ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા

This text will be replaced

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

- નરસિંહ મહેતા

આભાર : લયસ્તરો

19 thoughts on “ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા

 1. Vijay Bhatt ( Los Angeles)

  Great! You took to ’80s in India – I felt like I am in India and listening to ” Praachin Bhajano no Karyakram – Akashwano Amdavad-Vadodra-Rajkot-Ane’ Bhuj”

  Reply
 2. Vijay Bhatt ( Los Angeles)

  Great! You took to ’80s in India – I felt like I am in India and listening to …” Praachin Bhajano no Kaaryakram – Aakaashwaani Amdavad-Vadodra-Rajkot-Ane’ Bhuj”…

  Reply
 3. Pravin Shah

  કૃષ્ણભક્તિમાં તળબોળ કરતું સુંદર ભજન!

  Reply
 4. pragnaju

  નરસિંહ મહેતાનું સર્વાંગ સુંદર પ્રભાતિયું
  અનાથના નાથને વેચે આહીરની નારી;
  શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ.
  … પ્રભુ અણસારનો સરળ માર્ગ

  Reply
 5. Manoj Divatia

  http://www.zazi.com/swanad/narshi/nrs1.htm
  આ મા નરસિહ મહેતા ના સરસ ભજનો છે જે તમારા વિશાળ સગ્રહ માટે જરુરિ છે મને લાગે છે કે તમને આ વાત પસન્દ પડશે.

  મોડા મોડા પણ તમને અને અમિત ને ઘણા અભિનન્દન
  ઈશ્વરે તમને તો ઘના જરુરિ કામો માટે ઘડ્યા છે . તમને અમિત ને અને ટહુકા ને ઘણુ જિવો અને આવિ લોક્સેવા કરતા રહો એવિ શુભચ્છાઓ.
  મનોજ દિવેટિયા

  Reply
 6. manvant

  ગોવાલણેીના ભાગ્યે પ્રગટ્યા…અઁતરયામિ !
  ભલે નરસૈયા……………………. ભલે !

  Reply
 7. Pinki

  વાહ્.. મજા આવી ગઈ
  સ્કૂલમાં ભણતા ત્યારે ગોખી ગોખીને મોઢે કરેલુ
  તે હજુ પણ યાદ …..!!

  છેલ્લી પંક્તિમાં -
  ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યાં “અંતર્યામી” – આવશે.

  Reply
 8. Pinki

  અરે….
  આ તો compu.માં મારાથી પણ ભૂલ થાય.
  સોરી થોડી કે’વાનું હોય તમારે અંકલ… !!

  Reply
 9. BHAVESH PATEL

  || jai shree krishna ||
  Gujarati lokgeet, sangeet ane bhajano ne ane khaas karine નરસિંહ મહેતા, Ganga sati, meera bai ne tahuko.com e jeevta raakhya chhe… ane rakhshe…. te vishwa na gujaratio maate garva ni vaat chhe….
  tahuko.com ne khoob khoob aabhar…..

  Reply
 10. Ramesh Shah

  ખરેખર્ તમારો આભાર તમે ગીત મારે જોઇતુ હ્તુ તે બદલ,આ ગીતના ભાવો ભક્તકવી નરસિહ મહેતાએ સુન્દર રીતે રજુ કરીને આપના ઉપર ઉપકાર ક્રરયો ચ્હે.
  રમેશ શાહ્

  Reply
 11. meena

  આ ભજન મને યાદ છૅ ત્યા સુધી કોઈ બીજા ગાયકે પણ ગાયુ છે.૧૯૮૦ ની આસપાસ સવારે નોકરી જતા વખતે આ ભજન આવે અને સ્કુલ બસ માટે દોડવનુ.બાળકો પણ ઘરમાથી ભાગે.આભર .

  Reply
 12. Viththal Talati

  I think this song is translated by Sarojani Nidu. When I was in seventh standard it is in my English text book. I like too much these words.
  અનાથના નાથને વેચે આહીરની નારી;
  શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
  Viththal Talati

  Reply
 13. Mukesh Sodwadia

  આ ભજન સાન્ભલિ ને ૩૫ વરસ પહેલા નિ સવાર યાદ તજિ થૈ. શબ્દો નથિ કેમ કહુ…આન્સુ હરખ ના

  Reply
 14. Nayana

  નરસીહ મહૅતા નુ ખુબ સુદર ભજન અનાથ ના નાથ ને વેચવા ભોલિ ભરવાડ્ણ જાય.કેટલુ સુદર અદભુત

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>