અમે મહિયારાં રે ગોકુળ ગામનાં – નરસિંહ મહેતા

સ્વર – પ્રફુલ દવે અને ઉષા મંગેશકર
સંગીત – ગૌરાંગ વ્યાસ

સ્વર – હેમુ ગઢવી

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં, મહિયારાં રે….ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે….મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારાં રે….ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વારો
દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે….મારે દુ:ખ સહેવા, નહીં કહેવા,મહિયારાં રે….ગોકુળ ગામનાં

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે….મારે જાગી જોવું ને જાવું. મહિયારાં રે….ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા, મહિયારા રે….ગોકુળ ગામનાં

– નરસિંહ મહેતા

8 replies on “અમે મહિયારાં રે ગોકુળ ગામનાં – નરસિંહ મહેતા”

 1. chhaya says:

  નવરાત્રિ નો રસથાલ .સ્વાદિશ્થ

 2. Kamlesh says:

  The basic pioneer Garbo…
  Very Good one….

 3. Ravindra Sankalia. says:

  નરસિહ મહેતાની આ પારમ્પારિક રચના સામ્ભળવાની ઘણી મઝા આવી. વચ્ચે ઉષા મન્ગેષકરના સ્વરમા ગવાયેલી પન્ક્તિઓ વાચવા નહિ મળી. ગોરાન્ગ વ્યાસનુ સન્ગીત સરસ હતુ.

 4. Bharat Gandhi says:

  આજ થિ પચાસ વરસ પહેલા આખા ગુજરાત મા આ ગરબો સદગત હેમુ ગધવિ નો ક્રિશ્ન જન્માસ્થિમિ અને નવરાત્રિ મા ગામે ગામ સામ્ભલવા મલતો. આઅજે પન ક્યારેક રાજકોત કે અમદાવઆદ રેદિઓ પર આ વગાદતા હશે, પન મુમ્બય મા તો આ સ્તેશન પકાદાતુ નથિ! તહુકો દ્વારા ઘેર બેથા સાન્મભલિ આનદ માન્યો! તહુકો; આપ્નો આભાર્!

 5. Maheshchandra Naik says:

  નવરાત્રિની શુભ કામનાઓ, નવરાત્રિ દરમ્યાન પ્રાચીન અને અર્વાચિન ગરબાની રજુઆત માટે આભાર,,,,,,,,,,

 6. HEEMA JOSHI says:

  NAVRATRI MA AAVA PRACHIN GARBAO RAJU KARVA BADAL AAPNO KHUB KHUB AABHAR……….

 7. રિશભ says:

  આ ગરબા માટે થૅન્ક્સ,
  મારે એક સરસ મજાનુ, બધાને ગમે એવુ આ ગીત સાંભળવુ છે,

  મુજથી મારો શ્યામ રિસાયો, ભુલ્યો મારી પ્રીત

  રાધા તારો શ્યામ ના રુઠે, ભુલે ન તારી પ્રીત્

  તો પ્લીઝ, આ ગીત શોધીને અપલોડ કરવા વિન્ંતી

  થૅન્ક્સ ફરી એક વાર્

 8. dear doctors ex. saurastra -making a good fortune not only because of rambharoshe butdesai bharoshe as well.yourdear friend comes from chicago and will go onin your apprecition-both of you- for at least half an hour.verygoog gazal nicely sung by mr.raval—-h.desai-navsari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *