તારા ગયા પછી – અશ્વિની બાપટ

375361628_e6d7d01307_m

તારા ગયા પછી
તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ

સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ

તારી સાથે ચાલતી
એ રસ્તાને મેં કદી
મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો…

9 thoughts on “તારા ગયા પછી – અશ્વિની બાપટ

 1. Pinki

  તારી સાથે ચાલતી
  એ રસ્તાને મેં કદી
  મુકામને હવાલે કર્યો નથી
  એટલે જ તો…

  એટલે જ તો સમય એને ભૂલાવી શક્યો નથી
  ખૂબ સુંદર રજૂઆત….!!

  Reply
 2. pragnaju

  તારી સાથે વીતેલી સાંજ
  મેં કદી ઢળતા સૂરજને આપી નથી
  એટલે જ તો
  મને મળી આવે છે
  ઠંડી હવા વચ્ચેથી
  તારા ઉષ્ણ ઉચ્છવાસ
  વાહ્
  જાણે ડો. શ્યામલ-સૌમીલ મુન્શી જાણે ગાતાં હોય
  ‘ પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !’

  Reply
 3. manvant

  એ રસ્તાને મેં કદી મુકામને હવાલે કર્યો નથી .સરસ !

  Reply
 4. Sujata

  તારી સાથે વિતાવેલી સાંજ મેં ક્દી ………….વાહ …વાહ્……!

  Reply
 5. dipti

  વાહ્!

  એ રસ્તાને મેં કદી
  મુકામને હવાલે કર્યો નથી…

  સરસ રજુઆત…

  Reply
 6. Mehmood

  તારી સાથે વીતેલી સાંજ
  મેં કદી ઢળતા સૂરજને આપી નથી
  એટલે જ તો
  મને મળી આવે છે
  ઠંડી હવા વચ્ચેથી
  તારા ઉષ્ણ ઉચ્છવાસ
  આટલા સરસ શબ્દોના સહભાગી બનાવવા બદલ અશ્વિની બાપટ અને ‘ટહુકા’નો આભાર..

  સતત દ્ર્ષ્ટિમાં અંક્તિ છે તમારા પ્રેમના દર્શન
  અમારી સાથે સાથે છે તમારી યાદનો ટહુંકો

  નગરની ભીડમાં ભટકી અને ભૂલી ગયા તો પણ
  અમારા સપના વાગોળે તમારી યાદનો ટહુંકો

  Reply
 7. Dhara

  its very true under certain situation their will b always memories where no one can ask u 2 share or return n at times it becomes strength for remaining life

  Reply
 8. Akash Deshotari

  Lovers sing: Na ye chand hoga na tare rahenge, magar ham hamesha tumhare rahenge ! Very silly! When reality takes place they depart. And… from the bottom of the heart such poem comes out to confess that (our relation was not LOVE.) So.. now sing: Jo mil gaya usiko mukaddar samaz liya jo kho gaya main usko bhoolata chala gaya …!

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *