એક આમંત્રણ.. અમદાવાદથી..!!

નવા વર્ષના હર્ષને બેવડાવવા, ચોપડા પૂજન પછી શબ્દનું પૂજન કરવા કવિ સંમેલનના માહોલમાં મ્હાલવા આપને સહૃદયી નિમંત્રણ છે.

ઈર્શાદ કહેવા આવો છો ને….!  🙂

કવિગણ –

1.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી. 
– ચિનુ મોદી 

2.
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
 – શ્રી કૃષ્ણ દવે

3.
શું કરું? ક્યાંથી ઉકેલું? કેવો આ સંબંધ છે?
તું લખે છે Brailમાં ને હાથ મારા અંધ છે.
– સૌમ્ય જોશી

4.
એના કરતાં હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું.
– હરદ્વાર ગોસ્વામી

5.
બધે  છે રક્તના  ડાઘા  જુવો ચોમેર  ચાલ્યો  છું;
સડક પર  કેટલીયે   વાર ઘૂંટણભેર  ચાલ્યો  છું.
– અશોક ચાવડા

6.
કશું   તૂટવાના   સમાચાર આંસુ,
અમારા જીવનનું છે અખબાર આંસુ.
– ભાવેશ ભટ્ટ્

7.
ભરબપોરે જો ઢળેલી રાત છે,
એક સૂરજ ડૂબવાની વાત છે. –
છાયા ત્રિવેદી

8.
રોજ એને યાદ કરવાની પ્રથા ખોટી છે;
ને બધાને સાદ કરવાની પ્રથા ખોટી છે.
– ચંદ્રેશ મકવાણા

9.
શ્વાસને  ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?
– અનિલ ચાવડા

10.
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી,
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું, તો શું થયું?
–       ગુંજન ગાંધી  

સંચાલન : હરદ્વાર ગોસ્વામી
તારિખ : 17-11-2007, શનિવાર
સમય : સાંજે 7-00ના ટકોરે
સ્થળ : G.L.S. સભાખંડ, લૉ ગાર્ડન,અમદાવાદ

નિમંત્રક :
ગુજરાતી સુગમ સંગીત ફાઊંન્ડેશન, 
22 ડોલી કોમ્પલેક્ષ, અમદાવાદ-380009

8 replies on “એક આમંત્રણ.. અમદાવાદથી..!!”

 1. harry says:

  Irshad !! Irshad !!
  Great Collection !!

  Its a nice one !!
  આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
  ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

  and below one seems logical..

  એના કરતાં હે ઈશ્વર દે મરવાનું,
  ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું.

 2. sujata says:

  વાહ્ અનિલ્……..

 3. ashalata says:

  એના કરતા હે ઇસ્વર દે મરવાનુ,
  ગુજરાતીનુ પણ ગુજરાતી કરવાનુ.

  ઘણુ અઘરુ——-

 4. prakash Pancholi says:

  સાચેજ ખુબ મઝા આવિ ગયિ

 5. ગુંજનભાઈને ખાસ અભિનંદન…

 6. john says:

  ભાઈ ભાઈ શુ વાત ચેઈ

 7. Krutagnya says:

  શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
  કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?
  Beautiful:)

 8. Daxay Rawal says:

  ખુબ જ સરસ રચનાઓ. કોને વખાણુ અને કોને નહિ?ો નો આભાર માનુ અને કોનો નહિ? Hatz off to all.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *