નૂરે ગઝલ – શૂન્ય પાલનપૂરી

આજે કવિ શ્રી શૂન્ય પાલનપૂરીનો જન્મદિવસ… એમને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે, સાંભળીએ એમની આ મઝાની ગઝલ. આ ગઝલના શબ્દો તો ટહુકો પણ ઘણા વખતથી છે, આજે મનહર ઉધાસના સ્વર -સંગીત સાથે ફરી એકવાર…

નીચે વિવેકની ટીપ્પણી છે એમ – ગઝલ પર લખાયેલી ગઝલો યાદ કરીએ તો આ ગઝલ એમાં ટોચની રચનાઓમાં આવે જ.

સ્વર – સંગીત : મનહર ઉધાસ

sketch_poster_PH74_l

.

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે,
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે,
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને
સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,
લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને
આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને,
રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને,
તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે,
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મકતા ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.

15 replies on “નૂરે ગઝલ – શૂન્ય પાલનપૂરી”

 1. સુંદર રચના… ગઝલ વિશે ઘણા કવિઓએ ગઝલ કરી છે. શૂન્યની આ રચના એ બધામાં અનોખી જ ભાત પૂરે છે…

 2. Shah Pravin says:

  બે ધડકતા દિલોની કહાણી બને, ગઝલ!

  એક એવી ગઝલ જે ‘શૂન્ય’થી શરુ થઇ ‘પૂર્ણ’ સુધી પહોંચે!

  ‘શૂન્ય’ના ગઝલપ્રદાનને યાદ કરતાં એક સમયે મુસાફિર પાલનપુરીએ કહેલું…

  ”હોય નહીં જ્યાં પાલનપુરી,
  વાત ગઝલની સહેજ અધુરી!”

 3. sujata says:

  swaash na kaafia,jindgi no vishay………ek ma anek eva sunya ni chhey mahek……

 4. Pinki says:

  ગઝલ વિશે ઘણી ગઝલ વાંચી પણ આ તો superb………!!

 5. જયશ્રીબેન,
  ગઝલ ઉપર ગઝલ કરી શૂન્ય પાલનપૂરીએ પોતે શૂન્ય કરતાં શબ્દોમાં અમાપ ધનાઢ્ય છે તેની આપણને અત્રે ખાત્રી કરાવી આપી છે.
  “ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,
  લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
  બુલબુલોએ રચી ગુલશનોમાં અને
  આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.”
  કવિ એ અત્રે બુલબુલો પાસે ગઝલ રચાવી અને મયૂરના મુખે ગઝલ ગવડાવી કમાલ કરી નાખી છે. આને કેહવાય જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. ધન્ય છે.
  ચન્દ્રકાંત લોઢવિયા.

 6. Nayan Shah says:

  અલૌકિક ગઝ લ .આફ્રિન શુન્ય પર્ .દેહ્ ના કોદિયેવાલિ કદિ અદ્ ભુત .

 7. chetu says:

  આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે,
  અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
  દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે,
  રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

  એક્દમ સરસ ..!!!

 8. હાય……અમે પણ આવી ગઝલ શકતાં હોત

  પણ…….

  શબ્દ કોષો એકમાં ઠાંસી, ગઝલ ક્યાંથી લખું
  તાજગી નામે બધું વાસી, ગઝલ ક્યાંથી લખું

  બે ટકે હર શેર છે, ભાજી હો કે ખાજા ભલે
  બેગુનાહની છે સજા ફાંસી, ગઝલ ક્યાંથી લખું

  છે અછંદાસી ધૂમાડો, ને ધરારી ધૂળ પણ
  બંધ ના થાતી હવે ખાંસી, ગઝલ ક્યાંથી લખું

  હાથમાનો જામ સીધો દિલ મહી ઉતરી જતો
  ને નજર સાકી તણી ત્રાંસી, ગઝલ ક્યાંથી લખું

  રે! અપેક્ષા દાદની રાખી હતી તારા થકી
  શેર બે વાંચી, ગયો ત્રાસી..?,ગઝલ ક્યાંથી લખું

  ડો. નાણાવટી

 9. Ramesh Patel says:

  રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
  ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.

  એક ભાવ જગતમાં રમતા રમાડતા આ ગઝલકારને
  અંતરથી વધમણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 10. કમલેશ says:

  .

  દેહના કોડિયે, પ્રાણની વાટને,
  લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
  તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે,
  દિલને રોશન કરે એવી નૂરે ગઝલ.

  વાહ્…..એક્દમ સરસ ..અદભુત…..

 11. […] નૂરે ગઝલ – શૂન્ય પાલનપૂરી […]

 12. UTSAV RAVAL says:

  hi didi aankho radi padi manhar saheb mi aa gazal namva ni icha 6?

 13. RUPIN CHOTHANI says:

  દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને
  સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
  દોર ગોઝારો જામે વિરહનો અને
  રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ

  કુદરત ને જાણે શ્બ્દોમા જ વણી લિધી છે.
  શુન્ય વગર “ગણિત અને ગઝલ” બન્ને અધુરા છે.

 14. himanshu gandhi says:

  superb,I want to listen again & again,sabd rachna superb

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *