બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?
લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?
કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?
કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?
કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે જે અનુત્તર, કોણ છે ?
– હનીફ સાહિલ
યે કિસ્કિ હૈ આહટ..યે કિસ્કા હૈ સાયા.. હુઇ દિલ પે દસ્તક… યહાં કૌન આયા..કોઈએ કંડારેલા પથ્થરને હું રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?….હમ પે યે કિસ્ને હરા રંગ ડાલા…હૈ ઉસ્ને..વહી તો હૈ ઈશ્વર.. અંદર-બહાર આજુબાજુ બધે છે… જીધર દેખતી હું ઉધર તુમ્હીં તુમ હો…
.
માનવિ જ્નમે કે તરત જ તેનિ જિગ્નાસા-કુતુહલ્તા જાગ્રુત થઇ જાય્ચે અને પ્ર્સ્નો જ્ન્મે જ , આતો કુદરત ના સત્ય ને સમજવાનિ
મથામન.. અને તે પણ પાછા સાયર .. પરમાતમા ઐ કવિ ને જવાબ દેવો જ પડૅ ..
potani chap chodi janari gazal che
વિચારતા કરી મૂકે તેવું છે.
મત્લા વાંચતાની સાથે જ જનાબ રાહત ઇન્દોરીનો એક શેર યાદ આવ્યો… શબ્દો બરાબર યાદ નથી પણ…
….. કિસને દસ્તક દી યે દિલ પર ? કૌન હૈ ? / આપ તો અંદર હૈ તો બાહર કૌન હૈઁ
ને રહે છે જે અનુત્તર – મોટાભાગે આમ હશે.. કદાચ ટાઇપો છે !
છેલ્લા શેર માં લય તુટે છે..
ને રહે હરદમ અનુત્તર, કોણ છે….સારું રહેશે
મજબુત ગઝલ……સરસ
//
“કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે?”
कोई ए नथी लखी गीता कृष्णे कही छे ।
वाची जुवो ने जाणो के ईश्वर कोण छे ॥
જય શ્રી ક્રિશ્ણ !
સુરેશ વ્યાસ