આવવાનું હોય તો હમણાં તરત એ આવશે,
ક્યાં પછી એ શક્ય છે જનમો સુધી ટટળાવશે.
છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.
માપ પડછાયાનું દિનભર લઈ સીવ્યા લાંબા-ટૂંકા,
એ બધા વસ્ત્રોને રાતે ક્યાં જઈ લટકાવશે ?
તું બરફ પીગળે નહીં ની માન્યતા ઘૂંટ્યા કરે,
કો’ક દિવસ એ સૂરજને ઊગતો અટકાવશે.
આંખમાં આવે છતાં એ સહેજ પણ વાગે નહીં,
દૃશ્ય એવું આઈનો તૂટ્યા પછી એ લાવશે ?
ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ?
- ગુંજન ગાંધી
Share what you loved...
Email
બધા જ શેર સરસ થયા છે… અંગ્રેજી શબ્દનો ગઝલમાં સાહજિક પ્રયોગ એ ગુંજનની લાક્ષણિક્તા છે…
સુંદર કલ્પનો……ચોટાદાર રજુઆત
sunder gajal
સાચી વાત કહી કવિ તમે !
આભાર.
સરસ ગઝલ ગુંજનભાઇ….
ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ? – વાહ..!
An excellent gazal, indeed ! Congratulations and thanks Gunjanbhai !
છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.
વાહ ખુબ સરસ કલ્પના .. …..મુદિવાદ સમ્જવશે …
maanas ni jem vruksho pan tax maagshe WAH KAVISHRI .
hello! gujnjanbhai, aa kavita to tame SETU ma same bestha ho ane vanchata ho evu yaad ave chhe! Hope you are enjoying there… Keep posting more of your gazals. BHinit.. . vali vaat bahu saras chhe.
Gunjanbhai, Great Creation. Best Wishes
મુકેશ જોશી યાદ આવે ,
આગણાને આવજો કહેતિ પળૅ
તો ઘર મને બાજિ પડૅ , ડૂસકે ચડૅ ,
પગરવોને સઘરિ બેથેલ શેરિ ,
આખ્ લુઁ ઍ , ઍક હૈયુ કોતર સ્મરણૉ વડૅ .
ઘર હોવાપણૂ ગમ્યુ. અભિનદન .
વાહ ગુન્જન,બહુજ સુન્દર.ધર્મ અને મુડિવાદ નુ દ્રશ્ટાન્ત ખુબ સુનદર .
અચાનક ફરતા ફરતા ટહુકા ઉપર આવી ચડ્યો. Pleasant Surprise. આભાર જયશ્રી.
બધા મીત્રોનો આભાર.
દર્શનાબેન – સેતુમાં આ ગઝલ વાંચ્યાનું મને પણ યાદ છે. Yes, we are enjoying here.