રાત રહે જાહરે પાછલી ખટઘડી – નરસિંહ મહેતા

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર

રાત રહે જાહરે પાછલી ખટઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત

આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી … રાત

– નરસિંહ મહેતા

6 replies on “રાત રહે જાહરે પાછલી ખટઘડી – નરસિંહ મહેતા”

 1. વાહ
  એક્દમ સરસ અને સાચુ જ કહ્યુ છે.
  ભગત નરસિંહ મહેતા ને મારા કોટિ કોટિ વન્દન અને જયશ્રિ બેન ને પણ.આવા સરસ પ્રભાતિયાઆપવા બદલ્.

 2. Hemendra Shah says:

  Saras………………

 3. Minal Akkad says:

  Very soothing and pleasant to listen .ર્મન્વેમવેર્ય ે

 4. brijesh sohaliya- M.R. says:

  ભક્ત નર્સિહ મેહ્તા ને હ્રિદય પુર્વક પ્રણામ.

 5. kswami says:

  વેર્ય ગુડ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *