંગે આવે;
આરતી કરત જશોદા મૈયા, કબીરજી દર્શન પાવે … ૩

7 replies on “કાહે ન મંગલ ગાયે, જશોદા મૈયા….”

 1. vimala says:

  સુન્દર ભજન.
  આપના પપ્પાના જન્મ દિવસે એમને શુભેચ્છાઓ તો નાના મોઢે શું આપીએ? પણ એમના આશિર્વાદ જરૂર માંગીએ.
  એમના આશિર્વાદ આપણા સૌ પર વરસતા રહે એજ……

 2. M.D.Gandhi, U.S.A. says:

  સુંદર ભજન છે.

 3. સુંદર રચના અને સુમધુર સંગીત. ખુબ સરસ. આભાર.

 4. Anil Patel says:

  This is written by Surdasji in Pushti Marg. and not Kabirji. The publishers shoul not change the originality of atleast the Bhakti Geet. Please correst it. The last line is “કરત આરતી માત યશોદા સૂરદાસ બલિ જાયે”
  Pl. correct it.

 5. Mukesh Bhagat says:

  આ ભજન ના રચયિતા કવિ સુરદાસજી છે, સન્ત કબીરજી ની આ રચના નથી.

 6. સુન્દેર પદ સુર્દદસ્જિનુ ચે અાભર ખુબ ખુબ્

 7. Hiendra says:

  ‘કબીર ભજન સુધા’ માંથી (સંપાદક: ઈશ્વરભાઈ પ્ર. પટેલ)
  પૂર્ણ અવતારી અખંડ ને અવિનાશી પરમાત્મા જાતે જ તારી ગાયોને ચરાવતા હોય તો હે જશોદા મા, તને પરમ આનંદ કેમ ન થાય ? ત્યારે તારાથી મંગલ ગીતો ગાયા વિના રહી જ કેમ શકાય ? – ૧

  કરોડો બ્રહ્માંડોનાં સર્જક જપ ને તપ વડે પ્રાપ્ત થઈ શકતા નથી તે કયા પુણ્યોને કારણે તારી ગોદમાં ખેલી રહ્યા છે તે મને સમજાતું નથી ! – ૨

  તેનું ગુણગાન બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-ઈન્દ્ર વગેરે દેવાધિદેવો અને સર્વે શાસ્ત્રો નેતિ નેતિ કહીને ગાયા કરે છે એટલું જ નહિ પણ ખુદ શેષ ભગવાન હજાર મોઢાથી સતત જપ્યા કરે છે છતાં તેનો પાર પામી શકતા નથી ! – ૩

  જેની આંખો ને મોઢું કમળ સમાન સુંદર છે એવા પ્રભુને ગોવાળિયાને રૂપે ગાયોનાં ટોળાં સાથે આવતા જોઈને મા જશોદા પ્રેમપૂર્વક આરતી ઉતારે છે તેવું મંગલ દર્શન કરીને કબીર તો ધન્યતાનો અનુભવ કરે છે ! – ૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *