પરાજિત રાજ્ય – હર્ષદેવ માધવ

બહાર
સૈન્ય મને આકુળવ્યાકુળ કરતું ઊભું છે.
ભીંતો
જીર્ણશીર્ણ થઇ ગઇ છે.
રાત્રીની બારીઓ ખુલી ગઇ છે.
પ્રત્યેક વૃક્ષ પર આગિયાની જ્વાળાઓ દેખાય છે.
વ્રણથી પીડિત આંખો માર્ગ સુધી જઇને પાછી ફરે છે.
અંદર
કોઠારો ખાલી થઇ ગયાં છે.
જળનું તળિયું દેખાઇ ગયું છે.
પ્રત્યેક દિવસે
તારી પ્રાપ્તીનાં સ્વપ્નો
છિન્નભિન્ન થઇને તૂટે છે
હે અલકનન્દા!
કિલ્લામાં બંધ રાજાની જેમ
હું તારી રાહ જૌં છું.
મારા સામ્રાજ્યમાં
તું પણ સંપૂર્ણ ધ્વંસ પછી જ
તારો વિજયપ્રવેશ ઇચ્છે છે?

– હર્ષદેવ માધવ

3 replies on “પરાજિત રાજ્ય – હર્ષદેવ માધવ”

  1. આ નિરાશા કે હાર નિ લાગણિ ઉપજવતિ કવિતાથી શુ કહેવાનુ છે તે મને સમજાતુ નથિ.
    કઈ પ્રેરણા કે ઘટના થિ આ કવિતા સ્ફુરિ તે કવી કહે તો સારુ.

    સ્કન્દ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *