જનમ ને ગઝલ દઈને નરસિંહ-ભોમે.. – મનોજ ખંડેરિયા

જેમણે અમરભાઇનું સ્વરાભિષેક આલ્બમ સાંભળ્યું હશે, એમને માટે આ ગઝલનો પહેલો અને છેલ્લો શેર અજાણ્યો નહીં હોય… ચલો, આજે આખી ગઝલ માણીએ..!

____

અમીદ્રષ્ટિથી લીલુંછમ ઠૂંઠ કીધું
તમે શુષ્ક ગોકુળને વૈકુંઠ કીધું

સમર્પિત તને થઈ ગયા કોરે કાગળ,
મતું માર્યું, લે ચિહ્ન અંગૂઠ કીધું !

ખરચતાં નથી નામનું નાણું ખૂટ્યું :
છતાં કેમ તેં સાચનું જૂઠ કીધું

સવાયું મળે મૌનથી, બોલ્યે બમણું,
તને ગાઇ મેં એકનું ઊંઠ કીધું

જનમ ને ગઝલ દઈને નરસિંહ-ભોમે,
ઊંચું સ્થાન મારું તેમ બે મૂઠ કીધું.

– મનોજ ખંડેરિયા

6 replies on “જનમ ને ગઝલ દઈને નરસિંહ-ભોમે.. – મનોજ ખંડેરિયા”

 1. good to know

  anupam

 2. Maheshcandra Naik says:

  જન્મ સ્થળને સન્માનતી સરસ ગઝલ………….

 3. Ranjitved says:

  આ ગઝલ સામભલવા ક્યારે માલે ાપના તહુકો મા?જરુરથિ આપ ઘતતુ કાર્શો એજ આગ્રહ ભરિ વિનન્તિ…..કરિ શકાય ખરિ?….આભાર્…”જય્મિત્જિ !જયશ્રેી ક્રિશ્ન…”

 4. નરસિઁહભોમ એટલે જૂનાગઢ એમ સમજવાનુઁ ને ?
  રચના સારી છે.આભાર !

 5. ashalata says:

  સરસ રચના—–

 6. આ જ વાતો કવિ વર કરિ , કાવ્ય જગત્નિ સેવા કરિ ………………………………આભર ; ધન્યવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *