મરીઝ સાહેબને એમની પૂણ્યતિથિના દિવસે આ એમની ખૂબ જ જાણીતી ગઝલ માણીને યાદ કરીએ..!
******
એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
- મરીઝ
Share what you loved...
Email
મારા સૌથી પ્રિય શાયરે લખેલી મારી સૌથી પ્રિય ગઝલોમાંની એક.
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
ખુબ સરસ
સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
so nice.
ખુબ સરસ ગઝલ.
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
- મરીઝ
સરસ રીતે વાત કહેવાઈ ગઈ છે, મઝાની રચના.
“સાજ” મેવાડા
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
મરીઝ સાહેબના શેર સિતમ કરે ?! વાહ. . સુંદર ગઝલ.
બહુ સરસ કવિતા છે.
સરસ રીતે વાત કહેવાઈ ગઈ છે, મઝાની રચના.
Has any body has sung this gazal then send me link pls
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
બહુ સરસ છે.