આપણે માનવી, મનના રે મેલા

પરમેશ્વરે પિંડ ધડ્યા પછી, માનવ એવું નામ આપ્યું, અને સાથે સાથે, રાગ, દ્રેસ, તૃષ્ણા, ક્રોધ, મદ, મોહ, માયા, એવા તત્વો નું ભાથું પણ બંધાવીયું. હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓમાં, એવો ફલાદેશ છે કે માણસે માણસ થવા, પશુ, પંખી અને પ્રાણીઓના દાખલા લેવા પડે છે. ખુબ ઉંડા મુળ છે માનવ ના વંશવેલા ના, પણ મુળથી સડેલા. સર્જનહારે કેવી કેવી કલ્પનાઓ કરી હશે સર્જન વેળાએ, પણ આ કાળા માથાનાં માનવી એ, પરમેશ્વરની સર્વ ધારણાઓનું ઉન્મુલન કરી નાખ્યું છે. પરસપર ની ખોટી પ્રશંસા, આધાર વગર ના આડંબર, અને કદરૂપ વૃત્તિઓનું વરવું પ્રદર્શન, એ માનવ ના જાણે કે ગુણ થઇ ગયા છે. પરંતુ એ પળ અવશ્ય આવશે, જ્યારે એણે, સર્વસત્તાધિશનું શરણું લેવુ પડશે, અને એના રટણમાં લીન થઇ જવા પડશે.

નરેશન : આપણે માનવી by મેહુલ

સ્વર : ચન્દુ મટ્ટાણી
સંગીત : આશિત દેસાઇ
ગુજરાતી આલબ્મ : ભવતારણમ “Bhav Taranam”

બુરા, જો દેખન મેં ચલીયો, હો…
બુરા, જો દેખન મેં ચલીયો, બુરા ન મિલયો કોઇ
જો તન ઢુંઢ્યો આપનો હો…
જો તન ઢુંઢ્યો આપનો, મુઝસે બુરો ન કોઇ

મનના રે મેલા હો…મનના રે મેલા
આપણે માનવી…હો..મનના રે મેલા…

મુક મીઠેરી, ભો માં તો યે
મુળ તો કડવા મેલા હો…
આપણે માનવી હો…

કઇ ધાતુ થી, ધડનારા યે
આપણા ધાટ ધડેલા હો…

ઘસી ઘસી ને…હો…માંજીએ તો યે
રોજ ના કાટ ચઢેલા…
મનના રે મેલા હો…

વણનારા એ, વણતી વેળા
તાર કેવા વણેલા હો…

ઉજળા એવા…હો…રંગ ચઢાવો
તો યે સદા ફટકેલા…
મનના રે મેલા હો…

અંધ કહે, કદરૂપ જીવ ને
વાહ સા રૂપ તમારા હો…

આપણે અરે રે…હો..હો…મુરખ કેવા
આપણા પર થયા ઘેલા…
મનના રે મેલા હો…

13 replies on “આપણે માનવી, મનના રે મેલા”

 1. સીધા,સાદા અને સરળ શબ્દોમા આપણા માનવજાતના વીચાર-વર્તનની વાસ્તવીકતા રજુ કરતુ,
  ખુબ જ સુન્દર, અરે ! અતિ સુન્દર ગીત!!!
  “ઘસી ઘસીને માજીયે તોયે રોજના કાટ ચઢેલા,
  અન્ધ કહે કદરુપ જીવને વાહ શા રુપ તમારા “

  • તમારી વાત સાથે સંમંત છું… અતિ સુન્દર ખુબ જાણીતું ભજન…. ડુબાડી દે પરમેશ્વરના ધ્યાનમાં..!!
   અહીં વિનમ્રતાથી મારી રચના રજુ કરુ છું…
   હું ને તું…
   ત્રિઅંકી આ નાટકના, પાત્ર-પ્રેક્ષક હું ને તું …
   પડદા પર તું ને હું, તોયે અંદર-બહાર તું ને તું
   ચલને હોડી લઈને દરિયે..સોનેરી રેતીમાં નામ લખીએ હું ને તું…
   હિપ્નોટાઇઝ કરે તારલાની આંખો..હમ-તુમ હમ-તુમ..
   ચશ્માં પેહરી ચાંદ બોલે ગુજરાતી કાલુ-કાલુ ..હું ને તું..
   હા, કરું છું પ્રેમ ભાષા-પ્રેમીને..ખુશ છું ને કે ગુજરાતી છું..હું ને તું..
   ચલને ઘાસના ગાલીચે ઉંચે..ટેકરા પરથી….હું ને તું
   ધડ્બડ ધડબડ બસ દોડીએ ..હું ને તું..
   પડીએ તો ય હસતા-હસતા ગબડીએ હું ને તું..
   ના શરમ ના પરવા પડવાની, હાથમાં ને હાથમાં હું ને તું..
   હસતા-હસતા ચુમી લે તું, શરમાવી દે મુજને તું…
   ચીંધે આંગળી.., પાળે બ્રેડ ખાતા પારેવડાં જોઈ…..હું ને તું
   ઉગ્યું ગુલાબ કુણી કળી સંગ, તોડી ધરે મુજને તું..
   હસાવી દે પળભરમાં, ભરી દે રંગ મારા ગાલોમાં
   પુલ નીચે, ખળ-ખળ પાણી..અંતે નાની બેંચ…
   ખડખડાટ હસતા વ્રુક્ષ તળે ઝુલતા હિંચકે હું ને તું..
   કેડી ખેંચે પાણી તરફ ને ઝટ ઝંપલાવે તુ..
   ફાટક ખોલી..મંદ મંદ હાસ્યે બાથમાં ભીંસે મુજ ને તુ..
   કર દે જાદુ રિહા કરી દે મારાથી મુજને તું..
   બ્રહ્માંડ નો ઈશ્વર પાસે લાગે ને રિસાય તો બહું દુર..
   ગુલાબ મોગરો જુઈની.. કરું ટપકાં ની રંગોળી..
   દિપ પ્રગટાવી ચાલને પગલાં પાડીએ હું ને તું…
   —રેખા શુક્લ (શિકાગો)

 2. Bankim says:

  Excellent! “Bhavtaranam” is one album everyone should have. I will request to post all bhajans of this album one by one with lyrics. Thanks for posting “man na re mela”

 3. Gajendra.Choksi. says:

  ઘેઘુર અવાજમાં ગવાયેલુ આ ભજન ખરેખર મન તળબોળ કરી ગયું.
  કઇ ધાતુ થી, ધડનારા યે
  આપણા ધાટ ધડેલા હો…

  ઘસી ઘસી ને…હો…માંજીએ તો યે
  રોજ ના કાટ ચઢેલા…
  મનના રે મેલા હો…
  કેટલું સાચું છે ?

 4. કડવા વેલા,કાટ ચડેલા,સદાય ફટકેલા…
  મૂરખ મનના મેલા માનવ !
  તને શુઁ કહેવુઁ ?????સમજાવ ને !

 5. vimala says:

  સુંદર અતિ સુંદર …ધીર ગંભી અવાજમાં આ સાંભળિયા પછી પુરું આલ્બમ સાંભળવાની તલબ રોકી જ ના શકાય.

 6. jagdish joshi says:

  ખુબ સરસ,
  આજનો માનવિ પૈસા બચાવે અને સબન્ધ
  વાપરે.

 7. પ્રથમ આ ભજન ” અન્તર દર્શન ” નિ સ્તર નુ ;;;;;;;;;;;બહુજ ઉતમ ભાવ જગદિ ગયેી……………..આબ્બ્ભાર ,,,,,,,,,ધન્ય્વદ ;;;;;અબિનદનદન

 8. mahesh rana vadodara says:

  ખુબજ સરસ આભાર આવા શબ્દો અને સગિત માટૅ

 9. prafulla joshi says:

  ખુબજ સરસ આભાર.

 10. આભાર ક્યા સબ્દો મા વ્યક્ત કઋ દોસ્ત

 11. kiran chavan. says:

  સુંદર સંગીત અને ભાવ ભરેલા મીઠા અવાજમાં ગયાયેલું લાજવાબ ભજન.

  કઇ ધાતુ થી, ધડનારા યે
  આપણા ધાટ ધડેલા હો…

  ઘસી ઘસી ને…હો…માંજીએ તો યે
  રોજ ના કાટ ચઢેલા…
  મનના રે મેલા હો…

  વણનારા એ, વણતી વેળા
  તાર કેવા વણેલા હો…

  ઉજળા એવા…હો…રંગ ચઢાવો
  તો યે સદા ફટકેલા…
  મનના રે મેલા હો…………અતિસુન્દર્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *