એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર

કવિ શ્રી ઉદયન ઠક્કરનો ખૂબ જ જાણીતો પ્રશ્નપત્ર.. આજે તમારા માટે..!! .. કવિ એ સવાલો આપ્યા.. અને હું લઇ આવી અહીં સુધી.. હવે જવાબો કોને આપવા – કેવા આપવા… પાસ થવું કે નાપાસ – એ બધું તમારા હાથમાં..!! 🙂

*******

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે, કયારે, કોને, આવી પંક્તિ(નથી)કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહીંતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

* * *

(આભાર લયસ્તરો)

20 replies on “એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર”

 1. manav says:

  જયશ્રી આ ગતકડું ગમ્યું.

 2. Ranjitved says:

  ? ? ?

 3. Himanshu Trivedi says:

  Hello Jayshreeben and Amitbhai

  You have been doing wonderful yeoman service to Gujarati language and literature, music and artists and most importantly, those who are seriously interested in getting in touch with all those beautiful things in life.

  As I do not want to enter into a debate about the word used in one of the comments saying that this is a “good GATAKADU” – may I request you to kindly STOP all comments about the “quality” as perceived by the members/non-members. ONLY IF MR UDAYAN THAKKAR, a poet, who has really written this poetry with lots of love (and about love), for him, it is still an ACHHANDAS poem and NOT A GATAKADU. For someone, who may be understanding the poetry and may be a great CRITIC but NOT A POET, this may be a GATAKADU. Sometimes, words like that, used so very lightly hurt … to me, this is a very good poem and someone terming it as a “good Gatakadu” hurts … but at the same time, I am civilised enough not to impose my personal views about art and poetry upon someone who might have been born to be a critic and not an artist. To “create” requires “creativity” (and sensitivity) required, which may not be present in everyone.

  There is a couple of good sayings in Gujarati (1) Raja Ne Gami Te Raani, Ne Chhana Vinti Aaani (2) Siddi Ne Ena Sidka Vahla (This is about having a baby, whose skin is black in colour and I am quoting this as it means, EVERY PARENT LOVES THEIR OWN (KIDS). (As Siddis are a community which has African descent and lives mainly in Saurashtra region of Gujarat).

  So, for Udayan Thakkar and people like me, it is still a “poetry” – for someone – it may be a Gatakadu. I can say to “insult” someone that “Oh, you are a good Gatakadu.” – but that, I know, can hurt. Apart from that, POETRY and its perception is a very very personal experience, let it remain that.

  Do not print any comments … do we need them. Let everyone perceive as per their own perceptions and rest at that.

  Thanks and regards.

 4. Himanshu Trivedi says:

  I was wanting to mean, “If Mr Udayan Thakkar would have been willing to invite all the comments, and asked you to publish the poem, then only it shall be allowed, otherwise, no comments shall be allowed.”

  While poetry and poet are subject to valid criticism, as when published, it becomes a part of public domain and hence criticism. That though does not mean that one can start calling names in the name of one’s expression.

  And I am again saying that I am sorry as I do not want to rake up any controversy or hurt anyone’s feelings.

 5. hemal says:

  Reading this after over 25 years. Thanks.

 6. hemal says:

  ઊદયન ઠક્કરની એક બીજી કવિતા યાદ આવે છે — લો સામેથી જરિક ઉછળતી એક છોકરી આમ આવતી. એ ઉમરે બહુ મમળવતા મિત્રોમા 🙂

 7. Ullas Oza says:

  મઝાનુ પ્રશ્નપત્ર, પણ જવાબ ખાનગી રાખવા પડે !

 8. arti mehta says:

  વાહ !ઊદયનજી .. આ પહેલુ પ્રશ્ન પત્ર હશે જે બધા હોશે હોશે વાચશે.. આભર જય્શ્રિબેન્

 9. dipti says:

  મોજ કરાવી.

  હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહીંતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

  આ ગમ્યુ…

 10. સરસ,
  ઘણુ ગમ્યુ, કઈક અલગ,,,

 11. sheth vasant(sant) says:

  પ્રશ્નપત્રો ઘણા રચ્યા પ્રાઘ્યાપક બની,તપાશ્યા જવાબો આઘાત સાથે.નથી મળતો જવાબ જીવનનો,લાખ પ્રયત્નો કરવા છતાં.
  કવિએ બતાવ્યુ નથી કે હાથ પોતાના મેળવવા કે હાથમાં હાથ લેવો જીવનસાથીનો.

 12. kalpana says:

  સરસ. હળવુઁ અને સહેલુઁ(પ્રમાણમા) પેપર. ઊલ્લાસભાઈના જવાબ ખાનગી રાખવા પડે, એ વાત સાચી છે.
  આભાર
  કલ્પના

 13. Mehmood says:

  આ પ્રશ્નપત્રના એક પણ જવાબ option માં કાઢી નાખવાનો નથી. બધાજ જવાબ Attempt કરીશ ..

  આભાર જયશ્રી…

 14. ઉદયનભાઈ, આવા પ્રશ્નપત્ર સાથે પાસ(ન) થયાવ તોયે વાંધો નથી…કેમ કે પ્રશ્નોમાં રહેલો મેસેજ આમ કે આમ સોંસરવો ઉતરી જાય એવો છે.

  અફલાતૂન સ્ટાઈલ છે બોસ!

 15. દરેક જ્વાબ મા ના…. પાસ થવા કરતા નપાસ થવાની મજા કઈક ઓર છે….

 16. vipul acharya says:

  udyan Thakker Mumbai ni bhidbharee jindagi man emani SAMVEDANA akbandh chhe.

 17. varsha tanna says:

  આખઆખો જવાબવાળો પ્રશ્ન પેપર બહુ ગમ્યો.

 18. jadavji k vora says:

  જયશ્રીબેન તથા અમિતઆઇ, બહુ જ મઝા આવી ગઇ. એક વાત છે કે, આવા પ્રકારના સાહિત્યમાં વધારે જાગ્રુતતા કેળવવી પડે. લપસવાના બહાનાં હાથવગા થઇ જાય. આવા પ્રશ્ર્નો બધી ઉમરની વ્યકતિઓને ગમે, એ સ્વાભાવિક છે. Keep it up.

 19. આ રચના ખુબ અલ્લડ , મસ્તી ભરી લાગી, ગતકડું ને ગાળ ગણવાની કાંઈ જરુર નથી,
  આ તો ટહુકાનો ડાયરો !! સહુ ટહુકા કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *