આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

કંકુ ખરે છે આંગળીમાંથી…. Picture from : http://serc.carleton.edu

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને -
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની -
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

- મનોજ ખંડેરિયા

13 thoughts on “આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

 1. रामदत्त ब्रह्मचारी

  सरस कविता लखाइ छे ( तमारी ) आंगळीमां थी . – रामदत्त ब्रह्मचारी

  Reply
 2. rajshree trivedi

  અમેરીકન કવિ ટેડ હ્યુજીસ નું કાવ્ય “ધ થોટ ફોક્ષ્ ” ની યાદ અપાવે તેવી રચના– “આંગળીમાંથી”.

  Reply
 3. nayan dave

  અમેરીકન કવિ ટેડ હ્યુજીસ નું કાવ્ય “ધ થોટ ફોક્ષ્ ” આ કવ્ય મલિ શકે? મનોજ ખંડેરિયા!! મનોજ ખંડેરિયા ની તીક્ષ્ણ કલમ માંથી જ આ ટપકી શકે આ નું કોઈએ સ્વરાંકન કર્યું છે //

  Reply
 4. kiran

  ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
  સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી
  ખરેખર !!!!

  Reply
 5. jyoti hirani

  ખુબ સુન્દર ગઝલ માત્ર કવિ મનોજ ખન્દેરિયા જ લખિ શકે એવિ……

  Reply
 6. Maheshchandra Naik

  સરસ રચના, જીવનની ફિલોસોફી આંગળીમાથી તો કવિશ્રી મનોજ ખંડેરિયાને જ પ્રાપ્ત થાય, કવિશ્રી મનોજભાઈને લાખ લાખ સલામ…………………………….

  Reply
 7. Upendrasingh Bhadoriya

  આંગળીઓ એ કમાલ કરી , બની ને કાવ્ય ધમાલ કરી,
  અભિનન્દન મારા મનોજને, દીલથી કરપુષ્પોની વાત કરી…..

  ઉપેન્દ્રસિંહ ભદૌરિયા….

  Reply
 8. MANOJ KUMAVAT

  મનમાં જે વિચારો ઉદભવે છઍ ;
  તે પન ખરિ પઙૅ આંગઙીમાથી.

  સરસ ભાઈ………………………………… i like it to much

  Reply
 9. લા'કાન્ત

  ” ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
  પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી ??? “-
  – આસપાસનું વાતારણ ,પરિવેશ,માહોલ ખુશનૂમા બની જાય તેવા શબ્દોનો પ્રકાશ ,,,કો’સદનસીબને જ પ્રાપ્ત હોય…ખરુંને ?
  ……………………………………………………………………………………………………………………………………………………………………..
  “પ્હેલા સ્પર્શની પૂનમ” અજવાળાનુ ધ્યોતક્ -પ્રતીક !
  ……………………………………………………………………………………………………………………………………………………………………..
  “ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
  સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી ” -”શુભ-વિધાયક ભાવ ઇંગિત? ” કંકુ ખરવાની વાત ?

  ળા’કાન્ત / ૩૧-૩-૧૩

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>