હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ – વિવેક મનહર ટેલર

Happy Birthday…!! to ‘શબ્દો છે શ્વાસ મારા’  .  (http://www.vmtailor.com/)

વિવેકભાઇને, અને એમની કલમના દરેક ચાહકને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

સાથે મારી ખૂબ ગમતી એક ગઝલ :  

 

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

2 replies on “હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ – વિવેક મનહર ટેલર”

  1. sujata says:

    gai kaal ne aavti kaal sudhi lai janar swaash nu sabdo thi abhiwadan kariye…….hamesha dhabhakta rahe…….

  2. manvantpatel says:

    પ્રિય ભાઈશ્રી વિવેક ભાઇ ! હાર્દિક અભિનન્દનો ! શુભેચ્છાઓ !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *