અંજામ લઈને આવ મા – પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

સ્વરાંકન – પ્રણવ મહેતા
સ્વર – ડો. ભાવના મહેતા
સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ
રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા;

ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા;

જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.

– પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

12 thoughts on “અંજામ લઈને આવ મા – પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

 1. Hassan

  હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
  દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.

  વાહ પંડ્યાજી ! શું વાત કહી….. સુંદર ગઝલ…મધૂર સંગીત…કર્ણપ્રિય સ્વર

  Reply
 2. manubhai1981

  વાહ ભાવનાદીદી….કાવ્યને સુન્દર ન્યાય આપ્યો.
  રચના પણ ઉત્તમ છે.સઁગીત સરસ !..આભાર !

  Reply
 3. Maheshchandra Naik

  સરસ ભાવવાહી શબ્દો, આનદાયી સંગીત મઝા આવી ગઈ, આભાર…………….

  Reply
 4. Rekha shukla(Chicago)

  જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
  એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા…

  કેટલી સુન્દર રજુઆત? કેટલા ભાવવાહી સરળ શબ્દોમાં કહી છે…ખુબ સુન્દર કાવ્ય..!!

  Reply
 5. dev

  કદાચ પ્રણવ મહેતા હિમલ પંડ્યા ક્રરતા વધારે કવિહ્રદય લાગે. સારા કાવ્યો ને વધારે સારા બનાવ્યા.

  Reply
 6. Kalidas V. Patel { Vagosana }

  સુંદર ભાવવાહી ગીત. સ્વર પણ ઘણો સારો રહ્યો. અભિનંદન.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *